SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ મળે છે, તે બહુ સુપ્રસિદ્ધ છે. ગષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિએ ગર્ભરૂપે ઉત્પન્ન થયેલા ૮૨ દિવસના ભગવાન મહાવીરને, સિદ્ધાર્થ રાજાની પત્ની ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પરિવર્તન કરવાનું ઉચિત કર્તવ્ય જિન-ભક્ત ઇંઢે પિતાના એક સેવક દેવદ્રારા બજાવ્યું હતું, જેને પ્રા. માં દુનિમેષ, સં. માં હૃāિms નામથી સૂચવવામાં આવ્યો છે, તેને પ્રા. વરાછામા=િ સં. gવાત્યની જuિfa-દેવેન્દ્રના પાયદળ સેનાના અધિપતિ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. કલ્પસૂત્રની કિરણાવલી વગેરે વ્યાખ્યાઓમાં “દુઃ રૂદ્રય સૈાનમામિ છતાંત્તિ રિ-નૈમેષ, વત્ તુ રે ક્ટિ રજૂધ જૈનમેપીનામા દેવઃ' અર્થાત-ઇંદ્રના આદેશને ઈચ્છનાર અથવા ઇંદ્રને સંબંધી દેવ જણાવ્યો છે. ભગવતીસૂત્ર વગેરેમાં તેને શક્રદૂત તરીકે પણ સૂચવ્યો છે આચાર્ય શ્રી હેમચંદ્ર ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ ૮, સર્ગ ૭, શ્લો. ૧૧-૧૩) માં બીજા પ્રસંગમાં પણ નિગમેથી દેવનો ઉલ્લેખ કર્યો છે. ત્યાં પ્રદ્યુમ્ન જેવા પુત્રને ચાહતી સત્યભામાને પ્રસન્ન કરવા શ્રીકૃષ્ણ આ દેવનું આરાધન કર્યું હતું, આ દેવે પ્રકટ થઈ હાર આપ્યો હતો, એ હાર ધારણ કરી શ્રીકૃષ્ણનો સમાગમ કરનારી જાંબવતીને સુપુત્ર પ્રાપ્ત થયો હતો. કલ્પસૂત્રનાં કેટલાંક સચિત્ર પુસ્તકમાં તેને હરણના જેવા મસ્તકવાળા ચીતર્યો છે. ડો. બુહરે મથુરાનાં જૈન સ્મારક અવશેષો (Specimens of Jain Sculptures from Mathura. ) માં આ દેવના પ્રાચીન ઉત્કીર્ણ શિલ્પ સાથે, અન્યત્ર મળતા સમાન નામવાળા અને કાર્યવાળા નૈગમેશ, નૈગમય, મેષાનન–અજાનન છાગવત્ર વગેરે નામ સંબંધમાં વિસ્તારથી ચર્ચા કરી છે. છે. વિન્ટરનિં રોયેલ એસિયાટિક સોસાયટીના જર્નલમાં વે. ર૭, પૃ. ૧૪૯૧૫પમાં સન ૧૮૯૫માં “નેજમેશ, નૈગમેશ અને નેમેસે' સંબંધમાં વિસ્તારથી વિવેકથી ચર્ચા કરતાં કદ અને ગૃહ્યસૂત્રમાં આવેલા એ દેવ સંબંધી પ્રાર્થનાનાં સૂક્તો દર્શાવ્યા છે. તેથી જણાય છે કે પ્રાચીન સમયમાં એ નામનાં દેવનું સ્મરણ ગર્ભાધાનાદિ-પ્રસંગમાં કરવામાં આવતું હતું. સુપુત્રની પ્રાપ્તિ માટે રક્ષા માટે એ દેવનું આરાધન ઇષ્ટ મનાતું હતું. + “જે કરે ! પાપત સુપુત્રઃ પુનtપર अस्थै मे पुत्रकामायै गर्भमाधेहि यः पुमान् । यथेयं पृथिवी मोत्ताना गर्भमादधे। एवं तं गर्भमाधेहि दशमे मास सूतवे ॥ विष्णोः श्रेष्ठेन रूपेणास्यां नायी गवीन्याम् । पुमांस पुत्रमाधेहि दशमे मासि सूतवे ॥" –ત્રવેદ, ખિલ ૩૦, ૧ (મેક્ષમૂલર દ્વિતીયાવૃત્તિ વૉ. ૪, પૃ. ૫૪૦) વિ. વિ. For Private And Personal Use Only
SR No.521623
Book TitleJain_Satyaprakash 1946 07 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy