SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગચ્યા વિક્રમ—સંવત્ ૧૨૩૦. ગુજરાતમાં જાણે નવા રાજા અને નવી પ્રજાના યુગ મ`ડાયા હતા. રાજાએ અનેક આવે છે, બધાય ચાલ્યા જાય છે; ભૂતકાળના પાપાપડા નીચે દબાઈ ઘણાખરાનાં તા નામેાનિશાને મિટી જાય છે, અમર બને છે મૂડી જેટલા ગણ્યાગાંઠયા— કેટલાક પેાતાનાં સુકૃતાથી-જગતમાં સુભિક્ષ રેલાવનાર વરસાદની જેમ; કેટલાંક પેાતાનાં હલકાં નૃત્યાથી—સંસારમાં પ્રલયનું તાંડવ મચાવી સંહારલીલા આચરનાર જળપ્રલયની જેમ! અને પ્રજા ? પ્રજાને વેલા તે અમર તપ્યા કરે છે. પ્રજા નથી જન્મતી કે પ્રા નથી મરતી ! જન્મે મરે છે કેવળ પ્રજાની જીવનભાવના ! એક કાળે પ્રજા જાણે મરીને જીવે છે, ખીજે કાળે એ જીવવા છતાં મરેલી લાગે છે. ખળ, બુદ્ધિ અને લક્ષ્મીથી સમૃદ્ધ બનેલ ગૂજરાતની સમૃદ્ધિની ભરતીને જુવાળ એસરવા લાગ્યા હતા, જગે જગે એની એટનાં એંધાણ દેખાતાં હતાં. મહારાજા સિદ્ધરાજ અને મહારાજા કુમારપળે લાડ-કાડથી ઉછેરેલી ગુજરાતની ઉન્નતિના સિતારા બુલંદ થા અટકી અસ્તાચળ તરફ ધસી રહ્યો હતા. ઉદયની પાછળ અસ્ત-એ ન્યાયે કયાં કદી કાઈ સ્થળે ભેદભાવ દર્શાવ્યા છે ?-ભલે પછી એ મહામહેનતે ઉછેરેલ ઉદ્યાનમાંનુંઆમ્રવૃક્ષ હાય કે પેાતાની મેળે વનવગડામાં માટું થયેલ બાવળનું ઝાડ હાય ! ગૂજરાતના જ્ઞાન–વૈભવને મહિમા ગુજરાતનાં સીમાડાં વીંધી ભારતવર્ષના દૂરસુદૂરના પ્રદેશામાં ફેલાવનાર કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર કાળધર્મ પામ્યા હતા. ગૂજરાતની શાસન–સત્તાની મર્યાદા ગૂજરાતની બહાર દૂર દૂર સુધી વધારનાર મહારાજા કુમારપાળ સ્વર્ગવાસી બન્યા હતા. મહારાજા સિદ્ધરાજ અને મહારાજા કુમારપાળે શૌય, સમભાવ અને ધર્મપરાયણતાથી ગાભાવેલ ગુરપતિના સિંહાસન ઉપર અજયપાળની આણુા પ્રવર્તાવા લાગી હતી. રાજા બદલાયા હતા; રાજ–ભાવના પણ બદલાઈ હતી. પ્રજાને પેાતાના ફેસલા કરવાના હતા—મરીતે જીવવાના કે જીવતાં છતાં મરેલા રહેવાના ! અજયપાળે સિંદ્ધાસનારૂઢ થઈ પાતાની સત્તાના કારડા નિર્દય રીતે પ્રજાની પીઠ ઉપર વીંઝવા શરૂ કર્યાં હતા. ગુર્જરપતિની સત્તા અને ગુજરાતની સમૃદ્ધિને પોતાના પ્રાણસમી ગણી તે માટે મરી ફીટવાની ભાવનાવાળા શાણા સામતા, મંત્રીએ અને મહાઅમાત્યેનું આજે રાજસભામાં સ્થાન ન હતું; એ બધાય પેાતાના ઉજવળ જીવનની જેમ ઉજળા મૃત્યુની રાહ જોતા રાજવિમુખ બનતી ધર્મકરણીમાં સમય વીતાવતા હતા. એક કાળે બહાદૂર ચાહાએ, બુદ્ધિશાળી મંત્રીએ, અને સત્ત્વાભિમાની મહાઅમાત્યાથી શેલતી ગુજરપતિની રાજસભામાં આજે સ્થાન હતું. ખુશામતખાર પટાવાનું અને રાજાની હામાં હા ભણી રાજાને ખુશ કરી શકે તેવા મંત્રીએ અને પ્રધાને નું. રાજાની અવળી પ્રવૃત્તિઓને પડકારી શકે કે રાનને રાજધને મમ સમજાવી શકે એવા વીરનર એ રાજસભામાં મળવે દુર્લભ હતા. For Private And Personal Use Only
SR No.521600
Book TitleJain_Satyaprakash 1944 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy