________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભેગેલિક કેષમાં જણુતી ગંભીર ભૂલ (લે. પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, પ્રાચ્ય વિદ્યા મંદિર-વડોદરા)
ભૌગોલિક કોષ (પ્રાચીન અને મધ્યકાલીન) એ નામનું (પૃ. ૯૬ અપૂર્ણ) પુસ્તક, અમદાવાદ ગુ. વ. સંસાઈટી તરફથી તેના હીરક મહોત્સવગ્રંથમાળાના નં ૧૬ તરીકે સં. ૧૯૯૧માં પ્રગટ થયેલ છે, જેના પર લેખક તરીકે ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી, બેરિસ્ટર–એટ–લ. નું નામ છપાયેલ છે. ત્યાં આ સે. ના નિવેદનમાં જણાવ્યું છે કે “શ્રીયુત નંદલાલ ડેના મૂળ અંગ્રેજી પુસ્તક પરથી એની વસ્તુ લેવામાં આવેલી છે, અને તેમાં ઘટતે સ્થળે યોગ્ય સુધારા દાખલ કરી લેખકે તેની ઉપયોગિતામાં ઉમેરો કર્યો છે.”
ઉપર્યુક્ત પુસ્તકના પૃ. પ૩માં જામ ને પરિચય કરાવતાં ભગવાન મહાવીર સંબંધમાં જે ઉલ્લેખ કર્યો છે તે ગંભીર ભૂલવાળો હોઈ ગેરસમજ ફેલાવે તે અનિચ્છનીય છે; તે સુધારવાની આવશ્યક્તા છે. તેના આધારભૂત શ્રીયુત નંદલાલ ડે. એમ. એ. બી. એલ. ના અંગ્રેજી પુસ્તક જિઓગ્રાફિકલ ડિક્ષનરી (The Geographical Dictionary of Ancient & Mediaeval India 1927.) ના પૃ. ૧૦૭ માં કુંડગામ સંબંધમાં અંગ્રેજીમાં તો આવું કથન છે –
“Mahavira is said to have been conceived at first in the womb of the Brahmani Devananda, but Indra caused the embryo to be transferred to the womb of the Ksatriya Trisala who was also with child, through the agency of his deer-headed general Harineyameshi, who is no doubt the same as Naigamesha or goat-headed god of the Brahmanas." (Ep. Ind. Vol. IIPP. 316, 317. Kalpa-Sutra in SBE. Vol XXII, p 227.”
પરંતુ પૂર્વોકત પુસ્તકમાં તેનું ભાષાંતર વિચિત્ર રૂપમાં અર્થને બદલે અનર્થ કરનાર જે જોવા મળે છે, તે સખેદ અહિં દર્શાવું છું—
“ ગુvમx ૪ કહેવાય છે કે મહાવીર પ્રથમ દેવનંદા નામની બ્રાહ્મણીના ગર્ભમાં રહ્યા હતા. પણ ઇન્ડે એ ગર્ભને કાઢીને ત્રિશલા નામની ક્ષત્રિયાણીના ગર્ભમાં મૂક્યો હતો. તે વખત ત્રિશલાને હરણના જેવા માથાવાળા સેનાપતિ હરિણમેશીને ગર્ભ રહ્યો હતો. આ હરિણેચમેલી અને બ્રાહ્મણના બકરા જેવા માથાવાળો દેવ નગમેશ તે એક જ. (એ. ઈ. પુ. ૨, પા. ૩૩ ૬, ૩૧૭. સે. બુ. ઈ. માં છપાયેલું કલ્પસૂત્ર પુ. ૨૨ પા. ૨૨૭)”
– ભૌગોલિક કેલ (પ્રાચીન અને મધ્યકાલીન), પૃ. ૫૩ -તેમાં લેખકે વિચાર કર્યા વિના ગેરસમજથી કેવું વિચિત્ર ભાષાંતર કર્યું છે. અને બેહુદું ભસી નાખ્યું છે–તે સમજી શકાય તેમ છે. આપણું ભાષાન્તરકારો–સાક્ષર એ વિચારી જોવા તસ્દી લેશે? જેના કલ્પસૂત્રમાં મહાવીર-જન્મ સંબંધમાં જે ઉલ્લેખ
For Private And Personal Use Only