________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણવાદ [ જગત વ્યવસ્થાનું નિરૂપણ કરતા સિદ્ધાંતની સરળ સમજાતી]
જગત વ્યવસ્થા માટે જેનદર્શને કારણવાદનું સુંદર નિરૂપણ કર્યું છે. જૈન દર્શને સ્યાદ્વાદને કેવું સરસ વ્યવહારુ રૂપ પણ આપ્યું છે એ આ કારણવાદ ઉપરથી સમજાય છે. જેનદર્શન સર્વજ્ઞ સર્વદશ વીતરાગ ભગવંતને દેવાધિદેવ–ઈશ્વર તરીકે માને છે; જેને દર્શને ઈશ્વરનો ઈન્કાર કદિયે નથી જ કર્યો, પરંતુ ઈશ્વરનું સ્વરૂપ એક સામાન્ય માનવીની જેમ, રાગ અને દ્વેષથી પરિપૂરિત નથી માન્યું. ઈશ્વરને આખા જગતના કર્તા, હર્તા, કે વિધાતા સ્વરૂપે ન માનતાં એ બધાંથી પર, સર્વશ્રેષ્ઠ પૂર્ણ પુરુષોત્તમ તરીકે માન્ય છે. જ્યારે ઈશ્વરે આ જગત નથી બનાવ્યું તે આ જગતની વ્યવસ્થા કેણ કરે છે ? એવા પ્રશ્નો પણ આપણી સમક્ષ ઊભા જ રહે છે, એનો જવાબ આપતાં–જગત વ્યવસ્થા માટે જેનદશને કારણવાદનું વિધાન કર્યું છે જે સંક્ષેપમાં અહીં આપવામાં આવે છે.
એકવાર મગધદેશમાં ગંડકી નદીના તીરે પાંચ મિત્રો બેઠા હતા. ગંડકીનું નિર્મલ જય ખળખળ કરતું વહેતું હતું. નદીના પ્રવાહની જેમ મિત્રોના વાર્તાલાપનો વિષય પણ બદલાતે જતો હતો ત્યાં વાત નીકળી; બીજું તો ઠીક પણ આ જગત કેમ ચાલે છે? કોણે બનાવ્યું હશે ? પાંચે મિત્રોએ આ ગહન વિષય ઉપર પોતપોતાનાં મંતવ્યો રજુ કર્યા, પરંતુ એમાં જોઈએ તેવું સમાધાન ન થયું. ત્યાં તો સામેથી બીજા પાંચ મિત્રો ચાલ્યા આવતા હતા. બધાને પરિચય સારો હતો એટલે બેઠેલા મિત્રોએ સામેથી આવનાર મિત્રો પાસે પિતાના પ્રશ્નનું સમાધાન મેળવવાનો વિચાર રાખે. આવનાર મિત્રોનાં નામ અનુક્રમે કાળદેવ, સ્વભાવચંદ, ભવિતવ્યતારામ, કર્મદેવ અને ઉદ્યમ લાલ હતાં. ઉપર્યુક્ત પ્રશ્ન જેવો તેમને પૂછવામાં આવ્યો કે ઉતાવળા ઉતાવળા કાળદેવ બોલી ઊઠયા.
કાળદેવ–-ભાઈઓ ! આપણે પાંચે મિત્રો આપણી માન્યતા આ અહીં બેઠેલા મિત્રોને સમજાવીએ અને આમ તિપિતાની વાત સમજાવતાંયે સમાધાન નહિ થાય તો આપણે સર્વજ્ઞ દેવશ્રી મહાવીર પ્રભુ પાસેથી સમાધાન મેળવીશું. જુઓ પહેલો હું જ બોલું છું. આ આખું સચરાચર જગત મારે–કાળદેવને વશ છે. કાળથી જ વરતુની ઉત્પત્તિ થાય છે, અને કાળબળે જ વસ્તુનો નાશ થાય છે. જેમકે સ્ત્રીનું લગ્ન થયા પછી અમુક કાળે જ તે ગર્ભવતી થાય છે, એ ગર્ભમાંથી અમુક સમયે જ બાલકનો જન્મ થાય છે, એ બાલક હાલતાંચાલતાં, હસતાં–બેલતાં શીખે તે પણ અમુક કાળે જ. જમ્યા પછી તરત જ ન બોલી શકે; જમ્યા પછી તરત જ ખોરાક–અનાજ ન ખાઈ શકે. એમાં કાળબળની જમ્બર અપેક્ષા રહે છે જ. હજી આગળ વધ-દૂધમાં મેળવણુ–દહીં નાંખ્યું છે છતાંયે મેળવણ નાંખ્યું કે તરત જ દૂધ જામી જતું નથી. એને જામતાં-દૂધનું દહીં થતાં તમારે કાળની અપેક્ષા રાખવી જ પડશે. એમ નહીં કરે તે કાચું દહીં નીરસ અને સર્વ વિનાનું જ રહે.
આવી રીતે એક ખેડૂતે પોતાના ખેતરમાં કેરીને ગોટલો વાવ્યો છે. ગોટલા વાગ્યે કે તરત જ કાંઈ ફળ નહિ મલે. તમે ગમે તેવું સુંદર ખાતર નાખે, પાણું પાવ કે એને અનુકુલ ઋતુ બનાવી આપો, પરંતુ ગોટલે વાવ્યો કે તરત જ ફળ નહિ આપે.
For Private And Personal Use Only