________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક પ ] કારણુવાદ
[ ૭૫ તીક્ષ્ણ છે, એવા કોણે બનાવ્યા છે? ફણિધર નાગ ભયંકર ઝેરીલે છે, જ્યારે એને માથે મનમેહક ચમકદાર મણિ છે. તે ત્યાં કોણ મૂકવા ગયું હશે ? પર્વત સ્થિર છે, અને વાયુ અસ્થિર છે, અગ્નિની જ્વાલા ઊંચે જાય છે અને પાણીના ધોધ નીચે પડે છે, માછલું, તુંબ, અને લાકડું વગેરે પાણીમાં તરે છે, ત્યારે પત્થર, લોઢું અને કાગડે વગેરે પાણીમાં ડુબે છે. બોલો આમાં કાળદેવ કાંઈ કરી શકે છે ખરા? આ બધું પિતપોતાના સ્વભાવાનુસાર જ બને છે. જુઓ તો ખરા સ્વભાવ શું કામ કરે છે તે કારેલું કડવું જ થાય, પરવલ મીઠુંજ થાય, સૂંઠ અને મરી તીખા જ થાય, આ બધાનો જુદા જુદા સ્વભાવ હેાય છે અને જે સ્વભાવ તેવા જ બને છે. ભાઈ કાલદેવ, તમને હું મારું માહાસ્ય કેટલું કહી સંભળાવું ઃ સૂર્ય ગરમી આપે છે, ચંદ્ર શિતલતા આપે છે, ભવ્ય જીવો જ મેક્ષે જાય છે અને અભિવ્ય છ કદી ક્ષે જતા જ નથી. ષડૂ દ્રવ્ય પિતાપિતાના સ્વભાવનુસાર જ પિતાનું કામ કરે છે. કોઈ દ્રવ્ય પિતાને સ્વભાવ તજતું નથી. માટે ભાઈ કાલદેવ ! તારું કશું જ મહત્તવ નથી. પણ દરેક વસ્તુ પોતાના સ્વભાવનુસાર જ બનતી હોવાથી મારુંસ્વભાવચંદનું જ રાજ્ય સર્વત્ર પ્રવર્તે છે.
આ સાંભળી ભવિતવ્યતારામ બેલી ઊઠયા
ભવિતવ્યતારામ ભાઈઓ, સાંભળે ! મહારી સત્તા પાસે કાળદેવ તો બિચારા અને બાપડા છે; તે તે કાંઈ જ કરી શકતા નથી. અને વસ્તુસ્વભાવવાદી સ્વભાવચંદ. પણ મારી પાસે નકામા જ છે. એમનાથીયે કાંઈ થતું નથી. જે કાંઈ થાય છે તે ભવિતવ્યતાથી જ થાય છે. ભાવિભાવ ન હોય તે કાંઈ બનતું જ નથી. જુઓ–એક માનવી ભલે મોટા મોટા સમુદ્રમાં ડુબકીઓ મારે, ભલે સમુદ્ર આખો તરીને પાર જાય, કે ઘેર જંગલમાં આથડે, ભલે કરડે યજ્ઞો કરે, પરંતુ ભવિતવ્યતા સિવાય એ માનવીને કાંઈ જ મલતું નથી; બિચારે ખાલી હાથે પાછો આવે છે. આંબાના વૃક્ષને વસંત ઋતુમાં ડાળે ડાળે મહેર આવે છે, એમાંથી કેટલાયે રહે છે અને કેટલાયે ખરી પડે છે. તેમાંથી થોડાકને જ ખાટ્ટીઓ લાગે છે અને એ ખાખટીઓ પણ ખરી જાય છે; અરે કેટલીક તો ઉપર જ પાકે છે અને કેટલીક તે અર્ધ પાકેલી જ ખરી પડે છે. જ્યારે કેટલીક તે નીચે પડીને પાકે છે. આ બધું ભાવભાવાદિ-ભવિતવ્યતારામ સિવાય બને જ નહિ. જ્યાં જ્યાં ભાવિભાવ જાય છે ત્યાં ત્યાં મનુષ્યનું મન પણ જાય છે. અર્થાત અજેય જેવું ગણતું મનુષ્યનું મન પણ ભાવિભાવને વશ છે. મને કેટલાક ભાવિભાવ, નિયતિ અને ભવિતવ્યતાના નામે પણ ઓળખે છે. નિયતિ–ભાવિભાવના પ્રતાપે જ અણચિંતવ્યું કામ થાય છે, ભાવિભાવ ને હોય અને તમે ગમે તેટલે પ્રબલ પુરુષાર્થ કરે પણ તે વ્યર્થ જાય છે. મૃત્યુપથારીએ પહો સો પુત્રને મલવા તારથી તેડાવે છે; પુત્ર ત્યાંથી એરોપ્લેનમાં બેસી પિતાના પિતાને મળવા જાય છે, ગામ બહાર આવ્યો ત્યાં તે ડોસાને પ્રાણ ઊડી જાય છે. ભાઈઓ. ભાવિભાવ સિવાય આ સંસારમાં કોઈની સાથે સંગ કે વિયોગ થઈ શકતો જ નથી. હજી વધુ દષ્ટાંત સાંભળે એક ખેડુત પોતાના ખેતરમાં પાકેલે લીલાછમ પાક જોઈ હરખાય છે. એ જાણે છે આ વરસે ધરતીમાંથી તેનું પાકયું છે, પરંતુ એનું ભાવિ એનાથી રૂઠયું; કાંત મુશળધાર અકાલ વૃષ્ટિ પડે કે કાંતે સખત હીમ પડે અને બધુંયે ઘવાઈ જાય,
For Private And Personal Use Only