________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ ૩. નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણના અનુક્રમે ઉચ્ચારનાર, ઘડનાર અને બનાવનાર જુદા છે.
૪. નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણને અનુક્રમે સાંભળનાર, બેલાવનાર તથા અનુભવનારની બુદ્ધિએ જૂદી જૂદી થાય છે.
૫. નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણ પ્રત્યે ક્રિયા ભિન્ન ભિન્ન થાય છે. નામ ઉચ્ચારણ કે લખાણ થાય છે. સ્થાપનાનું ઘડતર કે સ્થાપન થાય છે. દ્રવ્યનું ભૂત કે ભાવિ કાળમાં સાક્ષાત ભાવરૂપે પરિણુમનાદિ થાય છે. તથા
૬. નામના જાપનું, સ્થાપનાની ભક્તિનું તથા દ્રવ્યની આસેવનાદિનું ફળ પણ જાદુ જ મળે છે, તેથી તે ત્રણેમાં પરસ્પર ભેદ પણ સિદ્ધ છે.
અખંડ અને અનિર્વચનીય વસ્તુને એળખવા માટે, ઓળખીને યાદ રાખવા માટે અને યાદ રાખીને તેની ભિન્ન ભિન્ન પ્રકારે સેવનાદિ કરવા માટે તે વસ્તુના એકલા ભાવ (Positive aspect)થી ચાલી શકતું નથી, કિન્તુ, તે માટે તેનાં નામ (Negative aspect), 791441 ( Representative aspect ) 242 Goulle (Privative or potential aspect) ની પણ જરૂર પડે છે.
નામને વસ્તુની સાથે વાચવાચકભાવ સંબંધ છે; સ્થાપનાને વરતુની સાથે સ્થાપસ્થાપકભાવ સંબંધ છે, દ્રવ્યને વસ્તુની સાથે કાર્યકારણભાવ સંબંધ છે, અને ભાવને વસ્તુની સાથે તાદામ્યભાવ અથવા અભેદભાવરૂપ સંબંધ છે. એ ચારેય વસ્તુની સાથે જુદા જુદા સંબંધથી જોડાયેલ છે. એક સંબંધીનું જ્ઞાન અપર સંબંધીનું સ્મારક છે, એ ન્યાયે વરતુની સાથે સંબંધ ધરાવતા કઈ પણ એક સંબંધીનું જ્ઞાન સમગ્ર વસ્તુનું સ્મારક બને છે. નામ, સ્થાપનાદિ વસ્તુના સંબંધી છે, તેથી તે બધાનું કે તે બધામાંથી કોઈ એકનું જ્ઞાન, વસ્તુનું જ્ઞાન કરાવે છે, છતાં દરેકમાં જ્ઞાન કરાવવાની શક્તિ એક નહિ, પણ ભિન્ન ભિન્ન છે. નામ વસ્તુનું જ્ઞાન એક રીતે કરાવે છે, સ્થાપના જુદી રીતે, દ્રવ્ય વળી તેથી પૂરી રીતે, અને ભાવ વળી તેથી પણ જૂદી રીતે. પોતપોતાના સ્થાનમાં તે દરેકને સરખું મહત્વ છે. તો પણ સ્થાપનામાં વસ્તુનો બંધ કરાવવાની, તે બેધને ટકાવી રાખવાની, તથા તે બેધને જીવનમાં સક્રિય અમલ કરવાની, જે વિશેષ શક્તિ રહેલી છે, તે નામાદિ બીજાં ત્રણમાં નથી.
મૂર્તિપૂજાને પ્રભાવ” સમજવા માટે એ વસ્તુને હજુ જરા વધારે સ્પષ્ટપણે સમજવાની આવશ્યક્તા છે. આગળ આપણે જોઈ આવ્યા, કે-મૂર્ત વસ્તુઓને તો આકાર છે જ, પણુ-અમૂર્ત વસ્તુઓને પણ આકાર છે, આકાર રહિત કઈ ચીજ આ જગતમાં છે જ નહિ. શબ્દને પણ આકાર છે, અર્થને પણ આકાર છે, અને જ્ઞાનને પણ આકાર છે. આકારરહિત શબ્દ, આકારરહિત અર્થ કે આકારરહિત જ્ઞાન શેધવું આ જગતમાં મુશ્કેલ જ નહિ કિન્તુ અશકય છે. એક શબ્દ બીજા શબ્દથી, એક અર્થ બીજા અર્થથી અને એક જ્ઞાન બીજા જ્ઞાનથી જે જાદું પડે છે, તેમાં મુખ્યપણે આકારભેદ સિવાય બીજું કયું કારણ છે ?
(ચાલુ)
For Private And Personal Use Only