________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખિમ(ક્ષમ) ઋષિના અભિગ્રહ
[[લે. પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા] શ્રી જેનસત્યપ્રકાશના તા. ૧૫-૧૧-૪૫ ના મત અંક (વર્ષ ૧૧, અંક ૨, પૃ. ૩૩) માં “ખિમ ઋષિનું પારણું” એ નામથી ૧૯ કડીનું મેળવેલ એક પ્રાચીન કાવ્ય પ્રકટ કરાવતાં, સાચા અર્થ–સંદર્ભની આશા રાખતા સાક્ષર ભાઈ ભેગીલાલ સાંડેસરાએ ત્યાં થોડું સૂચન કર્યું છે. તેમાં તે કાવ્યના કર્તા, અને હેતુ સંબંધમાં કેટલીક x કલ્પના કરી છે, તે યોગ્ય લાગતી નથી. એથી એ સંબંધમાં અહિં થોડું નિવેદન ઉચિત જણાશે. | વિક્રમની સોળમી સદીમાં થઈ ગયેલા પ્રસિદ્ધ કવિ લાવણ્યસમયે વિ. સં. ૧૫૮૯ માં અમદાવાદમાં આ ખિમરિસિ(ક્ષમ ઋષિ)ને પણ એક ચરિત્ર–રાસ રચ્યો હતો, જે યશોભદ્રસૂરિ તથા બલભદમુનિના બીજા બે રાસો સાથે એતિહાસિક રાસસંગ્રહ ભાગ બીજામાં શ્રીયશવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર દ્વારા સં. ૧૯૭૩માં પ્રકટ થઈ ગયેલ છે. તેની સાથે આ કાવ્ય મેળવી શકાય તેમ છે, પરંતુ તે પુસ્તક ઘણું વખતથી દુપ્રાપ્ય થયું હેઈ અત્યારે મહારી સામે નથી. તેમાં આ કાવ્ય અન્તર્ગત થતું હોવાની સંભાવના છે.
- વડોદરાના રાજકીય પ્રાચ્યવિદ્યામંદિરમાં ૭૬૦૮ નંબરની ૮ પત્રવાળી એક પ્રાચીન હ. લિ. પ્રતિ છે, જેના અંતમાં લેખનસંવત ૧૫૩૨ ૪ વ. ૩, અને લે. સ્થળ ઉજયિની જણાવેલ છે. તેમાં સંસ્કૃત ભાષામાં ગદ્યમાં યશોભદ્રસૂરિ વગેરેના પ્રબંધે છે; તેમાં આ ક્ષ(િખિમ રિસિ નો પણ પ્રબંધ છે. ત્યાં પ્રસંગને અનુસરતાં ચેડાં પ્રાચીન ગૂજરાતી પદ્યો પણ છે. એ પ્રતિ પરથી જણાય છે કે-ઉત્કટ અભિગ્રહ( નિયમ–પ્રતિજ્ઞા)ધારી આ તપેરવી મહાત્મા ક્ષમ ઋષિ, વિક્રમની ૧૧ મી સદીના પૂર્વાર્ધમાં, માળવામાં ૧૪૦૦ ગજરાજના રવમી સિંધલ(સિંધુલ–મહારાજા ભેજના પિતા)ના સમયમાં વિદ્યમાન હતા, ત્યાં વિચર્યા હતા, સંડરગચ્છના મંત્ર-શક્તિવાળા પ્રભાવક યશોભદ્રસૂરિના શિષ્ય થયા હતા. યશોભદ્રસૂરિને સ્વર્ગ–ગમન-સમય ત્યાં સં. ૧૦૩૯ માં આષાઢ વ. ૧૪ સં. પદ્યમાં સૂચવ્યો છે
વિનાનંદ-વિરવા-વર-મિત-પત્નરે (૨૦૨). . शुचौ कृष्णचतुर्दश्यां स्वर्गेऽगान्मुनिपुङ्गवः ॥"
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પરીષહ સહન કરવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લક્ષ્યમાં રાખી કેટલાક દુઃસાધ્ય અશકયપ્રાય અભિગ્રહ લીધા હતા. મસ્તક-મુંડિત, નિગડવાળી, ત્રણ દિવસની ઉપષિત, ઉંબરાની અંદર બહાર પગ રાખીને રહેલી, રડતી, રાજકુમારી સુપડાને ખૂણેથી, અડદના બાકળા દાન આપે તો લેવું. વસુમતી(ચંદનબાલા) દ્વારા લગભગ છ મહિને–તેમને એવો અભિગ્રહ પૂર્ણ થયાની ઘટના જેનસમાજમાં અને સાહિત્યમાં સારી રીતે પ્રસિદ્ધ છે.
x“ કાવ્યને વિષય વિલક્ષણ છે. આ કાવ્યનો અજ્ઞાતનામાં કર્તા (કદાચ એનું નામ જ ખિમ રષિ કેમ ન હોય ?) ખિમ ઋષિ ક્યારે પારણું કરે, તેને માટે કેટલીક અદભુત અને અશક્યવત શરતે રજૂ કરે છે. આ શરતેને અભિગ્રહ કહી શકાય તેમ નથી, કારણ કે કાવ્યમાંથી મુખ્યત્વે વિદ, હાસ્ય અને ભોજનપ્રિયતાને દવનિ નીકળે છે. કર્તાએ કઈ પ્રસંગે કેવી નર્મ ખાતર જ આ કાવ્ય લખ્યું હોય એવી પણ કપના થઈ શકે છે.
For Private And Personal Use Only