________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગડુ કવિત્ત
સંગ્રાહક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) અહીં પ્રગટ કરવામાં આવેલું “જગડુકવિ શ્રી ચારિત્રવિજયજી જૈન જ્ઞાનમંદિરમાંના એક હરતલિખિત પાના ઉપરથી ઉતારવામાં આવ્યું છે. આની રચના ચારણી ભાષામાં અને સયા છંદમાં થયેલી જણાય છે. આ ઉપરથી ચારણ લોકોના હૃદયમાં પણ દાનવીર જગડુ પ્રત્યે કેટલો પ્રશંસાભાવ હતો તે જણાઈ આવે છે. આ કવિત્તના રચયિતા કેણું છે અને એની રચના કયારે થઈ છે, એ સંબંધી કશી માહીતી મળી નથી.
જગડુશાહના વખતમાં જ્યારે દેશમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે જગડુશાહે કયા કયા રાજાઓને કેટલું કેટલું અન્નદાન કર્યું હતું, તેમજ કેટલાં અન્નક્ષેત્રો છેલ્યાં હતાં એ વગેરેનું વર્ણન ચારણી ભાષાની આ કૃતિમાં કરવામાં આવેલ છે. તે વખતના રાજા જગડુશાહ પ્રત્યે કેટલી માનની લાગણી ધરાવતા હતા એ વસ્તુ કવિએ આ કવિત્તમાં વ્યક્ત કરી છે.
પિતાના એકલા હાથે ત્રણ ત્રણ દુકાળની સામે ઝઝૂમીને જનતાનું રક્ષણ-પોપણ કરનાર આ દાનવીર જગડુશાહ ધમેં જેન હતા એ જૈનધર્મને માટે ગૌરવની બીના છે. જગડુશાહે કેટલી દાનશાળાઓ સ્થાપી હતી તેમજ કેટલા રાજાઓને અન્નની સહાય કરી હતી તે બીના આ કવિત્તમાં નીચે મુજબ આપી છે
જગડુશાહે સોરઠ, ગુજરાત, રેવાકાંઠાના પ્રદેશમાં ૩૩ દાનશાળાઓ સ્થાપી હતી; મારવાડ, ધાટ અને કચ્છમાં ૩૦ દાનશાળાઓ સ્થાપી હતી; મેદપાટ, માળવા, ઢાલમાં ૪૦ દાનશાળાઓ સ્થાપી હતી. આ ઉપરાંત બીજી નવ દાનશાળાઓ પણ ખુલ્લી મૂકી હતી.
આ રીતે દાનશાળાઓ સ્થાપવા ઉપરાંત જગડુશાહે ગુજરાતના મહારાજા વીસલદેવને આઠ હજાર મૂડા, સિંધના રાજા હમીરને બાર હજાર મૂડા, દિલ્હીના સુરતાણને એકવીસી હજાર મંડા, માલવપતિને અઢાર હજાર મૂડ અને મેવાડના મહારાણુને બત્રીસ હજાર મડા અનાજની સહાયતા આપી પોતાની કીર્તિ અમર કરી હતી, અને પિતાના અહિંસાપ્રધાન જેનધમને દીપાવ્યું હતું.
દાનશાળાઓમાં અને બીજી રીતે મળી જગડુશાહે કુલ ૮૦૬૦ ૭૦૫૦૭૨૫ પ્રમાણ અનાજનું દાન કર્યું હતું એમ આ કવિત્તમાં સૂચવાયું છે. રાય અને રંક બને માટે એની દાનશાળાનાં દ્વાર સદા માટે ખુલ્લાં રહેતાં હતાં. આ રીતે ત્રણ વર્ષ સુધી અન્નદાનને ધોધ વહેવરાવનાર જગડુશાહ બહોંતેર વર્ષનું લાંબું અને યશસ્વી જીવન પૂરું કરી જ્યારે સ્વર્ગવાસી બન્યા ત્યારે રાય અને રંક બધાએ પિતાને શેકપ્રદર્શિત કર્યો હતો. જગડુશાહના સ્વર્ગ વાસ નિમિત્તે જનતાએ તબેલ (પાન) ને ત્યાગ કર્યો હતો, દિહીપતિ સુરતાણે પિતાને મુગટ પૃથ્વી પર મૂકી પિતાની લાગણી દર્શાવી હતી અને સિંધપતિ હમીરે દશ દિવસ લગી ભજનને ત્યાગ કરી તેમને બહુમાન આપ્યું હતું
મહારાજા કુમારપાળના વખતમાં મહુવામાં થયેલ જગડુશા અને આ જગડુશા બન્ને ભિન્ન વ્યક્તિ છે એ ખ્યાલમાં રાખવું. એ પ્રાસંગિક આટલું વિવેચન કર્યા પછી મૂળ કવિત્ત નીચે આપવામાં આવે છે. આ
अथ कवित जगडुसाहरा लिख्यते । सुंदर सुर सुविचारें, जोए चेला सरग जोतां । तारा चन्द फरन्त, होसी संघारह केतां। वात दोष विचार, काल दस दोय कहीजे । जगड जगत जीवाड, दान अन्न प्रथमी दीजे ।
For Private And Personal Use Only