________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] આર્ય કાલકના સહાયક શક સાહિઓ [ ૨૦૭ આજ્ઞાને વશ થઈ સહિ પિતાનો શિરચ્છેદ કરે એ પહેલાં કાલકાચા તેને અન્ય સાહિએને આત્મઘાત ન કરતાં પોતાની સાથે હિંદુગ' -હીન્દીદેશમાં આવવાની સલાહ આપી. એ સલાહમાં અર્વાનના રાજયલાભની પણ આશા અપાઈ હતી. આચાર્યની સલાહ સાહિ
એ સ્વીકારી લીધી. તેઓ સિંધુને પાર કરી પ્રથમ સૌરાષ્ટ્રને લગતા દરિયા કિનારે ઊતર્યા અને પછી અનુક્રમે સૌરાષ્ટ્રનો કબજો લઉં તેને છનું વિભાગમાં વહેચી નાખી ત્યાં સત્તા સ્થાપીને રહ્યા. કારણ કે ચોમાસુ બેસી ગયું હોવાથી આગળ અવન્તિ તરફ પ્રયાણ કરવું અસ્કય હતું.
સિન્હને પાર કરવાની બાબતમાં સિધુ એટલે સાગર કે નદી એ વિષે આજકાલ મતાંતર છે; કારણ કે મળી આવતા જૈન સાહિત્યગત ઉલ્લેખોમાં કવચિત્ “સિધુ નદી” એવી સ્પષ્ટતા ; જ્યારે શકલાનું પારસકૂલથી ખસી જવું જે સંગોમાં થયું છે તેને વિચાર કરીએ તો સહજ અનુમાન થાય છે કે, તેઓ પારસકૂલના ઢાઈ બંદરેથી વહાણો મારફતે સીધા આજના કાઠિયાવાડના પશ્ચિમ કિનારે ઊતર્યા હોય અને તેમણે સૌરાષ્ટ્રની અંદર પ્રવેશ કર્યો હોય. સમુદ્રના કે સિધુ નદીના ગમે તે રસ્તે તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા એ તો નિર્વિવાદ છે.
ચોમાસાની સ્થિરતા દરમિયાન શ્રીકાલકાચાર્યે આ શોને સ્વસિદ્ધિના પ્રયોગથી બહુ જ સંપન્ન બનાવ્યા અને પછી ચોમાસુ વીત્યા બાદ તેમને અને અન્ય રાજાઓને સાથ માં લઈ અવનિતદેશ પર ચઢાઈ કરી. આ અન્ય રાજાઓમાં લાદેશના રાજાઓ પણ હતા. નિશીથચર્ષિના અંધકરણ અધિકારમાં લાદેશના રાજાઓનું કોઈ વિશિષ્ટ નામ આપ્યું નથી. અયત્રએ રાજાએ બલમિત્રભાનુમિત્ર હતા એવા ઉલ્લેખે મળે છે અને એમની કાલકાચાર્યના ભાણેજ તરીકે ઓળખાણ આપવામાં આવે છે. પણ બલમત્ર-ભાનુમિત્ર એ અશેકના પુત્ર તિષ્યગુપ્તને પુત્રો હેઈ નસમ્રાટ સંપ્રતિની પછી ઉજજયિનીની ગાદીએ આવ્યા હતા. તેમને સમય મ. નિ. ૨૯૪ થી ૩૫૪ છે.૧૩ ઉજજયિનીથી નિગોદવ્યાખ્યાતા પ્રજ્ઞાપનાકાર શ્યામાચાર્યને ચોમાકામાં નિવસન કરનાર આ રાજાઓ હતા. તેઓ કોઈ પણ કાલકાચાર્યને ભાણેજ કે સુંગવંશીય ન હતા. શકાને સાથમાં લઈ સરસવતી સાધ્વીને છોડાવવા જનારા કાલકાચાર્યનો સમય મહાવીર નિર્વાણની પાંચમી અદીની શરૂઆતનો છે. તે વખતે બલમિત્ર-ભાનુમિત્રનું અસ્તિત્વ હતું જ નહિ. પણ આ વખતે ભરૂચમાં એક બલમિત્ર નામને રાજા હતો આ રાજા ગર્દભિલથી અપમાનિત થયેલો હતો. મારી સમજ છે કે, એ અન્ય કઈ નહિ પણ કાલકાયાને બાણેજ ગર્વભિલપુત્ર વિષ્ણાત હતા. આ એક વિસ્તીર્ણ ચર્ચાને વિષય છે અને અહીં હું તેને સ્થાન આપી શક્તો નથી. કેમકે આ લેખને મુખ્ય વિષય “શકે” જ છે.
શ્રીકાલકાચાર્યની પૃચના મુજબ શકેએ સ્મવતિની ભૂમિમાં પ્રવેશ કરી તેની રાજધાની ઉજજયિનીને ઘેરે ઘાલ્યો. રીતસર કામ કર્યા બાદ નાસીપાસ થતા ગબિલ્લે વિદ્યાબળથી શત્રુને સર્વનાશ નોતરવા પિતાને વિદ્યાસાધન પ્રયત્ન આદર્યો, પણ આચાર્યું
૧૩ ‘હિમવંત શૂરાવલી” ( ગુજરાતી ભાષાન્તર ૫. હીરાલાલ હંસરાજ )ના સંપ્રદાયાનુસાર,
For Private And Personal Use Only