SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ અરે, તમે એક આંબાની કલમ વાવો તે પણ ફલ આવતાં અમુક કાળની અપેક્ષા રાખવી જ પડશે. અમુક કાળ થયા પછી એની ઋતુ આવશે ત્યારે જ તેને મોર આવશે. ત્યારપછી અમુક સમય વ્યતીત થયા પછી જ ખાખટી થશે અને તેમાંથી અમુક સમય વીત્યા પછી જ સ્વાદુમધુર આમ્રફલ–પાકેલી કેરી ઊતરશે. મોસમ વિનાનાં એને ફળ નહિં જ આવે. જે સદાફેલી આંબા હોય છે તે પણ વાવ્યા કે તરત જ ફલ નથી આપતા, પરંતુ કાળદેવની અપેક્ષા જરૂર રાખે છે. ભાઈઓ ! હું કાળદેવ જ આ જગતની વ્યવસ્થા ચલાવું છું, હું જ અમુક સમયે વસ્તુ ઉત્પન્ન કરું છું, અને હું જ અમુક સમયે તે વસ્તુને વિનાશ કરું છું. અરે જુઓ તો ખરા! મહારે મહિમા તો અજબ છે. શ્રી તીર્થકર ભગવંતને પણ અમુક સમયે હું જ ઉત્પન્ન કરું છું. ચક્રવતિઓ, બલદે, વાસુદે, પ્રતિવાસુદેવને પણ અમુક સમયે-જે સમય હું નક્કી કર્યું તે સમયે જ ઉત્પન્ન કરું છું. આ કાળદેવની મરજી સિવાય સંસારમાં એકપણું તણખલું ફરકી શકતું નથી. અરે દેવતા અને દેવેંદ્રો પણ મારે આધીન છે. આ ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળ પણ મારે જ અધીન છે. ભિન્નભિન્ન ઋતુઓની વસ્તુઓ પણ મારી મરજી પ્રમાણે જ થાય છે. મારી મરજી વિરુદ્ધ કેઈ ઋતુ આવી શકે નહિ; મારી મરજી વિના કઈ વનરાજી ફાલી કે ફૂલી શકે નહિ. મારા પ્રતાપે તે બાલક, બાલકના ખેલ, યુવાની, યુવાનીની મઝાઓ, કાળા ભમ્મર જેવા વાળ, મજબૂત શરીર, વૃદ્ધાવસ્થા, ધોળા વાળ, દુર્બલ અને અશક્ત શરીર, આ બધું બને છે. આ બધો મારોજ પ્રતાપ છે. સંસારનાં હવા ને પાણી, આ અનાજ, ફળ ફૂલ એ બધું મારી ઈચ્છાનુસાર જ ચાલે છે. જડ કે ચેતન ઉપર, ચલ કે અચલ દરેક વસ્તુ ઉપર મારી સંપૂર્ણ સત્તા ચાલે છે. આ હું–કાળદેવ સિવાય સંસારમાં કેઈનું ચાલ્યું નથી, ચાલતું નથી અને ચાલવાનું નથી. કાળદેવની આટલી બધી આપવડાઈ સાંભળી સ્વભાવવાદી સ્વભાવચંદ બોલી ઊઠે સ્વભાવચંદભાઈ કાળદેવ ! આટલી આપવડાઈ ન કરીએ. તારી સત્તાને કોઈ માનતું નથી. દરેક વસ્તુ સ્વાભાવિક જ બને છે. પોતપોતાના સ્વભાવ–સ્વધર્માનુસાર દરેક વસ્તુ બન્યા જ કરે છે. એક યુવાન સ્ત્રી છે, તેનું લગ્ન થયું છે, સૌભાગ્યવંતી છે; લગ્ન થયે ઘણાયે કાળ વહી ગયે, છતાં એક પણ સંતાનનું મુ ખ એ જેવા પામી નથી. બિચારી વંધ્યા હોવાથી સંતાનસુખથી વંચિત જ રહી છે. બેલે આમાં કેનો દોષ છે? જે કાળદેવના પ્રતાપે જ બધું થતું હોય તો આ સ્ત્રી કેમ નિ:સંતાન રહી? ભાઈ કાળદેવ, તમે કહ્યું કે પ્રાણી માત્ર ઉપર તમારી સત્તા ચાલે છે તો હું પૂછું છું કે પુરૂષને જેમ અમુક અવસ્થાએ મૂછ ફૂટે છે તેમ સ્ત્રીઓને કેમ મૂછો નથી આવતી ? એ તે વસ્તુને જેવો સ્વભાવ હોય છે તેવું જ થાય છે. એમાં કાળદેવ કાંઈ જ ફેરફાર કરી શકતા નથી. સ્વભાવ પાસે કાળદેવનું કશું જ ચાલતું નથી. લીંબડાના ફળ કે પાંદડાં કદી મીઠાં થાય છે ખરાં? અરે લીંબડાને કદી કેરી આવે ખરી? જેનો જે સ્વભાવ હોય તેવું બન્યા જ કરે છે. લીંબડાને કડવી લીંબોળી જ થવાની છે. વનરાજીને એ સ્વભાવ છે કે તે વસંત ઋતુમાં જ ખીલે છે. હવે શું કાળદેવમાં એટલું પરિબળ છે ખરું કે વસંત ઋતુમાં જ ખીલનારી વનસ્પતિને વસંત ઋતુ સિવાય ખીલવી શકે? જવાબમાં ના જ કહેવી પડશે. વળી મોરનાં પીંછા કે ચીતરે છે? સંધ્યાના વિવિધ રંગે કેણુ પૂરવા જાય છે ? પ્રાણીઓનાં સુંદર સ્વરૂપ કાણુ બનાવે છે? આ બાવળના કાંટા સીધા અણિદાર છે, અને બોરડીના કાંટા વાંકાટેડા અને For Private And Personal Use Only
SR No.521607
Book TitleJain_Satyaprakash 1945 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy