________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ |
મૂર્તિપૂજાનો પ્રભાવ આત્મનિક કારણ છે. કારણકે–ભાવ જેમ વસ્તુધર્મ હોવાથી વસ્તુથી અભિન્ન છે, તેમ અભિન્ન વસ્તુગત નામાદિ ત્રણ પણ વસ્તુધર્મ રૂપ હેવાથી વસ્તુથી અભિન્ન જ છે.
સર્વ વસ્તુઓને પિતપતાનું ઠાઈ સ્વતંત્ર નામ હેય છે, તેથી સર્વ વસ્તુઓ નામરૂપ છે. સ્વતંત્ર આકૃતિ હોય છે, તેથી તે વસ્તુઓ સ્થાપનારૂપ છે. સ્વતંત્ર કારણતા હોય છે, તેથી સર્વ વસ્તુઓ કયરૂપ છે અને સ્વતંત્ર કાર્યતા હોય છે, તેથી સર્વ વસ્તુઓ ભાવરૂપ છે. અભિધાન એ નામ છે, આકાર એ સ્થાપના છે, કારણુતા એ દ્રવ્ય છે, અને કાર્યતા એ ભાવ છે. જિનેશ્વરનું નામ એ જિનેશ્વરને ધર્મ ન હોય, તો તે નામના ઉચ્ચારણથી જિનેશ્વરની ઓળખાણ કેમ થાય? અને તે જ નામથી કેાઈ બીજાની ઓળખાણ કેમ ન થાય? પણ તેમ થતું નથી. જેમ જિનેશ્વરનું નામ તેમ આકાર. જેમ આકાર તેમ દ્રવ્ય, અને જેમ દ્રવ્ય તેમ ભાવ, એ ચારેય જિનેશ્વરને જ ઓળખાવે છે; પણ બીજાને નહિ. તેથી એ ચારેય જિનેશ્વરથી પૃથભૂત નહિ, પણ અપૃથભૂત છે, એમ માનવું જોઈએ.
દુનિયાની બધી વસ્તુઓ–પિતાના અભિધાનથી નામાત્મક છે, આકારથી સ્થાપનાત્મક છે. કારણુતાથી દ્રવ્યાત્મક છે, અને કાર્યતાથી ભાવાત્મક છે. જેમ ઘટાદિ પૂલ વસ્તુઓ નામાદિ ચાર સ્વરૂપની છે, તેમ શબ્દાદિ સૂક્ષ્મ વસ્તુઓ અને જ્ઞાનાદિ અમૂર્ત વસ્તુઓ પણ નામાદિ ચાર પ્રકારની છે. ઘટને જેમ નામ, આકાર ઇત્યાદિક છે, તેમ શબ્દને અને જ્ઞાનને પણ છે. ઘટને સ્કૂલ આકારાદિ છે, તો શબ્દ અને જ્ઞાનને અનુક્રમે સૂક્ષ્મતર અને સુક્ષ્મતમાદિ આકારો છે. જ્ઞાનને રૂપ નથી પણ આકાર અવશ્ય છે. જેનશાસ્ત્ર મુજબ અમૂર્ત વસ્તુઓને રૂ૫ (colour) માનેલ નથી, પણ આકાર (form) માનેલ છે.
નામ, સ્થાપના અને દ્રવ્ય; એ ત્રણમાં જેકે ભાવશૂન્યત્વ એ ધર્મ સમાન છે, તો પણ-અન્ય ધર્મોથી પરસ્પર ભેદ પણ છે. એ ભેદ પાડવામાં પણ એ પ્રત્યેકના નામાદિ ચાર ભિન્ન ભિન્ન છે, તેથી જ ભેદ પડે છે, પણ બીજાથી નહિ. મહાવીર શબ્દરૂપ નામને જેમ (૧) નામ છે, તેમ () (અક્ષરનો) આકાર છે. એ અક્ષર જે શાહી વગેરેથી બન્યા છે, તે (૩) દ્રવ્ય છે. અને તે અક્ષરોથી જે કાર્ય થાય છે, તે જ તેને (૪) ભાવ છે. એ જ રીતે સ્થાપનાને પણ નામાદિ ચાર છે, અને દ્રવ્યને પણ નામાદિ ચાર છે. સ્થાપનાનું સ્થાપના એવું (૧) નામ, તેની અમૂક (૨) આકૃતિ, તેનું અમૂક પાષાણાદિ (૩) દ્રવ્ય, અને તેનું અમૂક પ્રકારનું જ્ઞાનાદિ કરાવવા રૂ૫ કાર્ય એ (૪) ભાવ છે, તથા દ્રવ્યનું દ્રવ્ય એવું (૧) નામ, ઉન્હણ વિફણ-કંડલિતાદિ-આકારથી વિલક્ષણ નિર્વિકાર (૨) આકાર, પૂર્વોત્તરાદિ અવસ્થારૂપ (૩) દ્રવ્ય, અને અમુક પ્રકારના બોધને કરાવવાદિ કાર્ય રૂ૫(૪)ભાવ.
એ રીતે નામાદિ ત્રણમાં જેમ પરસ્પર સમાનતા છે, તેમ પરસ્પર ભેદ પણ સિદ્ધ છે, અને તેનું કારણ પ્રત્યેકના નામાદિ ચાર ભિન્ન છે, તે જ છે જેમ દૂધ અને છાસમાં દ્રવ્યત્વ અને તત્વ સમાન છે, છતાં બન્નેનાં કારણુદિ, કાર્યાદિ અને સ્વરૂપાદિ જુદાં છે, તેમ નામાદિ ત્રણમાં ભાવશૂન્યત્વાદિ સમાન છે, તોપણું પરસ્પરના કારણુદિ, કાર્યાદિ અને સ્વરૂપાદિ જુદાં છે.
૧. નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણનાં ત્રણ જુદાં નામો છે. ૨. નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણના ત્રણ જુદા આકારે છે.
For Private And Personal Use Only