SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુગપ્રધાન લેખક-N. જેિન-શ્રમણ સંસ્કૃતિના પ્રખર તિર્ધર આય શ્રી વજસ્વામીની જીવનકથા]. - (ગતાંકથી ચાલુ ) [૫] મે હરાજાનું પ્રાબલ્ય : માતૃહદયની જાગૃતિ, આર્ય ધનગિરિ અને આર્ય સમિત બને ગુરુ પાસે આવ્યા. બાળકના વજનથી ભિક્ષાળી વજનદાર બની હતી, તે આર્ય ધનગિરિ મહેનત પૂર્વક ઉપાડી શક્તા હતા. તેમણે ગુરુ પાસે આવીને ઝોળી ગુરુજીના હાથમાં આપી. ઝોળીનું વજન જોઈ ગુરુજી બેલ્યા: આમાં તો વજ જેવો ભાર છે. પછી ગુરુજીએ ઝોળીમાં જોયું તે શરદ પૂનમના ચાંદા જેવો એક રૂપાળો બાળક એમાં રમી રહ્યો છે. બાળક ગુરુજીની સામે જ જાણે મીટ માંડીને હસી રહ્યો હતો. બાળકની વસમી કાયા જોઈ ગુરુજીએ એનું વજકુમાર નામ પાડયું. વજકુમારને ઝોળીમાંથી બહાર કાઢયે કે જાણે આખી વસતી તેજસ્વી થઈ ગઈ ગુરુએ બાલક વજનને ઉછેરવા માટે આવિકાઓને સોંપ્યો. સાધ્વીજીઓના વસતીસ્થાનમાં શય્યાતર શ્રાવિકાઓ દ્વારા એનું લાલન-પાલન થતું હતું. જેમાં માનસ સરોવરના કમળામાં ફરતો રાજહંસ એક કમળથી બીજા કમળ ઉપર જાય તેમ શ્રાવિકાઓના ખોળામાં * રમતો, હસતો વજકુમાર બધાંને કલ્લોલ કરાવતો હતો. વહિકામાં સ્વાધ્યાય કરતી સાધવીજીઓના મુખારવિંદથી નીકળતા સ્વાધ્યાયના વનિને એક ચિત્તે સાંભળી બાલક વજ પિતાનો જ્ઞાનખજાનો ભરી રહ્યો હતો. પોતે જાતિસ્મરણ જ્ઞાનસંપન્ન હોવાથી બાલક વ શરીર નિર્વાહ માટે પ્રાસક ભેજન જ કરતો હતો અને બાલક હોવા છતાં એ સંયમી જિતેન્દ્રિય યોગીવત રહેતો હતો. એક વૃદ્ધ પુરુષમાં જે ગંભીરતા, જે ધીરતા, દઢતા અને સંયમ હોય તે બાલક વજમાં શોભી રહ્યાં હતાં. બાળક વજકુમારે હવે રડવાનું તદ્દન બંધ કર્યું હતું; શાંત ચિત્તે સ્વાધ્યાયશ્રવણ, મંદ મંદ હાસ્ય અને પા પા પગલીએ ચાલવા માંડયું હતું. એક વાર સુનંદાએ સાંભળ્યું કે તમારે બાળક હવે તો ડાહ્યો થયો છે, અને લગીરે રડતો નથી. એ બાળક શાંતિથી બધું સાંભળે છે, મંદ મંદ ચાલે છે અને શ્રાવિકાઓ તથા સાધ્વીઓને પ્રદ આપી રહ્યો છે. એનું નામ વજકુમાર રાખવામાં આવ્યું છે, છતાં એનાં રાજહંસ” “મન્મન' વગેરે નામે પડયાં છે. સુનંદાનું માતૃહદય આ સાંભળી જાગી ઊઠયું; મોહરાજાએ તક જોઈ સુનંદાને પોતાના ફાંસલામાં ફસાવી. જેને તજીને પોતે એક વખત નિરાંતનો શ્વાસ ખેંચે હતો તે જ પોતાના બાલકને જોવા, રમાડવા સુનંદા ઉપાશ્રયે આવી અને પોતાના બાલકને ખુશખુશાલ જોઈ એને આનંદાશ્રુ આવ્યાં. એને મનમાં જાણે પસ્તાવો થયો. મેં મૂખીએ કેવી ઉતાવળ કરી છોકરો આપી દીધો ! આવો રતન જેવો છોકરો હું ન સાચવી શકી ? છોકરાં હોય તે રડેય ખરાં, એમાં કંટાળો શાનો? હશે; ભલે ને ગમે તે થયું, છોકરો તો મારો જ છે ને? એણે હિમત એકઠી કરી શ્રાવિકાઓને કહ્યું –બહેનો! તમે રમાડે છે એ છોકરો કાનો છે તેની તમને ખબર છે ખરી ? શ્રાવિકાઓ–ના, બહેન ! આ તો ગુરુમહારાજે સંયો છે તે અમે રત્નનિધાનની જેમ એનું રક્ષણ કરીએ છીએ. પણ હું બહેન ! તમારે આ કેમ પૂછવું પડયું? For Private And Personal Use Only
SR No.521626
Book TitleJain_Satyaprakash 1946 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy