SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] કેટલાંક પ્રાચીન એતિહાસિક સ્થાને ચાવતીની અજબ છટાથી આ ધમ્મચક્રવદી બિરાજમાન છે. શ્રી મૂળનાયક પ્રભુની અતિ પ્રાચીન ભવ્ય અને પ્રશાંત મુખવાવાળી છે. શ્રી મૂલનાયકજીનાં દર્શન થતાં જ કામ સમાજને બ્લેક યાદ આવી જાય છે, પ્રદક્ષિણાના પાછળના ભાગમાં એક પરિકર છે. અસલ જે સ્થાને આ મૂર્તિ બિરાજમાન હતી તે સ્થાન પણ બતાવાય છે. થોડાક ચમત્કાર–મંદિરમાં રાત્રિના ઘણી વાર વાજિંત્રના નાદ સંભળાય છે. કેટલીવાર આરતિ ઊતરતી હોય એવું સંભળાય છે. એક વાર તે દિવસે જ બે વાગ્યાથી સાર વાગ્યા સુધી ખુબ વાજિંત્રના નાદ સંભળાયા. આજુબાજુની જનતા આ વાજિંત્રના નાદ સાંભળવા એકત્ર થઈ ગઈ. બધાયે ખૂબ શાંતિથી આ નાદ સાંભળ્યા અને દરવાજે ઉધાડતાં જ બધું અલોપ થઈ ગયું. વળી એકવાર સુંદર તાલબદ્ધ નૃત્ય, સંગીત અને વાજિંત્રતા નાદ સંભળાયા હતા. કોઈક કોઈક વાર તે મદિરમાંથી સંબંધી ધૂપની ખુષો ચોતરફ આવતી હતી. આવું આવું તો ઘણુયે વાર બને છે. અહીંના પટેલ અને રાજપુ પણ આ વસ્તુ શ્રદ્ધાપૂર્વક માને છે અને કહે છે. કેટલાક તો માનતા પણ માને છે અને તેમની માનતાઓ પૂરી થયાનું પણ કહે છે. અને પ્રભુ શ્રદ્ધાથી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીને માને છે. તેમજ આજુબાજુના ગામડાનાં જેનો અહીં યાત્રાએ આવે છે, સંઘ લાવે છે. ગામમાં એક મહાદેવજીનું પ્રાચીન શિવાલય છે. એની બાંધણી અને રચના પ્રાચીન છે. અહીં અમે એક આશ્ચર્ય જોયું. જેનેએ મુસલમાની જમાનામાં જૈન મંદિરની રક્ષા માટે મંદિરની એક બાજુ કયાંક કયાંક મસિદના આકાર બનાવ્યા છે; અને એ નિમિત્તથી મંદિરની રક્ષા પણ કરાવી છે. પરંતુ શિવાલય ઉપર અમે મસિદનો આકાર હતો ને. જ્યારે અહીંના શિવાલય ઉપર મદિને આર સ્પષ્ટ દેખાય છે. આ ઉપરથી મુસલમાની જમાનાની અસર બધાયને એક સરખી થઈ છે એ દેખાયું. મહાદેવજીના મંદિરથી આગળ એક ભૈયા જેવા સ્થાનમાં એક પ્રાચીન ઊભી જિન મુક્તિ-કાઉસગ્ગીયા છે. એક ભાઈએ કહ્યું અમારા મુનસ્ક સાહેબ સહી ગયા છે કે આ મૂર્તિ ચાર હજાર વર્ષની નાની છે અને તે બૌદ્ધ મૂર્તિ છે.” અમે કહ્યું ચાલો જોઈએ. અમે જોતાં જ કહ્યું આ બૌહ મૂર્તિ નથી તેમજ ચાર હજાર વર્ષ જેટલી જૂની પણ નથી. નીરાંતે બેસી માટી કાઢી નાંખી ધ્યાનથી નિરીક્ષણ કરી એ ભાઈને કહ્યું; જેવું આપણું પરિકર છે અને તેની બન્ને બાજુ કાઉસગ્ગીયા છે તેવા આ કાઉસગ્ગીયા છૅ. પેલા ભાઈ કહે પણ સાહેબ માથા ઉપર વાળની જટા છે તે ઉપરથી મુનસફ સાહેબે આને ચાર હજાર વર્ષની જની બૌદ્ધ તિ કહી હતી. અમે કહ્યું,-એ વાત ઠીક નથી. જૈન તીર્થકરોની મૂર્તિઓને પણ માથે વાળને (૧) પાટણમાં મનમેહનશેરીમાં મનમેહન પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. (૨) બુરાનપુરમાં શ્રીમનહન પાર્શ્વનાથજીનું મંદિર છે. અહીં શ્રી મનમોહન પા. નાથજીના ધણું ચમત્કારે પણ દેખાય છે. આવી જ રીતે મીયાગામ, સુરત, ખંભાત, મોઢેરા અને લાડોલ (તા. વિજાપુર) વગેરે સ્થાનમાં પણ ચમત્કારી શ્રી મનમોહન પાર્શ્વનાથજીનાં સુંદર જિનમંદિરે છે. આ સિવાય બીજું સ્થાનમાં હોય તે (પ્રગટપ્રભાવી પાતા પૃ. ૧૨૨) જરૂર કોઈ પ્રસિદ્ધ કરે એમ ઇચ્છું છું. For Private And Personal Use Only
SR No.521610
Book TitleJain_Satyaprakash 1945 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy