SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શન લેખક–શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી આજના વાતાવરણમાં વાચનની અભિરુચિ વધી છે, છતાં ધાર્મિક જ્ઞાન મેળવવાની વૃત્તિ કે એ સંબંધી જાણવાની ઈચ્છા બહુ ઓછા પ્રમાણમાં દેખાય છે. જે શિક્ષણ પ્રણાલી પ્રચલિત છે એને અંગે વિદ્યાર્થીના મગજ પર બીજા અભ્યાસનો બોજો વધુ રહે છે એ જેમ એક કારણ છે, તેમ બીજા કારણ તરીકે આપણાં ધાર્મિક પુસ્તકોની રચના જૂની પદ્ધતિની હોઈ, જલદી સમજી ન શકાય તેવી છે એને પણ લેખી શકાય. જો કે ધીમે ધીમે ચાલું કામને અનુરૂપ પુસ્તકો, તત્વજ્ઞાન ઉપર અજવાળું પાડવામાં સહાય કરી શકે એવાં, જુદી જુદી વ્યક્તિઓ તરફથી પ્રગટ થતાં રહ્યાં છે અને એથી લાભ પણ થયો છે. એ દૃષ્ટિથી પૂજ્ય આચાર્ય મહારાજ સદ્દગત શ્રી વિજયધર્મસૂરિજીકૃત “જૈન તત્ત્વજ્ઞાનમ્ નામા સંસ્કૃત પુસ્તકનો ભાવાર્થ જેમ બને તેમ ટૂંકાણુમાં રજુ કરવામાં આવે છે, જે ઉગતી પ્રજામાં જ્ઞાનરુચિ જન્માવશે એવી આશા છે. - પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ નીચે પ્રમાણે છે દર્શન ગણાવે છે. બૌદ્ધ, નિયાયિક, સાંખ્ય, વૈશેષિક, જેમિની અને જૈન. એમાંના છેલ્લા ‘જેનદર્શન’ પરત્વે અહીં સંક્ષિપ્ત દિગ્દર્શન કરવાનું છે. ‘જેના દર્શન'ના પ્રકાશક રાગદ્વેષાદિ આંતરિક રિપુઓને જીતનાર એવા “જિન' છે. અર્ધન, સ્વાદુવાદી, તીર્થકર એવા “જિન”નાં બીજાં પણ નામો છે. એ પ્રકારના ગુણનિષ્પન્ન નામોને લઈ જૈન દર્શન “અહંતપ્રવચન' સ્યાદવાદમત” કે “અનેકાંતદર્શન” તરીકે પણ ઓળખાય છે. આ દર્શનમાં નવ પદાર્થ યાને નવ ત મુખ્યપણે દર્શાવવામાં આવ્યાં છે. એનાં નામ--જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે. એમાં પણ મુખ્યતા છવ–અજીવ રૂ૫ બે તત્ત્વને વરે છે. ચેતના લક્ષણવાળો જીવ કહેવાય છે. ચૈતન્ય એટલે જ્ઞાનોપયોગ. સારી સૃષ્ટિમાં જ્યાં જ્યાં ચેતનપણું દેખાય છે ત્યાં ત્યાં જીવન સદ્દભાવ છે. ચેતના રહિત જે જે છે એ સર્વ જડ યાને અજીવ કહેવાય છે. જ્યાં સુધી અનાદિ કાળથી છવ કર્મનાં આવરણથી ઢંકાયેલો છે ત્યાં સુધી એની સ્થિતિ વાદળાંથી આવૃત્ત થયેલા સૂર્ય જેવી છે. વાદળાં ખસી જતાં જેમ સૂર્ય પિતાની સર્વ કળાએ પ્રકાશી ઊઠે છે તેમ જીવ સર્વ પ્રકારનાં કર્મોથી મુક્ત થતાં પિતાના જ્ઞાન દશન આદિ મૂળ ગુણે દ્વારા સકળ વિશ્વનો જ્ઞાતા-દષ્ટ બની જ્યાંથી પુનઃ અવતાર લેવાને નથી, અગર તો ફરીથી સંસારમાં આવી જન્મ ધારણ કરવાપણું નથી, એવા સિદ્ધિ સ્થાનમાં કાયમનો નિવાસ કરે છે. આ રીતે જીવોના સર્વ પ્રથમ બે ભેદ થાય છેઃ મુક્ત જીવો અને સંસારી જી. મુક્ત જીવો સંબંધમાં ઉપર સામાન્ય ઈશારે કર્યો, વધુ વિગત અંત ભાગે વિચારીશું. સંસારી છે કે જે કર્મોથી ઘેરાયેલા છે એના મુખ્ય બે ભેદ છેઃ ૧. સ્થાવર અને ૨. ત્રસ. સ્થાવર પૃથ્વી, જળ, તેજ, વાયુ અને વનસ્પતિરૂપ પાંચ છે. ત્રસ બિ, તિ, ચલ અને પંચ-ઈંદ્રિય યુક્ત ચાર પ્રકારે છે. ઘર્ષણ–છેદન આદિથી જેમનો સ્વભાવ અચેતન થવાનો છે છતાં જેઓમાં નિમ્ન ઉદાહરણથી ચેતનત્વની પ્રતીતિ સહજ થઈ શકે છે એવા For Private And Personal Use Only
SR No.521624
Book TitleJain_Satyaprakash 1946 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy