________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૨ ઉપાસકદશામાં તેની સ્પષ્ટતા વાંચીએ તો સ્પષ્ટ થાય છે કે દૂઈપલાશ ચૈત્ય અને કલ્લાક સન્નિવેશ વાણિજ્યગ્રામની ઉત્તર-પશ્ચિમમાં હતાં.
तस्स णं वाणियगामस्स नयरस्स बहिया उत्तरपच्छिमे दिसिमाए दूइपलासए णाम घेइए होत्था ।
तस्स णं वाणियगामस्स बहिया उत्तरपच्छिमे दिसिमाए एत्थ ण कोलगए णाम सन्निवेसे होत्था।
અર્થાત એ સ્પષ્ટ છે કે દૂઈપલાશ ચૈત્ય વાણિજ્યગ્રામ કરતાં કલ્લાક સન્નિવેશથી વધારે નજીક હતું, અને વાણિજ્યગ્રામમાં આવતાં તે રસ્તામાં પણ આવી શકતું હતું. અને ભ.મહાવીર વૈશાલીમાં આવતા ત્યારે ઘણું ખરું દૂઈપલાશ ચૈત્યમાં વાસ કરતા હતા એટલે કલ્લાકમાં રહેવાથી આણંદને ભ.મહાવીર અને ગૌતમનો સહવાસ સુલભ હતો; અનાયાસ તેને આ લાભ મળી શકતો હતો. ઉપરાંત વચમાં નદી-નાળાનો પણ બાધ નહોતો આવતે. એ રીતે ચોમાસામાં પણ અને અનશન કરે તો પણ મહાવીર-ગૌતમનો સહવાસ તેને અત્યંત સુલભ હતે.
ઉપરાંત ગૌતમસ્વામી વગેરે વાણિજ્ય વગેરેમાં આસપાસ ગોચરી વગેરે માટે નિકળે તોપણ કલ્લાક નિવાસ (રહેજ કાટખૂણાનો હિસાબ ન ગણીએ તે)વચમાં આવી જતું હતું. આ બધી સગવડને કારણે તેણે કલ્લાકમાં રહેવાનું વધારે પસંદ કર્યું હશે.
મારું આ અનુમાન જે સાચું હોય છે અથવા માનવામાં આવે તો આનંદને પાવર કુળમાં રહેવા દેવામાં વાંધો નથી બલકે એ જ વધુ ઉચિત છે.
અને કલાકમાં તેના સગા-સંબંધીઓને નિર્દેશ જે કર્યો છે, તે તો આનંદને પોતાની સગવડ સાચવવામાં બાધ ન આવે એટલે એ જરૂરી છે. જેમ વાણિજ્યમાં તેને પરિવારની સગવડ હતી તેમ કલ્લાકમાં પણ હતી જ, જેથી કોલ્લાક જવાનું પસંદ કરવામાં અગવડ ન રહે.
આટલું સ્પષ્ટીકરણ કર્યા પછી અને ઇતિહાસ, ભૂગોળ અને આગળની હકીકત રજુ કર્યા પછી પણ કોઈએ શું માનવું જોઈએ એ માટે આગ્રહ કે દબાણ કોઈ ઉપર હેવું ન જોઈએ. ભારતીય જ્ઞાનપીઠ, બનારસ, તા. ૨૫-૧૦-૪૬
વ્યાકરણુસૂત્રો સાથે ન્યાયસૂત્રને સંબંધ લેખક :-પૂજ્ય મુનિ મહારાજ શ્રીપૂર્ણાનન્દવિજ્યજી કુમારશ્રવણ શિવપુરી.
વ્યાકરણ ગ્રંથના પાઠન સાથે ન્યાયોનો ઘનિષ્ટ સંબંધ છે, કારણ કે ન્યાયસૂત્રો પ્રાચીન છે, વ્યાકરણુસૂત્રો પછીથી બન્યા છે. વ્યાકરણસૂત્રોના કર્તા પાણિનિ ઋષિ, શ્રી હેમચન્દ્રાચાર્ય વગેરે છે, જ્યારે ન્યાયના કર્તા કોઈ નથી. એ ગુરુપરમ્પરાથી ચાલ્યાં આવે છે. એટલા માટે ન્યાયસૂત્રોને મગજમાં રાખીને પછી વ્યાકરણકાર સુત્રોની રચના કરે છે.
તેમ ન હોય તો વ્યાકરણુસૂત્રોનો પાર જ ન રહે. એટલા માટે વ્યાકરણના પઠન-પાઠન સાથે ન્યાયસૂત્રોનું પઠન-પાઠન પરમાવસ્યક છે; ન્યાયસૂત્રોને નહિ ભણનારો વિદ્યાર્થી અવ્યુત્પન્ન જ રહેવાને કારણ કે ન્યાયસૂત્રો અને વ્યાકરણુસૂત્રો બને મિત્ર તુલ્ય છે; અને એટલા માટે જ હેમહંસગણિ પિતાના ન્યાયસંગ્રહમાં ન્યાયસૂત્રોને વ્યાકરણ સાથે આનન્તર્ય
For Private And Personal Use Only