SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૬ || શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ આવાં આવાં કારણોથી દિગમ્બરો ભગવાન મહાવીર સ્વામીના વિવાહની મના કરે છે. - ડો. પિટર્સને સાહેબ તો ભ. મહાવીરસ્વામીના વિવાહના વિષયમાં પુરાવા સાથે જાહેર કરે છે કે–દિગમ્બરીય પુરાણમાં પણ ભ. મહાવીર સ્વામીને વિવાહ જણાવેલ છે. (ચે થો રીપોર્ટ પૃ. ૧૬૮, હરિવંશપુરાણુ વગેરે.) ઉક્ત પરિપત્રમાં દિગમ્બરોના મતે ભ. મહાવીરસ્વામી બ્રહ્મચારી હોવાનું જણાવ્યું છે તે સાચું હોય કે જૂઠું હોય, પરંતુ સાથે સાથે આવશ્યક નિર્યુક્તિના આધારે ભ. મહાવીરસ્વામીને બ્રહ્મચારી ઠરાવવા લખ્યું છે, તે તો તદ્દન પાયા વિનાની જ કલ્પના છે, જે વસ્તુ આપણે પહેલા મુદ્દામાં બતાવી ગયા છીએ. પ–ભ. મલ્લિનાથ તીર્થકરી હતા. તે પરિપત્રમાં ભ. મલ્લિનાથજી પુરુષ હેવાનું સિદ્ધ કરવા કોશિશ કરી છે. એટલે આ પાંચમા મુદ્દાને પણ ઉકેલ કરી લઈએ. જેન સાહિત્ય સ્ત્રીને પુરુષની સમકક્ષામાં સ્થાપે છે; સ્ત્રી જાતિને જિનપૂજા, જિનદીક્ષા અને મેક્ષની અધિકારિણી માને છે; અને આશ્ચર્ય ઘટનારૂપે સ્ત્રીને તીર્થંકર પદની અધિકારીણું પણ માને છે. ૧૯મા તીર્થંકર “શ્રી મલ્લિનાથ તે સ્ત્રી તીર્થકર છે, એમ વેતામ્બર સાહિત્ય સપ્રમાણ માને છે. દિગમ્બરો નગ્નતાના એકાન્ત આગ્રહને કારણે વસ્ત્રાપાત્ર ધારીને મુકિતના અનધિકારી માને છે. અને સ્ત્રી જાતિને તો, તે સર્વથા નગ્ન રહી શકે તેમ જ નથી એટલે તીર્થંકરની પુત્રીપણે જન્મ, જિનપૂજ, ક્ષાયિક સમ્યકત્વ, જિનદીક્ષા અને મુક્તિની સર્વથા અનધિકારિણી માને છે. એ ભૂલવું ન જોઈએ કે દિગમ્બર વિદ્વાનો મનસ્વીપણે જ ઉપર મુજબ માને છે. બાકી દિગમ્બર શાસ્ત્રો તો સ્ત્રી જાતિને ક્ષાયિક સમ્યક્ત્વ, જિનપૂજા, જિનદીક્ષા અને મુકિતની બરાબર અધિકારિણી માને છે. દિગમ્બર ગ્રંથના થોડાંએક પ્રમાણો વાંચકાની જાણ માટે નીચે ટાંકુ છું – - વરાંગચરિત્ર સર્ગ ૧૫, ૨૩; કથાકેશ-ગૌતમચરિત્ર અધિકાર ૩, વગેરેમાં સ્ત્રીઓએ કરેલ જિનેન્દ્રપૂજા, અભિષેક આદિનું વર્ણન છે. વરાંગચરિત્ર સર્ગ ૩૦; આદિપુરાણ પર્વ ૨૪, ૪૭; ઉત્તરપુરાણુ પર્વ ૬૮, ૭૧, ૭૪, ૭૬; હરિવંશપુરાણું પર્વ ૨૬, ૬૩, ૬૪, ૧૨, ૧૦ ઇત્યાદિ; શ્રીમુક્તિ પ્રકરણ શ્લેક ૨૮ થી ૪૬; સમાધિ શતક; ગમ્મસાર કર્મકાંડ ગા. ૩૦૦, ૩૦૧, ૩૫૪, ૩૮૮, છવાકાંડ ગા. ૭૧૪, ૭૨૩; સાગારધર્મામૃત અ૦ ૮ શ્લ૦ ૩૯ મૂલાચાર અ૦૪; નીતિસાર; છેદપીંડ; પખંડાગમ ધવલાટીકા સૂત્ર--૪૯, ૧૨૬, ૧૩૪, ૧૪૪ થી ૧૪૮, ૧૫૬ થી ૧૬૧ વગેરેમાં સ્ત્રીઓની જિનદીક્ષા અને સ્ત્રીમુકિતનાં સ્પષ્ટ વિધાન છે. ષટ્રખંડાગમમાં તો એક સમયે કેટલી સ્ત્રી ક્ષેપક બને–મુકિત જાય, ઇત્યાદિ સંખ્યાને પણ નિર્દોષ છે. દિગમ્બર સિદ્ધાતોના આટલા આટલા પુરાવાઓ છતાં જે દિગમ્બર સમાજ સ્ત્રીઓને જિનપૂજા, જિનદીક્ષા કે મુકિતની અધિકારિણી જ ન માને તે દિગમ્બર સમાજ સ્ત્રી તીર્થ કરી મલ્લિનાથ તીર્થકરી લેવાનું તે માને જ શાને ? For Private And Personal Use Only
SR No.521624
Book TitleJain_Satyaprakash 1946 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy