________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ શ્રીમાન લોંકાશાહ એ નામથી પૃ. ૨૩૮થી ૨૪૦માં છપાયેલી છે. એ કેશવજી (લે) ની કૃતિ છે. એની આદ્ય કડીમાં “ગુરૂ પ્રણમી કરઈ સિલોકો” એવો ઉલ્લેખ છે. આ સત્તરમી સદીની કૃતિ છે
_[ ૧૫ ] લોભ-શલેકે આ છવ્વીસ કડીની કૃતિ છે. “શ્રી જૈન સજઝાયમાળા” (ભા. ૨)માં એ છપાયેલી છે. એમાં કોઈ સ્થળે કર્તાનું નામ નથી તેમ જ એનો શેકા તરીકે નિર્દેશ છે. પ્રકાશકે એને “સલોકો' કહ્યો છે એ ઉપરથી મેં એની આમ નેંધ લીધી છે.
[ ૧૬ ] વિજયક્ષમાસૂરિશલાકો , અરાટમી સદીના જશવંતસાગરના શિષ્ય જિનેન્દ્રસાગરે આ શલકે ર છે. જે. ગુ. ક. (ભા. ૩, ખં ૨, પૃ. ૧૪૪૫-૬)માં આની પહેલી એક કડી અને છેલ્લી બે કડીઓ તેમ જ ટુંક સાર” અપાયેલ છે. આ ઉપરથી આ બાસઠ કડીની કૃતિ હોય એમ જણાય છે. એની ૬૨મી કડી નીચે મુજબ છે –
“જસવંતસાગર પંડિતરાયા, જિર્ણદસાગરે ગુરુગુણ ગાયા એહ સિલેક જે નર ભણિયે, લખમિ તસ ઘરે લીલ જ કર.”
[ ૧૭ ] વિમલમંત્રી-શાકે જે. ગૂ ક. (ભા. ૭, નં. ૨, પૃ. ૧૭૪૩-૪)માં આની આદ્ય બે કડીઓ તેમ જ અતિમ ત્રણ કડીઓ અપાયેલી છે, એ ઉપરથી આ ૧૧૧ (એકસો અગ્યાર) કડીની કૃતિ હોય એમ લાગે છે. એની રચના વિનીતવિમલને હાથે થયેલી છે, કે જેમણે બીજા બે શલકા રચ્યા છે. આ શકે સુપ્રસિદ્ધ વિમલ મંત્રીને અંગેનો છે.
[ ૧૮ ] વિવેકવિલાસ–શકો યાને કાયાનગરીને શલાકે આની પહેલી એક કડી અને છેલ્લી ચાર કડીઓ જૈ. ગૂ ક. (ભા. ૭, નં. ૧, પૃ. ૩૪૩) માં અપાયેલી છે. એ ઉપરથી એ બાણુ કડીની કૃતિ હોય એમ જણાય છે. વિશેષમાં એની પહેલી કડીમાં “કાયાનગરીનો કહું લોકે” એવો ઉલ્લેખ છે એ ઉપરથી મેં એનું બીજું નામ સૂચવ્યું છે. એમાં શરીરની શુચિતા વિષે વિચાર કરાયો હશે એમ લાગે છે. એ શલેકા સંગ્રહમાં પ્રસિદ્ધ થયેલ છે, પણ મારા જેવામાં એ આવેલ નથી. વિ. સં. ૧૯૦૩માં આ “શલાક’ દેવચંદ શ્રાવકે રચ્યો છે.
[ ૧૮ ] શંખેશ્વર-શલાકે દીપવિજયના શિષ્ય દેવવિજયે વિ. સં. ૧૭૮૪માં આ શકે રઓ છે. પહેલી ચાર લીટી અને છેલ્લી ત્રણ લીટી જ. ગૂ, ક. (ભા. ૩,નં. ૨, પૃ. ૧૪૨૪)માં અપાયેલી છે. એની બીજી કડીના પૂર્વાર્ધમાં “પાસ શંખેશ્વર શકે કહીશું” એવો ઉલ્લેખ છે. એ ઉપરથી આ શંખેશ્વર પાર્શ્વનાથને અંગે શકે છે એ વાત જાણી શકાય છે.
[૨૦-૨૧ શાલિભદ્ર-શલાકે આ નામની બે કૃતિ છે. તેમાંની એક તે જે. ગૂ, ક. (ભા. ૩, ખ ૨, પૃ. ૧૪૩૯) માં ઉલ્લેખાયેલી અને વિ. સં. ૧૭૮૧માં કનકપ્રિયના શિષ્ય સિંહે રચેલી કૃતિ છે. એમાં ૧૪૭ ગાથા છે અને એ રત્નસાગરમાં પ્રકાશિત છે, પણ મારા જોવામાં એ આવેલ નથી. શલકાના નામ ઉપરથી એમ લાગે છે કે એ શાલિભદ્રને અંગે રચાયેલ છે.
બીજી કૃતિના લેખક અને તેમ નહિ હોય તો સંશોધક ઋષિ ખેડાજી છે. એમાં એકંદર બેતાલીસ કડી છે. એની પહેલી કડી નીચે મુજબ છે –
For Private And Personal Use Only