________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
૬ વર્ષ ૧૯ જૈનધર્મી અન્ય રાજાઓ વગેરે વૈશાલીના ચેડા રાજાને જે તે વખતના ગણતંત્ર રાજ્યના પ્રમુખ હતા તેમણે પિતાના આખા કુટુમ્બ સહિત જૈનધર્મ સ્વીકાર્યો હતો. કાશદેશના નવમલિક જાતિના રાજાએ તથા કેશલ દેશના નવલિચ્છવી રાજાઓ પણ જેનધર્મી બન્યા હતા. કૌશાંબીને ઉદાયનવત્સ, ઉજજેનીનો ચંડ પ્રદ્યોત, વીતભયપટ્ટનને ઉદાયન રાજા, ક્ષત્રિયકુંડગ્રામને નંદીવર્ધન રાજા, પૃષ્ઠચંપાના શાલ અને મહાશાલ બે ભાઈ–રાજા ને યુવરાજ, તેનો પુત્ર ગાંગિલ, પુલાસપુરને વિજયરાજા, પિતનપુરના પ્રસન્નચંદ્ર, હરતીશીર્ષના અદીનશત્રુ, ઋષભપુરના ધનવાહન, વીરપુર નગરના વીર કૃષ્ણમિત્ર, વિજયપુરના વાસવદત્ત, સૌગંધિકના અપ્રતિહત, કનકપુરના પ્રિયચંદ્ર, ચંપાના દત્તરાજા, સાતપુરના નંદરાજા, મહાપુરના બલરાજા, દશાર્ણ દેશના દર્શાણુભદ્રરાજા, કૌશાંબી શતાનિક, શ્રાવસ્તીનરેશ, મિથીલાનરેશ, વસંતપુરને જિતશત્ર, અપાપાનગરીના રાજા હસ્તીપાલરાજા વગેરે રાજાઓ જૈનધર્મ સ્વીકારે છે. વીતભયનગરીના રાજા ઉદાયન, પિતનપુરના રાજા પ્રસન્નચંદ્ર, ચંપાપતિ શાલ અને મહાશાલ–ગાંગલી, વગેરે રાજાઓએ તો દીક્ષા લીધી છે. જમાલી આદ્રક દેશના રાજકુમાર આદ્રકુમાર વગેરે ઘણું રાજકુમારોએ પણુ દીક્ષા લીધી છે. કુબેર ભંડારી સમા શાલીભદ્રજી, ધન્નાઇ, સુપ્રસિદ્ધ ધન્યઅણગાર, રહણી ચેર, અર્જુનમાલી જેવા ધનપતિ સજજન અને સરલ તેમજ પાછળના બન્ને ચર ખૂની જેવા પણ દીક્ષા લઈ પવિત્ર થાય છે. ધર્મદાસગણિ, મેતાર્ય, અનેક તાપો, બ્રાહ્મણ, ક્ષત્રીય વિશ્ય અને શો પણ શુદ્ધ ધર્મ પામી આત્મકલ્યાણના ભાગીદાર બને છે.
ભગવાન શ્રી મહાવીરના શાસનમાં એક અભૂતપૂર્વ પ્રસંગ બન્યો તે એ છે કે તેમના ઉપદેશથી તે વખતના નવ જીવોએ આગામી ચાવીશીમાં તીર્થંકર થવાનો બંધ કરે છે, તેમાં બે તે સ્ત્રીઓ છે. એ નામો આ પ્રમાણે છે –
૧ રાજા શ્રેણિક પદ્મનાભ નામે પ્રથમ તીર્થકર થશે. ૨ પ્રભુના કાકાસુપાર્શ્વ સુરદેવ નામે બીજા તીર્થકર થશે. ૩ ઉદાયનરાજા સુપાર્શ્વ નામે ત્રીજા તીર્થંકર થશે. ૪ પિટ્ટીલઅણુગાર
સ્વયંપ્રભ નામે ચોથા તીર્થંકર થશે. ૫ દઢાયું
સર્વાનુભૂતિ નામે પાંચમા તીર્થંકર થશે. ૬ શંખશ્રાવક ઉદય નામે સાતમા તીર્થંકર થશે. ૭ આણંદ
પેઢાલ નામે આઠમા તીર્થંકર થશે. ૮ સુલસા શ્રાવિકા નિર્મળ નામે પંદરમા તીર્થંકર થશે. ૯ રેવતી શ્રાવિકા સમાધિ નામે સત્તરમાં તીર્થકર થશે.
આખરે ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ભગવાન અપાપા નગરીમાં સેલ પહેરની દેશના દેતા દેતા આસો વદ ૦)) ની પાછલી રાત્રે નિર્વાણ પામ્યા. અહિંસા સંયમ અને તપની સાક્ષાત મૂર્તિ સમા અને સંસારના પ્રાણીમાત્રના કલ્યાણકામી એવા મહાપ્રભુનું જીવનચરિત્ર વાંચી દરેકની આત્મા સવ-પરના કલ્યાણના કામી બને એ જ શુભેચ્છા !
For Private And Personal Use Only