________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ] જૈન દર્શન
[ ૨૯ પૃથ્વી આદિ પાંચ પ્રકારમાં માત્ર સ્પર્શ ઈદ્રિય હોવાથી તેઓ એકેન્દ્રિય તરીકે ઓળખાય છે. એમાં પાછા બે ભેદ પડે છે. સૂક્ષ્મ તથા બાદર, બાદર=ધૂલ. સૂક્ષ્મ એકેંદ્રિય જીવો સકલ લેકમાં વ્યાપેલા છે. બાદર એકેંદ્રિય જીવો અમુક નિયત સ્થાનમાં જ હોય છે. પૃથ્વીકાયમાં પર્વત, પરવાળા વગેરેનો સમાવેશ થાય છે, જેમાં હાનિવૃદ્ધિ થતી નજરે જોવાય છે, એ છવત્વની નિશાની છે. જળ તરીકે દરિયાના પાણીને ઘૂઘવાટ, કુવામાં આવતી નવી સેરે જીવપણું સિદ્ધ કરે છે. તેજ યાને અગ્નિના જીવોમાં સામગ્રીના સભાવે વૃદ્ધિ, અભાવે ક્ષીણુતા થતી જોઈ શકાય છે, એ જીવદશાની નિશાની છે. વાયુના હલન-ચલનથી એના જીવત્વ અંગે શંકા ધરવાપણું નથી રહેતું. એ જીવોના ઉત્પાત અંગે ઉદ્ભવતા વા, વંટોળ કે મોટાં તોફાનો એ તો અનુભવનો વિષય છે. આજના વિજ્ઞાનયુગમાં શ્રી. જગદીશચંદ્ર બેઝની અને ત્યાર પછીની શોધોથી વનસ્પતિમાં જીવ છે એ વાત પુરવાર કરવાનું બાકી રહેતું જ નથી. સૂમ દષ્ટિથી વિચારતાં પૃથ્વી આદિ પાંચે કાય યાને સમૂહમાં જીવત્વ રહેલું છે એ સહજ સમજાય છે.
એકેદ્રિયની દષ્ટિએ જેઓ ઓછા ક્ષેત્રમાં જોવાય છે અને પચેંદ્રિયની દૃષ્ટિથી જેમનામાં ઇયિની વિકલતા યાને ઓછાશ છે તે છેવો વિકલૈંદ્રિય કહેવાય છે. ત્રસના ચાર પ્રકારમાં તેઓ ગણાય છે, તે નીચે મુજબ-બે ઇન્દ્રિય સ્પર્શ રસના યુક્ત; શંખ કેડા પરા ચંદનગવી. ત્રિક્રિય સ્પર્શ રસના ધાણુ યુક્ત; કુંથુ–માંકડ-ઇન્દ્રગોપાદિ. ચૌદ્રિય - ઉપરની ત્રણ સાથે ચોથી ચક્ષુ મેળવતાં ચાર ઈદ્રિયવાળા જીવોમાં ભમરા, માખો, વીંછી, પ્રમુખ જાણવા. સ્પર્શ રસના નાક નેત્ર અને કાન રૂપ પાંચ ઇન્દ્રિયવાળા જીવો પચંદ્રિય કહેવાય છે અને તેમના ચાર પ્રકાર છે –
૧ તિર્યચ, ૨ મનુષ્ય, ૩ નારકી, ૪ દેવતા. માછલાં, મગર, હાથી, સારસ, હંસ, આદિનો સમાવેશ તિર્યંચમાં થાય છે. બીજા પ્રકારમાં સમાઈ જતાં મનુષ્યો તો આપણું નજર સામે છે. માનવોકના હેઠળના ભાગમાં વસનારા તે નારકાના જીવો છે અને મુખ્યતયા એ માનવકના ઉપરના ભાગે વસનારા દેવો એ ચોથા પ્રકારમાં છે. ભવનપતિ આદિ દેવો અલેકમાં પણ વસે છે. આ રીતે સામાન્ય જ્ઞાન સંસારી જીવો સંબંધમાં થયું ગણાય. જીવની ઉત્પત્તિની દ્રષ્ટિએ આ ત્રણ શબ્દ ખાસ જાણવા જેવા છે–૧ ઉપપાતજા, ૨. ગર્ભજ ૩. સંમૂછિમ. દેવ તથા નારકીના છ અનુક્રમે શયા તેમ જ વજકુંડીમાં ઉપજતાં હોવાથી ઉપપાતાજા કહેવાય છે.
- ગર્ભમાં ઉત્પન્ન થાય તે ગર્ભજ. મનુષ્ય અને તિર્યંચ નિમાં એ રીતે જીવો ઉત્પન્ન થાય છે. સમૂછિમની ઉત્પત્તિમાં ગર્ભાજની માફક પુરુષ અને સ્ત્રી જાતિના સંયોગની જરૂર રહેતી નથી. મનુષ્યના શ્લેષ્મ-મૂત્ર આદિ ચૌદ સ્થાનકે અંતર્મુહૂર્તના આયુષ્ય વાળા જે જીવો ઉત્પન્ન થાય છે તે સંમૂછિમ મનુષ્ય કહેવાય છે. તિર્યંચ યોનિમાં પણ સમૂર્ણિમ જ ઉત્પન્ન થાય છે. પણ તેમનું આયુષ્ય અંતર્મુહૂર્તનું જ હોય એ નિયમ નથી. વિકલેંદ્રિય જીવો સક્કિમ જ હોય છે.
દેવનિમાં દેવ અને દેવી એમ બે જાતિ હોય છે, નારકોનિમાં સર્વ નપુંસક જ હોય છે. તિર્યંચ અને મનુષ્યમાં પુરુષ સ્ત્રી અને નપુંસક એમ ત્રણ પ્રકાર છે, પણ સંમછિમ છો તો નપુંસક જ હોય છે
For Private And Personal Use Only