________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવહારુ સંવતનો પ્રવર્તક રાજા વિક્રમ
લેખક-પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી સિદ્ધિમુનિજી મહારાજ
[કેવળ વિજેતા કે સંવતપ્રવર્તક તરીકે જ જો રાજા વિક્રમે પિતાની કારકીર્દી વીતાવી હેત તો મારા જેવા એક જૈન મુનિને તેના વિષે કાંઈ પણ આલેખન કરવાની આવશ્યક્તા રહેત નહિ. પણ તેણે સન્માર્ગનુસારી જે કાંઈ નિતિક અને ધાર્મિક જીવન વીતાવ્યું છે તેથી તેના આજે પૂર્ણ થતા બે હજારના સંવત પ્રસંગે અતીવ સંક્ષિપ્ત એવું કાંઈક હું તેના વિષે લખવા પ્રેરાયો છું. આજે સં. ૨૦૦૦ ચાલે છે, પણ તેને પ્રવર્તક આજથી બે હજાર વર્ષ પૂર્વે કોઈ વિક્રમ નામનો રાજા થયો હતો કે કેમ એ શંકાસ્પદ છે એવી ચર્ચા કરનારા સંખ્યાબંધ લેખકે આપણને આ ચાલુ સૈકામાં જણાય છે. છતાં હજુ સુધી સર્વસંમત નિશ્ચય કરી શકાય નથી કે, બે હજાર વર્ષ પૂર્વે વિક્રમ ન હતું કે તેણે સંવત ચલાવ્યું ન હતા. આવી સ્થિતિમાં વિક્રમને ૨૦૦૦ સંવત એ જ સૌથી બલવત્તર પ્રમાણુ પર આધાર રાખવો સર્વથા યુક્તિયુક્ત છે. સંવતપ્રવર્તક તરીકે તેનું નૈતિક, રાજનૈતિક તથા ધાર્મિક જીવન સુંદર હોવું જ જોઈએ એ માન્યતા પણ અવિવાદાસ્પદ જ છે. આ સિવાયની અન્ય બાબતોમાં મારું આલેખન સર્વથા નિશ્ચિત જ છે એમ ન માની લેવા આ લેખના વાચકેને હું સૂચન કરું છું, એટલું જ નહિ બલકે આગ્રહ કરું છું. કારણ કે જે આધારે પર મદાર બાંધી મેં લખ્યું છે તેમાંના કેટલા વિશ્વસનીય છે અને કેટલા અવિશ્વસનીય છે એ હું નક્કી કરી શક્યો નથી. લેખમાં “સંવતપ્રવર્તક” શબ્દ વાપર્યો છે તેનો અર્થ તેના નામે સંવત્ પ્રવર્તમાન થયા છે એવા જ ભાવાર્થમાં વાચકોને સમજવાનો છે.- લેખક.]
જૈનધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૪૭૦ અને શાલિવાહનના શકની પૂર્વે ૧૩૫ વર્ષે વિક્રમસંવત પ્રવર્તમાન થયો છે, એમ બહેળાં સાધનોથી સિદ્ધ થઈ શકે છે અને કેટલાક લેખકેએ સિદ્ધ પણ કર્યું છે. વિક્રમના રાજ્યાભિષેકકાલમાં જેને માન્યતામાં અંદર અંદર મતભેદ છે, તેમજ જૈન અને જૈનેતર ઉભય દ્રષ્ટિમાં પણ પરસ્પર મતભેદ વિદ્યમાન છે. પરંતુ તેને ગૌણ રાખી સંવતપ્રવૃત્તિમાં બહુધા સિદ્ધ થયેલા મહાવીરનિર્વાણ અને સંવત પ્રવૃત્તિના ૪૭૦ ના અંતરને મુખ્યતયા સ્વીકારી એ વચગાળાને સમય અવંતી નગરીના રાજઅમલને આશ્રયે આવી રીતે ગોઠવી શકાય
, આજથી ૨૪૭૦ વર્ષ પૂર્વે મધ્યમા પાવા (હાલના બીહારમાં આવેલી જૈનોના તીર્થ તરીકે પ્રસિદ્ધ પાવાપુરી)માં શ્રી મહાવીર સ્વામીનું નિર્વાણ થયું. તે વખતે પ્રદોતવંશી રાજા ચંડઅદ્યતનનું અવંતીમાં મૃત્યુ થતાં તેની ગાદી પર પાલકને રાજ્યાભિષેક થયો. તેણે અને તેની પાછળ આવનારાઓએ ૬૦ વર્ષ ત્યાં રાજ્ય કર્યું. તે પછી પાટલીપુરના નવ નંદોને અમલ ત્યાં ૯૪ વર્ષ ચાલ્યો. બાદ આ નગરીમાં ૧૫૬ વર્ષ મૌર્યવંશીઓની રાજસત્તા હતી. નંદેએ પાટલીપુરથી ત્યાં અમલ ચલાવ્યો હતો, જ્યારે મોંમાં ચંદ્રગુપ્ત અવંતીને પણ રાજધાનીની માફક સ્થાન આપ્યું હતું અને પોતે વખતો વખત ત્યાં રહેતો પણ હતો. તેના વંશજ પ્રિયદર્શિન સંપ્રતિ મહારાજાએ તે વી. નિ. સં. ૨૪૪ થી ૨૪૬ સુધી બે વર્ષ પાટલીપુરથી રાજ્ય કારભાર ચલાવ્યા બાદ ૨૪૬ થી ૨૯૩ સુધી પિતાની રાજધાનીનું
For Private And Personal Use Only