SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ વષ ૧૧ સુવિધિ સુવિધા માંડી, પાપના પૂર છાંડી, ગયણ મદન છાંડી, ચિત્ત ચેખું લગાડી; કુગતિ મતિ વસાડી, મુકિતકન્યા રમાડી, સુણી ન સુણું નમાડી, દેખવાની રૂહાડી. ૯ કનક વરણી પીલા, છણે જીત્યા પ્રમીલા, શિર ધરીય સુરીલા, દૂરે કીધા કુમીલા; પ્રગહિત તપ શીલા, શીતલ સ્વામી લીલા, મ કરીશ વિઅહિલા, જેહને લીલ લીલા. ૧૦ ભવિક નર ભણી, સંતનો માર્ગ લીજે, અહનિશ જિન સમરી, સેવ શ્રેયાંસ કીજે; વિવિધ સુખ વરી, પુન્ય પીયૂષ પીજે, તિમ તમ થર ખીજે, લચ્છીને લાહો લીજે. ૧૧ જસ મુખ અરવિંદે, ઉગીયો કે દિણદે, કર અભિનવ ચંદો, પુન્ય માનો અમદે; નયણે અમીય બિંદો, જાસ સેવે સુરદો, પય નમય નરિદ, વાસુપૂજ્ય જિર્ણદે. ૧૨ અસુખ અસુખ હણવા, સૌખ્યના લક્ષ લેવા, ભવજલધિ તરવા, પુન્ય પાતુ (ભાત)ભરવા; મુગતિ વહુ વરેવા, દુર્ગતિ દાહ દેવા, વિમલ વિમલ સેવા, ચિત્ત ચિંતા કરવા. ૧૩ અકલ નવિ કલાયો, પાર કિણે ન પાયો, ત્રિભુવન ન સમાયો, જેહનો જ્ઞાન માય; જવ જિનવર જાયો, રોગને અંત આયો, હૃદય કમલ ધાયો, તે અનંત સુહાય. ૧૪ ધરમ ધરમ ભાખે, મુક્તિ મારગ દાખે, જગ જિનવર ભાખે, પાપ જાયે પયાખે; વરસ દિવસ પાખે, જે પ્રભુ ચિત્ત રાખે, પુરુષ અણીય આખે, સૌખ્ય તે ચંગ ચાખે. ૧૫ મયગલ ઘરબારી, નાર શંગાર ભારી, નયન કનક ક્યારી, કડી હતી વિચારી; પ્રભુ તમ પરિહારી, જ્ઞાનચારિત્રધારી, ત્રિભુવન જયકારી, શાંત સે જુહારી, ૧૬ વર કનક ઘડાયા, હાર હીરે જડાયા, મુગટ શિર જડાયા, સુર તેજે જડાયા; તિવડિ તડતડીયા, પાપ પૂઠે પડાયા, કુસુમ શિર પડાયા, કુંથુ પૂજિતરાયા. કરમ ભરમ જાલી, પુન્યની નીક વાલી, રતિ અરતિ ટાળી, કેવલજ્ઞાન પાળી; અખય સુખ રસાલી, સિદ્ધિ પામી હાલી, અર અચીશું માળી, આપ રે કૂલ ટાળી. ૧૮ સુણને સુણને હલી, પુન્યની પૂર ઘલી, ઘર તરુઅર વલિ, પૂત પૂતેહિ ભલી; નિત નવ નવલી, ભૂરિ ભેગેહિ કુલ્લી, પ્રણમય જિન મદ્ધિ, ભાસે કલ્યાણવલી. ૧૯ વિગતિ કરી કુલિંગા, પામીયા પુન્ય તંગા, નવિ લગાવી જંગા, દુખ દેવા દુરંગા; જબ હુઆ જિન સંગા, સુવ્રત સ્વામી ચંગા, કરતલે તુરંગા, આલસમાંહિ ગંગા. ૨૦ નમિ નરય નિવારે, માન માયા વિડારે, ભવજલધિ અપારે, હેલ હેલાં ઉતારે; ભગતિ જિન સુધારે, લેભ નાણે લગારે, જિન જુગતે જુહારે, તે સવે કાજ સારે. ૨૧ મુગતિ કુમતિ છોડી, પાપની પાલ ફેડી, ટલી સહેલ ખોડી, મોહની વેલિ માડી; જિન સવે બહુ જોડી, કે નવિ નેમ હેડી, પ્રણમે સુરનર કેડી, નાથ બે હાથ જોડી. ૨૨ જલન જલ વિજોગા, નાગ સંગ્રામ સોગા, હરિ મયગલ મોગા, વાટ ચોરાશી રોગા; સવિ ભયહર લેગા, પામીયા પાસ જોગા, ન રહે કહી વિજોગા, પૂજતાં ભૂરિભોગા. ૨૩ કઠિન કર્મ મહેલી, કાઠીયા તેર ઠેલી, વિમલ વિનય વહેલી, ભાવ ભૂલી ગહેલી; નિસણું હરખ હેલી, ભેટ પામે દુહેલી, રવિ ઉદય પહેલી, વીર વંદો વહેલી. દરગા: For Private And Personal Use Only
SR No.521624
Book TitleJain_Satyaprakash 1946 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy