________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
નેશનમાની વારી : ઘાંટારોટ : માવા (ગુનરાત) વર્ષ ૨? || વિક્રમ સં. ૨૦૦૧ : વીરનિ. સં. ૨૪૭૧ : ઈ. સ. ૧૯૪૫ સંવત ૨ | આ શુદિ ૯ : સામવાર : ૧૫ મી ઓકટોબર
कमांक
અકબર | ૨૨
૧૧મું વર્ષ સિંપાદકીય]
વિક્રમ-સંવત ૧૯૯૦: શ્રી રાજનગર-અમદાવાદના આંગણે ધર્મસભાસમ્ અપૂર્વ મુનિસમેલન ભરાયું. જૈન ઇતિહાસમાં એ કાળ, એ સ્થળ અને એ ઘટના અમર થઈ ગયાં. મુનિસમેલને શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિને જન્મ આપી પરઆક્રમણ સામે આત્મરક્ષણને દુર્ગ ઊભો કર્યો.
વિક્રમસંવત ૧૯૯૧ : પોતાનું કાર્ય પાર પાડવા સમિતિએ “શ્રી જેન સત્ય પ્રકાશ' માસિક શરૂ કર્યું. આખાય જૈન (૨. મૂ) સંઘને સહકાર ચાહતું અને નાના–મેટા સહુ કાઈનું કૃપાભાજન બનતું “શ્રી જૈન સત્ય પ્રકાશ' મહિને મહિને મુનિસમેલનનું પવિત્ર સ્મરણ કરાવી જાણે મુનિસમેલનના સંભારણુરૂપ બની ગયું.
વિક્રમ–સંવત ૨૦૦૧ : “શ્રી જૈન સત્ય પ્રકાશ’ને એક દસકે પૂરી થઈ બીજે દસકે શરૂ થયે.
૧૧મા વર્ષના આ પ્રારંભ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિસમુદાય સહિત સમસ્ત જૈન સંઘને, સમિતિના સહાયકૅને અને માસિકના લેખકેનો અમે નતમસ્તકે આભાર માનીએ છીએ; અને સદાકાળ એ સહુનો સહકાર અમને મળતો રહે એવી પ્રાર્થના કરીએ છીએ.
માસિકના ૧૦ મા-જૂના વર્ષના અંત અને ૧૧ મા-નૂતન વર્ષના પ્રારંભના સંધિકાળે, અમારા દિલમાં અત્યારે તે તીર્થરક્ષાને મહાન પ્રશ્ન ઘોળાઈ રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે આપણું સમર્થ પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિવરો અને આગેવાન જૈન ગૃહસ્થ આ સંબંધી ગંભીર વિચાર કરે, પોતાના વિચારે એકબીજા સમક્ષ રજૂ કરે અને એ બધાયના પરિપાકરૂપે તીર્થરક્ષા માટે કોઈ સંગીન યોજના તૈયાર કરે ! આપણુ પત્રકાર બંધુઓ પણ આ માટે સતત પ્રચાર કરતા રહી યોગ્ય માર્ગ સૂચન આપતા રહે.
સામાન્ય નિયમ છે કે મહાઆપત્તિ મતભેદને મિટાવી દે છે. તળાજાની દુર્ઘટના જેવી આખાય જૈન સંધ ઉપર આવી પડેલી મહાઆપત્તિ, આપણુમાં જાણે-અજાણે પસી ગયેલ મતભેદ કે મનભેદને મિટાવી દે અને આપણે આપણું પવિત્ર તીર્થોની રક્ષા માટે એકદિલ અને એકબોલ બનીએ-એ આજના યુગની મહાન આવશ્યક્તા છે. આપણે સૌ એ આવશ્યકતાને સ્વીકારી ક્રિયાશીલ બનીએ!
ધર્મરક્ષાના આ કાર્યમાં પોતાનો નમ્ર ફાળો આપવાની ભાવના સાથે “શ્રી જૈન સત્ય પ્રકાશ” પિતાના ૧૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે.
For Private And Personal Use Only