________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪ ] શ્રી એન સત્ય પ્રકાશ
વર્ષ ૧૦ દેખાવ હોય છે, અમે એવી વણી જેન તિઓ જોઈ છે. ખાસ કરીને શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિને તે આગળના જમાનામાં પાછળના ભાગમાં જરૂર વાળની આકૃતિ દેખાડાતી હતી. બૈદ્ધ મૂર્તિ આવી નથી દેતી. આમાં કાઉસ્સગીયાની મૂર્તિ સાફ દેખાતી હતી. મતિની રચના વગેરે જોતાં આ મૂર્તિ ચાર હજાર વર્ષની જૂની પણ નથી જ દેખાતી. હાં પ્રાચીન છે એમાં તો સંધ જ નથી. આ કાઉસગ્ગીયા ખંડિત છે એ જોઈને દુઃખ પણ થયું. - આ બધું જોઈ ગામ બહાર તળાવ ઉપર રહેલી એક જેને મતિનાં દર્શન માટે ગયા. મતિ ખંતિ છે; ગળાથી નીચેને જ ભાગ છે. આ મૂર્તિ પણ પ્રાચીન જ હશે એમ લાગ્યું. આ મૂર્તિ તળાવને સામે કાંઠેથી મળી છે. ત્યાં અને જ્યાં અત્યારે આ મૂર્તિ છે એ બન્ને ઠેકાણે ઊગે ટીબો છે. જૂની ઈટો વગેરે દેખાય છે. દાણુ કામ થાય તે જરૂર કંઈક પ્રાચીન અવરો મલી આવે ખરાં. અત્યારે જે સ્થાને આ મૂર્તિ છે ત્યાં નજીકમાં બેદાણ કરાવતાં ભોંયરું દેખાયું હતું, પરંતુ ઉપદ્રવથી દાણુ કામ બંધ કરાવ્યું એમ ગામવાળા કહેતા હતા. આની પાસે એક ઓગણીસમી સદીને પાળીયા-આકૃતિવાળો પથ્થર છે, અહીંથી બે ખેતરવા દૂર ઝાડ નીચે એક મહાદેવજીની જૂની મોટી મતિ છે. અહીંની અજ્ઞાન જનતા વર્ષાઋતુની શરૂઆતમાં અહીં ઘડા ફોડે છે. ખાસ કરીને મહાદેવજીની મૂર્તિના માથા ઉપર ઘા વધુ ફેલાય છે.
આવી જ રીતે તે ગામની સામે બાજુ એક દેવીનું મંદિર છે ત્યાં પણ બહારના ભાગમાં જૈન મંદિરના શિખર ઉપર જે બાવલાં રહે છે તેવું એક પૂતળું છે. અહીંના લોકે કેટલાક તેને હનુમાનજી કહે છે. આ સિવાય એક રાજપુતને ત્યાં એક ટેકરા જેવું હતું તે પણ જોયું. આ સ્થાનને એ પ્રભાવ છે કે અહીં કેઈ નથી રહી શકતું; નથી તે પશુઓ બાંધી શકાતાં કે નથી તે કોઈનું ઘર ટકી રાકતું. જે અહીં રહે છે તે દુખી દુઃખી થઈ આખરે થાકી જગા છોડી દે છે. અમે ત્યાં ગયા. જોતાં એમ લાગ્યું અહીં કઈ મંદિરનું સ્થાન છે, કઈ આશાતના ન કરશે. અને ખેદાણ કરવાથી કંઈક મદિર વગેરે દેખાશે એમ લાગે છે. અહીંના રાજપુતે બધા વાઘેલા રાજપુતે છે. આ ભાઈઓને પણ આપણું મંદિર ઉપર સદ્ભાવ છે.
અહીંથી અમે ચાણસ્મા જઈ પુનઃ કંઈ આવ્યા. તીર્થના ઉહારની જરૂર છે અને તે માટે એક કમિટી પણ સ્થપાઈ છે. ત્યાંના સંધને કુસંપ મીટાવી તીર્થ અમદાવાની કમિટીને સેંપાવ્યું કમિટીમાં અમદાવાદ, ચાણસ્મા, હારીજ, કબજી, શંખલપુર વગેરે ગામના ભાઈઓ છે. આ કમિટીમાં પ્રમુખ તરીકે શ્રી લાલભાઈ ઉમેદચંદ લા છે. આ પછી અમદાવાદમાં પુનઃ તેનું બંધારણ અને વિસ્તૃત કમિટી પણ નિમાઈ છે અને મંદિરમાં જરૂરી સુધારા વધારાનું કામ પણ શરૂ થઈ જશે. ફાગણ શુદિ બીજને મેળા પણ સારો ભરાયો હતે. બીજી ધર્મશાળા માટે જમીન પણ લેવાઈ ગઈ છે. આ તીર્થને જલદી જીર્ણોદ્ધાર થઇને પ્રકાશમાં આવે એ જ શુભેચ્છા છે. આ તીર્થના જીર્ણોદ્ધાર માટે અને તેને વધુ પ્રકાશમાં લાવવા માટે નવી નીમાયેલી કમેટી અને તેના પ્રમુખ શ્રી લાલભાઈ જાની તીવ્ર લાગણી છે. જેન સંઘે આ તીર્થના જીર્ણોદ્ધારમાં રસપૂર્વક ભાગ લઈ યથાશક્તિ પિતાને ફાળો આપવાની જરૂર છે.
(ચાલુ),
For Private And Personal Use Only