________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'अनेकान्त 'ना सम्पादक श्री जुगलकिशोरजी मुख्तारनो मर्यादा-भंग
તંત્રીતૈથી ] શ્રી જૈન સત્ય પ્રકાશના ગયાના આગલા અંક-ક્રમાંક ૧૦૩–માં વીરસેવામંદિર સરસાવાના અધિષ્ઠાતા તરફથી પ્રચાર પામતા વીરશાસનજયન્તી-ઉત્સવ સંબંધી શ્રીમાન બાબૂ બહાદુરસિંહજી સિઘીને પત્ર પ્રગટ થયા પછી ગયા અંક-ક્રમાંક ૧૦૪–માં એ જ સંબંધી પંડિત શ્રી. બેચરદાસજીએ પં. જુગલકિશોરજી મુખ્તાર ઉપર લખેલ પત્ર અમે પ્રગટ કર્યો હતે. પંડિત શ્રી બેચરદાસજીને આ પત્ર ટુંકે, મુદ્દાસરને અને જેના ઉપર લખવામાં આવ્યું હતે તેના પ્રત્યેને પોતાને ભાવ, કાંઈ પણ છુપાવ્યા વગર, સ્પષ્ટ શબ્દોમાં રજુ કરતે હતે. પણ ઘણી વખત આકરું સત્ય અકારું થઈ પડે છે તેમ સિંધીજીના કે પંડિતજીના પત્રથી આત્મ-શોધન કરવાને જે લાભ શ્રી મુખ્તારજીને મળ જેતે હતો, તેના બદલે એ પત્ર વાંચીને તેઓ છેડાઈ પડયા છે, અને “મારું તે જ સાચું ” સિદ્ધ કરવાના આવેશમાં પોતાની કલમને પૂરપાર છૂટી મૂકીને મર્યાદા-ભંગના કિનારે પહોંચી ગયા છે-એમ “વાત 'ના છેલ્લા અંકવર્ષ ૬ કિરણ –માંનું સમ્પાદકીય લખાણ વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે.
અને જેન્તિ'ના ઉક્ત અંકમાં તેમણે, અમે પ્રગટ કરેલ, સિંધીજીને અને પંડિત શ્રી બેચરદાસજીને–એમ બને પત્રે પ્રગટ ક્યા છે. અને સાથે સાથે એ બન્ને પત્રલેખકે અંગે પિતાની નેંધ લખવા પૂર્વક “જેન સત્ય પ્રકાશની વિરોધી-ભાવના” માટે પણ લાંબી જેવી નોંધ લખી છે.
શ્રીમાન સિંઘીજીના પત્ર અંગે શ્રી મુખ્તારજીને અમારા ઉપર આક્ષેપ છે, કે અમે તે મૂળ પત્રમાં ફેરફાર કરી દીધું છે. પણ મૂળ પવને જેનાર કઈ પણું વિશારશીલ માણસને જણાયા વગર નહીં રહે કે જે ફેરફારને તેઓ
સ્વેચ્છાચાર' કહીને વર્ણવે છે તે ફેરફાર કેવળ બે ચાર શબ્દના પરિવર્તન રૂપ જ છે કે જેથી મૂળ અર્થમાં લેશ પણ ફેર પડતું નથી. આ શાબ્દિક ફેરફારનું કારણ તે એ સંભવે છે કે એક વખત પત્ર તૈયાર કર્યા પછી, તે રવાના કરતી વખતે છેલ્લી પળે તેમાં કંઈ ફેરફાર કર્યો હોય, અને પત્રની નકલમાં તે સુધારો દાખલ કર રહી ગય હોય. બાકી અમે તે એ પત્ર અમને જે રીતે મળે તે રીતે જ અક્ષરશઃ પ્રગટ કર્યો છે. આવા શાબ્દિક ફેરફારને આવું મોટું રૂપ આપીને શ્રી મુખ્તારજીને આખું પાનું ભરીને લખાણ લખવું પડે તે એમ સૂચવે છે કે શ્રી મુખ્તારજી પાસે આ અંગે વધુ લખવા જેવું બીજું કશું રહ્યું નથી. અસ્તુ.
પંડિત શ્રી બેચરદાસજીના પત્ર શ્રી મુખ્તારજીને ખૂબ ગરમ બનાવી દીધા લાગે છે. આ માટે તેઓ લખે છે –
For Private And Personal Use Only