________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૧ ભય, અકસ્માતભય, મરણભય, અપયશભય અને આજીવિકાભય એ સાત ભયથી; હાસ્યથી, શોકથી, નિયાણાથી, અને રાગદ્વેષરૂ૫ બંધનથી રહિત થયા, અને સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતમાં શુભ ધ્યાન યોગથી ઉપયોગવંત થયા. ૭ મા સંલેખણા અને મોક્ષગમન –
એ રીતે મૃગાપુત્ર મુનિરાજ મતિ-શ્રુતજ્ઞાનાદિક વડે, યથાખ્યાતચારિત્ર વડે, શુદ્ધ શ્રદ્ધારૂપ દર્શન વડે, બાર પ્રકારનાં બાહ્યાભંતર તપ વડે, પંચમહાવ્રતની પચીશ ભાવના વડે અથવા અનિત્યાદિક બાર ભાવના વડે, પોતાના આત્માને સમ્ય રીતે ભાવતા અનેક વર્ષો પર્યત સામાન્ય પર્યાય પાળી, પ્રાંતે એક માસની સંલેખણ કરી, સકલ કર્મનો ક્ષય કરી, ભવ ભ્રમણ દૂર કરી, ચાર ગતિનું ગમનાગમન નિવારી, મેક્ષ નગરમાં સિધાવ્યા. ઉપસંહાર
હે મહાનુભાવ વાચ! મૃગાપુત્ર ઋષિવરનું આવું વૈરાગ્યવાહી જીવન વાંચી, સાંભળી, હૃદયમાં ઉતારી જેમ મૃગાપુત્ર સાંસારિક ભોગવિલાસોથી નિવૃત્ત થયા તેમ તમે પણ નિવૃત્ત થાઓ! મહાપ્રભાવક મહાયશસ્વી એવા મૃગાપુત્રનો માતાપિતા પ્રત્યે સંસારની અસારતા સૂચવતો સચોટ સદુપદેશ, તેમનું તપથી પ્રધાન એવું ઉત્તમ ચરિત્ર સાંભળી સુખની પ્રાપ્તિના કારણરૂપ તથા મોક્ષના ગુણને લાવનારી એટલે અનંતજ્ઞાન અનંતદર્શન અનંતચારિત્ર અને અનંતવીર્ય વગેરે ગુણેને પ્રાપ્ત કરાવનારી એવી ધર્મરથની ધૂંસરીને ધારણ કરો!
જેમનું આદર્શમય જીવન અનેક જીવોને ઉપકારક થઈ પડે તેવું છે, એવા મૃગાપુત્ર મુનિપુંગવને અમારા કોટી કોટી વંદન હૈ ! અને રથ ની ભૂલવણી થયેલ એક કથિત
નિર્ણયની સમીક્ષા [ભ, મહાવીરસ્વામીએ વિવાહ કર્યો હતો; ભ. મલ્લિનાથ સ્રોતીર્થકર હતા.]
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) [ક્રમાંક ૧૨૮-૧૨૯ના પૃ. ૨૩૫થી ચાલુઃ આ અંકે પૂર્ણ
૩–કુમાર શબ્દના અર્થો એ નક્કર વાત છે કે રાજાઓના સંબંધમાં વપરાયેલે “કુમાર” શબ્દ રાજકુમારીને જ સૂચક છે. છતાંય . જેનાચાર્યો, દિગમ્બર જૈનાચાર્યો અને શબ્દસાક્ષરો કુમારનો શું અર્થ બતાવે છે તેને પણ સાથોસાથ જોઈ જઈએ. ૧–શબ્દ કોષમાં “કુમાર”ના અર્થો નીચે મુજબ મળે છે. (૨) યુવરાગ વુમાર મઝૂંટાર (અભિધાનચિંતામણિ કાં.૨૪૬) (૨) યુવરાગતુ મારો મર્રવાર | (અમરકેષ વ. ૭, લે. ૧૨) (૨) કુમારવા–મારા IIIRIઝમાન વાસે . ( અભિધાન રાજેન્દ્ર પૃ.૫૮૮)
For Private And Personal Use Only