________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ પત્ર ભરત ચક્રવર્તીના પુત્ર રૂપે, શ્રીકષભદેવ પ્રભુના એક મુનિ તરીકે અને એક નૂતન મત પ્રરૂપકરૂપે આ૫ણુ સમક્ષ આવે છે. એમનું નામ મરીચિકુમાર હતું. શ્રી ઋષભદેવ પ્રભુના પ્રથમ સમવસરણ સમયે જ મરીચિ સાધુજીવન સ્વીકારે છે. પણ ચારિત્રાવરણય કર્મના ઉદયથી એમનું પતન શરૂ થાય છે. ગરમીની ઋતુ છે, તરસ લાગે છે, પરસેવો વળે છે, વસ્ત્ર મેલાં થાય છે, ધૂળના વાળ ઊડે છે. બસ, આ સમયે ચારિત્રાવરણીય કર્મના ઉદયથી એમના વિચાસમાં પરિવર્તન થાય છે. “ xx કષ્ટથી કાયર એવા મરીચિએ લિંગને નિર્વાહ કરવાને ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો.” આમાં એક બીજો પ્રસંગ બન્યોઃ ભરત ચક્રવતીએ ત્રષભદેવ ભગવંતને પૂછ્યું છે કે આપની સભામાં આ ચોવીશીમાં થનાર કેઈ તીર્થંકરને જીવ છે ખરે? શ્રી ઋષભદેવ પ્રભુએ કહ્યુંઃ તારો પુત્ર મરીચિ આ ચોવીશીના અંતિમ તીર્થંકર થશે, તેમજ પ્રથમ વાસુદેવ અને મહાવિદેહમાં ચક્રવતી પણ થશે. આ શબ્દ જ્યારે ભારતચાવતી મરીચિને કહે છે ત્યારે એને આત્મિક આનંદ સાથે નમ્રતા–વિનય આવવાં જોઈએ એને બદલે એમનામાં અભિમાનને અતિરેક થાય છે કે-હું વાસુદેવામાં પહેલે, મારા પિતા ચાવતીઓમાં પહેલા, મારા દાદા તીર્થંકરોમાં પહેલા. હું વસુદેવ, હું ચક્રવતી, હું તીર્થંકરસંસારના બધા લાભ મને મલ્યા. “અહો ! મારું કુળ કેવું ઉત્તમ છે. એવી રીતે વારંવાર ભુજારફટ કરી જાતિમદ કરતાં નીચ ગોત્રકમ ઉપાર્જન કર્યું.” આ પછી કપિલ શિષ્યને પ્રસંગ બને છે. ત્રિદંડી મરીચિ માંદગીમાં જ શિષ્ય બનાવવા ચાહે છે અને એ ઈચ્છા પાર પાડવા કપિલના પ્રશ્નના જવાબમાં વિચિત્ર કથન કરી જાય છેઃ “કપિલે પૂછ્યું કે
ત્યારે શું તમારા માર્ગમાં ધર્મ નથી?' આવા પ્રશ્નથી તેને જૈનધર્મમાં આળસુ જાણું શિષ્યને ઈચ્છતે મરીચિ બેલ્યો કે જેના માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” આ રીતે મિયા ધર્મના ઉપદેશથી મરીચિએ કેટકેટીસાગરોપમ પ્રમાણુ સંસર ઉપાર્જન કર્યો.” મરીચિના ભવમાં બાંધેલાં આ કર્મ એમને ઘણું ભવ સુધી ઉદયમાં આવે છે, મરીચિના ભાવમાં સ્વીકારેલ ત્રિદંડીપણુના એને એવા ગાઢ સંસ્કાર પડે છે કે એ પોતાની અસ્મિતા ભૂલી અંધકારમાં આપડે છે, અને જાતિમદના પ્રતાપે હીનકુલમાં જન્મ પામે છે. આમ દેવલોક સુદ્ધાંના ઘણું ભવમાં પરિભ્રમણ કરી એ જીવ વિશ્વભૂતિ પે આવે છે ત્યારે એને વિકાસને માર્ગે પ્રાપ્ત થાય છે.
વિશ્વતિ–વિશ્વભૂતિ બહુ વીર્યવાન અને પ્રતાપી છે. એક જ મૂઠી મારી કાઠીના ઝાડ ઉપરથી કાઠા પાડે એવી એની તાકાત છે. સંસારથી કંટાળી એ શ્રી સંભૂતિમુનિ પાસે સંયમ સ્વીકારે છે, અને પિતાનાં તીવ્ર કર્મોનો ક્ષય માટે ઘોર તપ તપે છે. તેનું શરીર દુર્બલ બને છે. એક વાર ગાય સાથે અથડાતાં એ પડી જાય છે. એ જોઈ એમના ગૃહસ્થ જીવનના વિરેાધી વિશાખાનંદી એમની મશ્કરી કરે છે. “ક્યાં ગયું એ તારું બલ ' વિશ્વભૂતિને આ સાંભળી ક્રોધ આવે છે. એ ગાયનું શિંગડું પકડી ગાયને આકાશમાં ભમાવે છે અને નિયાણું કરે છેઃ “આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હું ભવાંતરે ઘણું પરાક્રમવાળો થઈ આ વિશાખાનંદીના મુત્યુ માટે થાઉં.” હાય ! અજ્ઞાનતા, પ્રમાદ, કષાય! તારી બલીહારી છે. આવા તીવ્ર તપસ્વી મુનિપુંગવને પણ ન કરવાનું કરાવ્યું. અહીં કેટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી એ મહાશક દેવલોકમાં દેવતા થાય છે. - ત્રિપૃષ્ઠ વાસુદેવ–આ પછી એ રિપ્રતિશત્રુ રાજા કે જેણે પિતાની જ પુત્રી
For Private And Personal Use Only