________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્રાપ્રિયદર્શી ઉર્ફ સંપ્રતિ મહારાજ આચરિત
અહિંસાત્રત (લેખક-ડાક્તર ત્રિભુવનદાસ લહેરચંદ શાહ, વડોદરા) પ્રિયદર્શિન તે મહારાજા અશેકનું જ બીજું નામ હેવાનું ઠરાવી જે શિલાલેખ અને સ્તંભલેખે કેતરાયેલ સારા ભારતવર્ષમાં વેરવિખેર પડયા છે તેને સમ્રાટ અશોકના બૌદ્ધધર્મના પ્રભાવક અદ્યાપિ લેખાવાયા છે. પરંતુ હવે હું એમ પ્રતિપાદિત કરી રહ્યો છું કે, અશોક અને પ્રિયદર્શિન એક નથી પણ ભિન્ન જ છે. વળી પ્રિયદર્શન તે આપણું મહાન જૈન સમ્રાટ સંપ્રતિનું જ ખરું નામ હેઈને તે સર્વે લેખે આપણું જૈનધર્મના જ ઉતસૂચક છે. પરંતુ કેટલાક–જૈન તથા અજેન વિકાને મારા મંતવ્યને ખોટું કરાવવા તેના શિલાલેખમાંના પ્રથમ શાસનને આગળ ધરી, તેમાંની છેલ્લી ત્રણ પંકિતઓ આપણું જૈન ગ્રંથવણિત સંપ્રતિના જીવન સાથે બંધબેસતી નથી એમ બતાવવા પ્રયત્ન કરે છે, આમ કરવામાં તેઓ ક્યાં ને કેટલા ભૂલે છે તે માટે નીચેને ખુલાસો કરવા જરૂર ધારું છું,
બરાબર સમજી શકાય માટે તે આખું શાસન પ્રથમ મૂળાક્ષરે તથા તેના કરાતા અનુવાદમાં ઉતારીશ ને પછી મારી માન્યતા વિરુદ્ધ જે અર્થ વિદ્વાન કરે છે તે બતાવી તેમના મનનું સમાધાન કેમ કરી શકાય છે તે રજુ કરી એટલે વાચક સ્વયં સમજી શકશે કે કયે અર્થ સત્ય છે.
प्रथम शासन (गिरनार) मूल१ (क) इयं धमलिपी देवानप्रियेन २ प्रियदसिना राजा लेखापिता (ख) इध न किं
३ चि जीवं आरभित्पा प्रजूहितव्य .४ (ग) न च समाजो कतव्यो (घ) बहुकं हि दोसं
५ समाजम्हि पसति देवानंप्रियो प्रियदसि राजा
(૧) શ્રી ગિરનારજીની યાત્રાએ જતાં, રસ્તામાં દાદરકુંડના જમણા પડખે ઉભા કરેલ છાપરાની નીચે સંરક્ષિત જે માટે શિલાલેખ પથ્થર ઉપર કોતરાયેલ છે તેમાં મહારાજ પ્રિયદર્શીએ ચૌદ શાસને કોતરાવેલ છે. તેમાંના પ્રથમ શાસનની આ હકીકત છે, અને વર્તમાન કાળે જેમ ગિરનારજીની તળેટીએ તળાવ બંધાવેલ છે તેમ પ્રાચીન સમયે આ દામોદરકુંડવાળી જગ્યાએ ગિરનારની તળેટી હેઈ, ત્યાં સંપ્રતિ મહારાજાના પ્રપિતામહ અને મૌર્યવંશના સ્થાપક સમ્રાટ ચંદ્રગુપ્ત મેટું સુદર્શન તળાવ બંધાવેલ હતું. તેનાં અવશેષો અત્યારે પણ નજરે પડે છે. આ સુદર્શન તળાવની કેટલીક હકીકત એપિગ્રાફિયા ઇન્ડિયા' પુસ્તકના અંક ૮ પૃ. ૪૭ માં અપાઈ છે. તેમાંની ઉપયોગી વસ્તુઓ મેં રચેલ “પ્રાચીન ભારતવર્ષ”ના પુ. ૨ માં પૃ. ૩૯૩ થી ૯૭, પૃ. પૂર૧૨, ૫૪ ૫ ૨૦૮ થી ૨૧૮ માં આપી છે.
For Private And Personal Use Only