________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ હાથી મઢે ચઢી ઘણે દૂર નીકળી જાય છે, અંકુશથી વશ થતો નથી, માવતને ફેંકી દે છે. હાથીને કાબુ બહાર ગયેલો જોઈ પતિ-પત્ની સામે આવી રહેલા વડની વડવાઈએ લટકવાનું નક્કી કરે છે. હાથી એ વડ હેઠળ આવે છે ત્યાં દધિવાહન વડવાઈ પકડી લે છે, પણ ગર્ભવતી પદ્માવતી તેમ કરી શકતી નથી. હાથી તેણીને આગળ અરણ્યમાં લઈ જાય છે. એક જગ્યાએ એ પાણી પીવા થોભે છે ત્યાં ધીરે રહી રાણું ઊતરી જાય છે. મહામહેનતે જંગલમાંથી પાણી એક કુલપતિના આશ્રમે આવે છે. ત્યાંથી સમીપના નગરમાં આવે છે, અને ગર્ભની વાત ગૂઢ રાખી, શિયળના સંરક્ષણ અર્થે સાધ્વીજીવન સ્વીકારે છે. એમાં અભ્યાસ પડતાં એની લગની લાગે છે. ગર્ભવૃદ્ધિ પામતાં ગુરુજી ઠપકે આપે છે ત્યારે સાચી બીના કહે છે અને મેગ્યકાળે પુત્રને જન્મ આપે છે. એ પુત્રનું નામ કરવુ. એ સંબંધી વધુ ઇતિહાસ પ્રત્યેકબુહરાસ' કિવા “ચમત્કારિક યોગ” નામક પુસ્તક વાંચવાથી જાણી શકાશે.
દધિવાહનને પોતાની પ્રેયસી પદ્માવતીનો વિરહ ઘણે સાલે છે. શેધ કરાવવા છતાં એને પત્તો લાગતો નથી. મંત્રીઓ રાજકાર્યમાં ડગલે પગલે રાણીની અગત્યતા જણાતાં રાજાને માંડમાંડ સમજાવી ધારણ નામ ભાયાતકન્યા સાથે પાણીગ્રહણ કરાવે છે. એની પુત્રી તે વસુમતી ઉષે ચંદનબાળા.
પદ્માવતી તે પુત્રને જન્મ આપી કાયમ સાધ્વીજીવનમાં રક્ત બની હોવાથી તેણીને પુનઃ સંસારમાં આવવાપણું સંભવતું જ નથી. અલબત્ત, પુત્ર-પિતા વચ્ચે એટલે કે રાજવી કરકંડુ અને ભૂપ દધિવાહને વચ્ચે રણસંગ્રામ જામે છે ત્યારે સાધ્વીવેશમાં આવી પદ્માવતી સાચી સ્થિતિ સમજાવી ઉભયનાં હથિયાર હેઠાં મૂકાવે છે.
ધારણ તે સૈનિકનો શબ્દ સાંભળતાં જ હીરો ચૂરી આપઘાત કરે છે. આ બન્ને પ્રસંગો જોતાં ઉભય રાણીઓ દધિવાહન ભૂપાલની હતી એ ચોક્કસ વાત, છતાં જુદી જુદી હતી એ પણ એટલું જ ચોક્કસ છે. માત્ર નામને ફેર કહેનારા ઇતિહાસથી અનભિજ્ઞ છે એમ માનવું જ પડે.
વહેવારમાં સગી બહેનને બદલે આવેલી અન્ય કન્યા પણ બહેન રૂપ જ લેખાય છે. એ હિસાબે પદ્માવતીને સ્થાને આવેલી ધારણી, મૃગાવતીની બહેન જ લેખાય; અને એની છોકરી ચંદના એની ભાણેજ થાય.
કૌશાંબામાં લાંબા સમયથી ચંદનબાળા રહેતી હોવા છતાં ન તે મૃગાવતી તેણીને ઓળખે અથવા તે માસી એવી મૃગાવતીને પિછાણી શકે એ એક આશ્ચર્ય જ ગણાય. પણ ઉપર પ્રમાણે એ જ્યાં પુત્રી જ ધારણીની હતી ત્યાં એને ન તો મૃગાવતીએ જોઈ હતી છે, ન તો પોતે મૃગાવતીને જોઈ હતી એ વાત ઘટી શકે.
આ ઉપરાંત નૃપ દધિવાહનને ત્રીજી અભયા નામે રાણી હોવાનો સંભવ પણ છે. પણ એ વાત આ ચર્ચામાં અપ્રસ્તુત હેવાથી અહીં વિચારવાનું રહેતું નથી. કરકંડુના પિતા દધિવાહન અને માતા પદ્માવતી, ચંદનબાળાના પિતા દલિવાહન અને માતા ધારણી એમ ઉપરના પ્રસંગેથી સ્પષ્ટ સમજાય છે અને એ ધ્યાનમાં રાખીને જ લેખકે પ્રત્યેકબુદ્ધચરિત્ર' યાને ચમત્કારિક યોગમાં તેમજ “પ્રભાવિક પુરુષો ભાગ ૧ માં એ રીતે જ ઉલ્લેખ કર્યો છે.
For Private And Personal Use Only