________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ ].
શ્રી જૈન સત્ય પ્રકાશ
1 વર્ષ ૧૦
અમારા સ્વજન તરીકેના સંબંધને આ નવમ ભાવ.”
પુણ્ય જન્મ છે આ મહાત્માને. ઉજવ્યા છે એને જન્મ દિવ્ય પુરુએ. - હેય એ બાલ્યાવસ્થામાં સર્વ ગુણને ભંડાર. અમૃતમય હોય એનું ગૃહસ્થજીવન. તજે એ પરિગ્રહને. કલ્યાણકારી તીર્થને પ્રવર્તાવવા થયે છે એ મહાભિક્ષુ. સાધી રહ્યો છે એ વજનાભના ભવની અધુરી મધુરી ભાવનાઓ. આવીને ઊભે છે એ પુણ્ય પરિપાકના આરે. આરાધ્ય આરાધનાને આરાધી રહ્યો છે એ. જીવન મરણનાં, અને બધાં ય ધોનેપાર પામવાને માટે, પ્રવર્તન થઈ રહ્યાં છે : એનાં ઉજળાં જ્ઞાન, સ્વપરનાં કલ્યાણની દષ્ટિએ. એ છે યુગકલ્યાણને દ્રષ્ટા અને અષ્ટા. અધૂરાં છે હમણું એ એનાં દર્શન ને સર્જન, મથી રહો છે એ એની અધૂરાને પૂરવા. અવલોકશે એ પ્રકાશ ને નિર્મળતાની પૂર્ણતા. અલ્પ સમયમાં જ બનશે પૂર્ણ પુરુષ એ.
એ છે સાધકદશામાં હાલ સારી સષ્ટિને સૌ એક મહાપુરુષ. શીતળ છે એની છાયા કલ્પવૃક્ષથી ય વધારે. પથ્થર છે એની આગળ પેલો ચિન્તાચૂરક ચિન્તામણિ, અને કામની દેધક કામધેનુ, એની સરખામણીમાં એક પામર પશુ છે. વરસે છે એની આંખમાંથી સદા ય સમતાનાં અમૃત, અને કરણની કામળતા. એના ચહેરાની લહરીઓ શિતળ કરે છે. ત્રણેય ભૂતલને. પુનીત કરે છે એનાં પુણ્યપતાં પગલાં અપુનીત પૃથ્વીના હૈયાને. પ્રવર્તી રહ્યો છે એ મહાનિગ્રંથના પંથે. પિતાના માટે એને જીવનમાં કે જોઈતું નથી. જીવે છે એ પ્રાયઃ જગતકલ્યાણની કામનાઓ. જગતને દુઃખથી ઉદ્ધારવા એ કાયાને ભાર ઝીલે છે. જગતની મહામડી છે એ એની અણમેલ કાયા. ને ચુકવી શકાય એવાં છે, પરમા પ્રવર્તતીએ કાયાનાં માલ. નથી દેતે પીડા કેઈને એ શરીર સંરક્ષવા. પ્રહણ કરી શકે છે એ શુદ્ધ નિર્દોષ આહારને. નથી જાણતી આજની જનતા એના આહારનો વિધિ.
For Private And Personal Use Only