________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને મારે - પ્રતિષ્ઠા---[૧] અમદાવાદમાં સમેતશિખરની પાળના દેરાસરમાં ફાગણ શુદિ ક ના રાજ પૂ. આ. ભ. શ્રી. વિજયેાદયસૂરિજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવી. [૨] અમદાવાદમાં શાહપુરના દેરાસરમાં ફાગણ વદિ ૧૧ ના રાજ, પૂ. આ. ભ. શ્રી. વિજયઉમંગસૂરિજી મહારાજની નિશ્રામાં શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. [૩] મુડતરા ( મારવાડ ) માં ફાગણ શુદિ ૩ ના રાજ પૂ. મુ. મ. શ્રી. તિલોકવિજયજી મ. ની નિશ્રામાં શ્રી સુમતિનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. [૪] નારમાં માહ શુદિ ૨ ના રોજ પૂ. આ. ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂ. આ. ભ. શ્રી. વિજયદાનસૂરીશ્વરજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. [૫] અમદાવાદમાં ફાગણ શુદિ ૩ ના રોજ પૂ. આ. ભ. શ્રી. વિજયપ્રેમસૂરીશ્વરજી તથા પૂ. આ. ભ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજી મ. ની નિશ્રામાં પૂ. આ. મ. શ્રી. વિજયદાનસૂરીશ્વરજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. -
દીક્ષા-[૧] છાણીમાં પૂ. આ. મ. શ્રી. માકિયસાગરસૂરિજી મહારાજે હળવદ નિવાસી ભાઈશ્રી જેઠાલાલ ગિરધરલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ પૂ. મુ. શ્રી. જયન્તસાગરેજી રાખીને તેમને પૃ. મુ. મ. શ્રી. લક્ષમીસાગરજીના શિષ્ય બનાવવામાં આવ્યા. - [૨-૪ અમદાવાદમાં મહા સુદિ ૧૪ના રોજ પૂ. આ ભ. શ્રો. વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજે અમદાવાદ નિવાસી ભાઈશ્રી ચીમનલાલ શકરચંદ. ભાઈશ્રી કાંતિલાલ કેશવલાલ કડિયા તથા કુણગેરના રહીશ ભાઈશ્રી ખેતસીભાઈને દીક્ષા આપી. દીક્ષિતાનાં નામ અનુક્રમે પૂ. મુનિશ્રી ચરણકાંતવિજયજી, પૂ. મુ. શ્રી. કલ્યાણપ્રવિજયજી તથા પૂ. મુ. શ્રી. જયધ્વજવિજયજી રાખીને તેમને અનુક્રમે પૂ. મુ. મ. શ્રી. ક્રાંતિવિજયજી પૂ, મુ. મ. શ્રી. ભદ્ર કરવિજયજી તથા પૂ. આ. ભ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૫] અમદાવાદમાં ફાગણ સુદિ ૫ ના રાજ પૂ. આ. . શ્રી. વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે વઢવાણ નિવાસી ભાઈશ્રી રતિલાલ મેહનલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ પૂ, મુ. શ્રી. તત્ત્વપ્રવિજયજી રાખી તેમને પૂ. ઉ. મ. શ્રી. ભુવનવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. | [૬–૭] ખંભાતમાં મહા વદિ ૧૦ ના રોજ પૂ. આ. ભ. શ્રી વિ જયલબ્ધિસૂરીશ્વરજી મ. દમનિવાસી ભાઈ શ્રી નવીનચંદ જયચંદમાઈ તથા ખંભાતનિવાસી ભાઈશ્રી શાંતિલાલ નંદલાલને દીક્ષા આપી. દીક્ષિતાનાં નામ અનુક્રમે ગુણાકરવિજયજી તથા સુધાકવિજયજી રાખીને તેમને અનુક્રમે પૂ. મુ. મ. શ્રી. રસિકવિજયજી તથા પૂ. મુ. મ. શ્રી. અજિતવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૮] મુંબઈમાં ગાડીજીના ઉપાશ્રયમાં પૂ. આ. મ. શ્રી. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે એક ભાઈને દીક્ષા આપી. પૂ. મુ. મ. શ્રી. ચંદનસાગરજીના શિષ્ય બનાવ્યા.
આચાર્યપદ—બુરાનપુરમાં પૂ. આ. મ. શ્રી. વિજયવિજ્ઞાનસૂઢિજી મહારાજની નિશ્રામાં પૂ. ઉ. મ. શ્રી. કસ્તુરવિજયજી ગણિને આચાર્યપદ આપવામાં આવ્યું._
- કાળધર્મ-પાંથાવાડામાં માહ શુદિ ૧૨ ના રોજ પ્રાત:કાળમાં પૂ. આ. કે. શ્રી. વિજયપૂરસૂરિજી મહારાજ તપસ્વી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
For Private And Personal Use Only