________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવણ વદ પાંચમની રાતે [અંધારી રાત વચ્ચે કરવામાં આવેલ કાળા અત્યાચારની કથા]
તળાજા તીર્થની મૂર્તિખંડનની દુર્ઘટનાને ભાવવાહી શબ્દોમાં વર્ણન કરતી એક રૂપક કથા મુંબઈથી પ્રગટ થતા વિદેમાતરમ' દૈનિકના (ટપાલની આવૃત્તિ) તા. ૧૬-૯-૪પ ના અંકમાં પ્રગટ થઈ છે તે અક્ષરશઃ અહીં સાભાર આપીએ છીએ, અને આ દુર્ઘટનાનાં મૂળ શેધી કાઢવાની આપણી જવાબદારીમાં આપણે જરાય શિથિલ ન પડીએ એ માટે સમસ્ત જૈનસંઘનું નમ્રભાવે ધ્યાન દોરીએ છીએ.
-તંત્રી.
આ કથા અંધારી રાત હતી. ચારેકેર સૂનકાર હતો અને ત્યારે મુલાયમ હવા વચ્ચે એક કરપીણુ અત્યાચાર કરવામાં આવી હતી. રૂપરૂપના અંબાર જેવાં શરીર પરથી બે મસ્તકે ઉડાડવામાં આવ્યાં હતાં. એ અત્યાચાર વેળાએ રુધિરને બદલે કેસરની છાંટ ઊડી હતી. ઊડતાં મતકમાંથી એકેય ચીસ નીકળી નહિ અને છતાંય આ અત્યારને અલ ચિત્કાર આખા હિંદુસ્તાનની હવા વીંધીને ઠેરઠેર પ્રસરી ગયે.
શ્રાવણ વદ પાંચમની રાત હતી. આકાશમાં વાદળાં હતાં. વરસાદ આવી આવીને અટકી જતો હતો. જમીન પર પાયો નાખવા આવ્યો હોય એ રીતે થાંભલો બનીને અંધકાર ઊતરતો હતો. ગામ સૂતું હતું.
તમરાં ને કંસારીનો અવાજ ધ્રુજતો હ, પણ દેડકાંના એકધારા અવાજમાં તમારાં -કંસારીનો ધ્વનિ ડૂબી જતો હતો. દૂરથી શિયાળીઆ લાળી સંભળાવતાં હતાં. ગામના પાદરનું એક વાઘરિયું કૂતરું ભસી રહ્યું હતું. ગરિ ફરતે ફરતો ઊધે ને ગતિ વિનાને દેખાય એવી રીતે કાળી રાત હવે ઊંઘી ગઈ હતી. એ ચાલી જવાની ના પાડતી હતી.
ગામ નિદ્રામાં પડયું હતું. રાતે વાળુ કરીને, નવીખી વાતું કરીને ખેરડાં મૂગાં થયાં હતાં. કેઈના ઘરની અંદરના વાળમાં રોટલો હતો ને રોટલાને પેટમાં ઠેકાણે પાડવા માટે પાણી હતું. રોટલા હારેનાં દૂધ અને છાશ એ તો સપનાની વાત થઈ હતી.
એવી એક મેઘલી રાતે એક ટોળી એ ગામમાં આવી હતી. ટોળીના પગ જમીન પર પડતા હતા, એ પગને પછાડ કઈ ઘેર જવા માટેનો લાગતો નહતો. જાળવી જાળવીને તેઓ પગ માંડતા હતા.
ગુસપુસ વાત થતી હતી. એ શબ્દોમાં કંપ હતો, ઉશ્કેરાટ હતો, નિર્ણય હતો.
જે જે હે, બરાબર કાસળ કાઢવાનું છે.” ટાળીમાં એક જણ હતા. એણે એના ધ્રુજતા હોઠે કહી દીધું ?
એલા ! તમારી હારે અહિ સુધી આવ્યો પણ હવે પગ થથરે છે. મારાથી આ કામે નહિ થાય. હું તે હાલ્યો જાઉં છું.”
એ બોલી પર એક કડક અવાજ પથરાઈ ગર
For Private And Personal Use Only