________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન તપ અને અણુહારી વસ્તુઓ
લેખક : શ્રી. વૈદ્યરાજ હિમ્મતલાલ કે. શાહ, બી. એસસી. જૈનધર્મ તપના પ્રભાવે જગતમાં ઉજળો છે. અને જિનેશ્વરની આજ્ઞાને અનુસરનારા જેમાં અન્ય ધર્મીઓ કરતાં ઉપવાસાદિતપને મહિમા ઘણો માટે દેખાય છે. આ કારણે જેને ધર્મની મહત્તા જગતમાં પ્રસિદ્ધ છે. “ રૈના” વગેરે અન્ય મતવાદીઓએ ઉચ્ચારેલ પદ ઉપરોક્ત કથનની સાક્ષી પૂરે છે. ઉપવાસાદિ તપ એટલે કેવળ શરીરને શોષણ કરવાપણું નથી; માનસિક, કાયિક તથા વાચિક અનેક દોષોથી નિવૃત્ત થઈ ગુણપૂર્વક સારી રીતે ન રહેવું તેમાં જ ઉપવાસ વ્રતની સાર્થકતા છે. ગુણ વગરની અને વિવેક રહિત તપશ્ચર્યા માત્ર કાયાને કલેશ કરવા રૂપ છે. અને તેથી જ તેનું ફળ જોઈએ તેવું મળતું નથી.
ભગવાન મહાવીરના શાસનમાં ઉત્કૃષ્ટ તપ છ મહિનાનો કરવાની શક્યતા છે, છતાં ચંચળ વૃત્તિના મનુષ્યમાં માનસિક વ્યાપાર સાથે શારીરિક વ્યાપારને યથાયોગ્ય સંબંધ નહિ રહેવાથી ચાલુ તપ દરમ્યાન ઘણી વખત પ્રકૃતિ બગડવાને પ્રસંગ આવે છે. તપઠારા કર્મ નિજા કરનાર મનુષ્ય માટે આ એક કરુણ પરિસ્થિતિ છે, છતાં તપને બાધા ન આવે અને પચ્ચખાણુનો ભંગ ન થાય તેવા આગાર-અપવાદ જ્ઞાની પુરુષાએ મૂકેલાં છે, જેમાં ઔષધરૂપે અણુહારી વસ્તુઓનો ઉપયોગ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ તપની શરૂઆતમાં પચ્ચખાણ લેવાની ગુરુ આજ્ઞા છે અને સદરહુ પચ્ચખાણની અંદર ચારે પ્રકારના આહાર : અશન, પાન, ખાદિમ, સ્વાદિમને નિષેધ કરવામાં આવે છે. એટલે બુદ્ધિને વધારે પડતી બહેલાવવાની ટેવવાળા કેટલાક માણસો કવલાહાર, રામ આહાર, એજ આહાર વગેરેની ચર્ચા કરી, જાણે દૂધમાંથી પિતરાં કાઢતાં હોય તેની માફક, ડોકટરી ઇલાજો, ઇજેકશને આદિને ઉપયોગ કરતા જણાય છે. આવા પ્રકારના ઉપયોગથી તપ અનુષ્ઠાનપૂર્વક આચરી શકાય નહિ. અને તેથી તે પરત્વે લાલ બત્તી ધરવાની જરૂર છે. નહિતર કાળે કરી તપનો મહિમા મામૂલી બની જવા સંભવ છે. પચ્ચખાણ ત્યામ ધર્મનું સ્વરૂપ છે અને તે લીધા પછી આત્માને પુગળ ભાવ દૂર કરી તેને સમભાવમાં પરોવવાનો છે.
અણુહારી ચીજોનો ઉપયોગ તપશ્ચર્યા કરનાર માટે રાજમાર્ગ નથી; પણ ફક્ત વૈદક દૃષ્ટિએ વ્રત દરમ્યાન આવી પડતી શારીરિક આપત્તિ વખતે કઈ રીતે શરીરને ટકાવી રાખવું, અમર ક્યા ઉપાયો જવા તે માટે અપવાદરૂપે સેવન કરવા માટે છે.
જૈન સાહિત્ય ત્રિકાલાબાધિત છે, અને તેનાથી કંઈ પણ વિજ્ઞાન અજાણ્યું નથી. અન્ય સાહિત્યની માફક ઔષધિશાસ્ત્રમાં પણ જૈન મહર્ષિઓએ અમુલ્ય ફાળો આપ્યો છે, પણ કાળને મહિમા એ વિચિત્ર છે કે પાશ્ચાત્ય દવાઓના મોહમાં આપણા દેશમાં થતી ઔષધીઓ આપણને નમાલી લાગે છે. તપ દરમ્યાન થતી અનેક વ્યાધિઓને દબાવવા માટે ગ્ય આયુર્વેદિક દવાઓ અને દિવ્ય જડીબુટ્ટીઓની યોજના જ્ઞાનીઓએ કરેલી છે.
ઓછામાં ઓછી ઔષધિના ઉપયોગથી લગભગ બધી વ્યાધિઓને અમુક અંશે અંકુશમાં લાવવાની યોજના એ મહર્ષિઓનાં જ્ઞાન માટે પ્રશંસા માગી લે છે. આવી દવાઓના ઉપયોગ તરફ તપશ્ચર્યાના હિમાયતી મનુષ્યો તથા વૈદ-ડાકટરનું ધ્યાન ખેંચવું જરૂરી છે. પરંપરાથી વપરાતી અણુહારી ચીજોની વ્યાખ્યા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ આ રીતે બધેિ છે
For Private And Personal Use Only