SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૦ શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–ર સ્થળ અવંતીમાં જ રાખી ત્યાં રહીને જ રાજ્ય કર્યું હતું. એ રાજાનું ૨૯૩ માં મૃત્યુ થતાં એક વર્ષે અરાજક સ્થિતિ રહી. ખાદ ત્યાં દશ વષઁ સુધી રાજગૃહીથી મૌર્ય શાસન પ્રવત્યું. અને પછી વર્ષાં અરાજકતા (૪ વ મૌય સૂબાગીરી અને ૨ વર્ષ અસ્તવ્યસ્તતા ) રહ્યા બાદ ત્યાં શુંગવંશીય પુમિત્રને રાજઅમલ શરૂ થયા. મગધ અને અવંતીના પ્રદેશ પર આ વૈદિક રાજાના જીલમેા એટલા બધા વધી પડયા કે કલિંગાધિપતિ મહારાજા ખારવેલને તેને સામનેા કરવાની ફરજ પડી. પુષ્પમિત્ર નમી પડયો. અવતી પરના જુલમા ઓછા થયા, પણ ત્યાં રાજસત્તા ધ્રુમિત્રની જ કાયમ રહી હતી. મહારાજા ખારવેલ વી. નિ. સં. ૩૩૦ માં મૃત્યુ પામ્યા. તેના વારસ અલ્પબળી દેખાતાં ૩૪૦ સુધી પુષ્યમિત્રના અમલમાં અગ્નિમિત્રના હાથ નીચે તથા ૩૪૦ પછી તેના વારસ અગ્નિમિત્રના રાજઅમલમાં અવ'તીને ધર્માંધતાના બહુ બહુ કડવા અનુભવ અનુભવવા પડયા. આ પછી પણ શુંગવશીઓના રાજઅમલ મગધ વગેરેમાં ચાલુ જ રહ્યો હતા, પણુ તે નબળા પડતાં ભૃગુકચ્છ (ભચ)ના મૌ`વશા ખમિત્ર અને ભાનુમિત્રે અવંતીમાં આવી પેાતાનું શાસન શરૂ કર્યું. ભૃગુકચ્છ અને અવતામાં મળી તેમણે ૬૦ વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું છે. આ બન્નેમાં બલમિત્ર એ શક્તિશાળી રાજા હતા પણ ભાનુમિત્ર એ નબળા હાવાથી નામનેા જ રાજકર્તા રહ્યો હતા. રાજસત્તા ા તેના વૈદિક પ્રધાનેાના જ હાથમાં હતી. તે વી. નિ. સ. ૪૦૦ સુધી નામનું જ રાજ્ય ભોગવતા રહ્યો, તેના હાથમાંથી ક્ષરાટાએ ભૃગુકચ્છ ખુચવી લીધું. આંધ્રનૃપતિ સાતવાહને ભ્રમક અને નહપાણુ ક્ષહરાટાનો મજબૂત સામના કરી તથા ભૃગુકચ્છ પર બે વખત ભારે આક્રમણુ કરી પેાતાના તરફ તેમનું વધતું જતું બળ અજમાવતા અટકાવ્યા હતા. અને તેમાં તેને અમુક અંશે સફળતા પણ મળી હતી. પરિણામે વધતું જતું એ ખળ અવંતીના પ્રદેશ તરફ વળ્યું, ધસ્યું અને છેવટે ક્ષહરાટ નહપાણુ ઉર્ફે નરવાહન કે નભાવાહને વી. નિ. સ. ૪૦૦ માં અવતી સર કરી ત્યાં રાજ કરવા માંડયું. તેની સંસ્કૃતિ, ધર્મ વગેરેમાં વિદેશી જેવું પ્રાયઃ કાંઇ ન હતુ, તથા વધારે ઊંડા મૂળમાં તે વિદેહના ગણુવંશીયમાંથી ઊતરી આવેલા હોઇ તેના તરફ અવંતીની બહેાળી પ્રજાનું સન્માન હતું. રાજા નહપાણુના સમયમાં અવંતીમાં શાંતિ હતી. તેણે ૪૦ વર્ષાં રાજ્ય ભાગવ્યું અને તે વી. નિ. સ. ૪૪૦ માં મરણ પામ્યા. એટલે અવંતી દણુ નામના રાજાના હાથમાં ગઇ. ગભી વિદ્યાના કારણે પાછળથી ગભીલ નામે ઓળખાયલા આ રાન્ત તુવર વંશને હતા. (તુવર એ મૌર્ય વંશના સંપ્રતિ સમકાલીન રાજકુમાર હતા.) તેનું રાજ્ય આન પ્રદેશમાં હતુ. ગભી વિદ્યાના બળે બળવાન બનેલા એ રાજાએ અપુત્રીંયા નહષાણુના રાજ્યને લઈ લીધું હતું. તેનામાં નિર્ભેળ ક્ષત્રિયત્વ હતુ, પણ તે તાંત્રિક વિદ્યાના ઉપાસક હેઇ વ્યભિચાર તરફ ધસડાઇ ગયા હતા. તેના આ દુષ્ટ વતન માઝા મૂકી અને મહાન કાલકાચા યુગપ્રધાનની બહેન સરસ્વતી સાધવી પર તેણે અત્યાચાર આદર્યું. આ અત્યાચારથી નિવવા આચાર્યે વિવિધ પ્રયેાગે કર્યા પણ તે એ મા`થી પાછો ન ફર્યાં, ત્યારે છેવઢે અંતિમ ઉપાય તરીકે આમત્રાયલા શક જાતિના લેકાએ તેને તેના અવતીના રાજ અમલના તેરમા વર્ષે` એટલે વી. નિ. સ. ૪૫૩ માં પરાસ્ત કર્યાં અને તેએએ અવંતીના પ્રદેશના કબજો લીધા. કાલકાંચાની સલાહથી શકાએ તેને જીવતા જવા દીધે હતા. સભવ છે કે તે પછી તે ‘શૂળ ’ના ચેાગથી મૃત્યુ પામ્યા હતા. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy