________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસંઘને વિજ્ઞપ્તિ પર્વાધિરાજ પ્રસંગે સમિતિને જરૂર યાદ રાખજે !
પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવી રહ્યા છે. પૂજ્ય મુનિવાનાં ઉપદેશ અને પ્રેરણાથી દાનવીર સખી ગૃહસ્થા અનેક શુભ પ્રવૃત્તિઓમાં પોતાના ધનનો સદ્વ્યય કરશે. -
આવા શુભ પ્રસંગે સમિતિને અને આ માસિકને યાદ કરવાનું અમે સૌને વિનવીએ છીએ. અને ૧૨ વર્ષ પહેલાં રાજનગરના આંગણે ભરાયેલ અપૂર્વ મુનિસમેલનના સંભારણા રૂપ આ સમિતિને અને આ માસિકને વધુ ને વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવાની અને ચતુર્વધ શ્રીસ'ધને પ્રાર્થના કરીએ છીએ e પૂજ્ય આચાર્ય મહારાજ આદિ સર્વ મુનિસમુદાય આ અવસરે આ માસિક અને સમિતિ માટે અવશ્ય ઉપદેશ અને પ્રેરણા આપવાની કૃપા કરે એવી અમારી તે પૂજ્ય પ્રત્યે પ્રાર્થના છે.
વ્યવસ્થાપક,
અનિવાર્ય સંયોગો અમદાવાઢ શહેરમાં કોમી હુલ્લડ ફાટી નીકળવાના કારણે, લગભગ એક મહિના સુધી શહેરની પ્રવૃત્તિ લગભગ થંભી ગયા જેવી થઈ ગઈ હતી. તેથી માસિકને ગયા-જુલાઈ–મહિનાના અંક વખતસર પ્રગટ થઈ શકર્યા ન હતા, એટલે હવે જુલાઈએગરેટના સંયુક્ત અંક અમારે આજે વાચકો સમક્ષ રજુ કરવા પડે છે, એ માટે અમે વાચકોની ક્ષમા માગીએ છીએ,
-તત્રી
પ્રભુ-પ્રતિમા પ્રગટ થયાં ગૂજરાતમાં ચાણસ્મા તાલુકાના સે'લા ગામના એક વોંકળામાંથી શ્રી નેમિનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમાજી પ્રગટ થયાના સમાચાર મળ્યા છે.
For Private And Personal Use Only