________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬ ]
શ્રી જેને સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ સંગ્રહીત કર્યા. ત્યાર બાદ પાછળના વિદ્વદ્દવએ તે કાર્ય હાથમાં ધર્યું. તેમાં પ્રથમ અગ્રણી આ ન્યાયાવતારના કર્તા શ્રી સિદ્ધસેન દિવાકર હતા. આના કુલ ૩૨ લેકે છે. તેના પર ૨૦૭૩ કપ્રમાણુ શ્રી સિદ્ધર્ષિગણિની ટીકા અને ૧૦૫૩ કપ્રમાણુ શ્રી ભદ્રસૂરિકૃત ટિપન છે. આ ગ્રંથ ટીકા અને ટિપ્પણુ સહિત મુંબઈની શ્રી ભવેતામ્બર જૈન મહાસભાએ વિક્રમસંવત્ ૧૯૮૫ માં પ્રકાશિત કરેલ છે. આ ગ્રન્થની ભૂમિકા અંગ્રેજીમાં ડોકટર પી. એલ. વૈદ્ય પુનાવાળાએ લખેલી છે. આ ન્યાયાવતારનું ગુજરાતી વિવેચન પંડિત સુખલાલજીએ કરેલું છે, અને તે છપાઈને બહાર પણ પડેલું છે.
(૨) સરિત–આ ગ્રંથ પણ સિદ્ધસેન દિવાકરસરિએ રચેલે છે. તેનું પરિમાણુ પ્રાકૃત આર્યાછંદમાં ૧૬૭ ગાથાઓનું છે. એ ત્રણ કાંડમાં વિભક્ત છે. પ્રથમ કાંડમાં ૫૪ ગાથાઓ છે. દ્વિતીય કાંડમાં ૪૩ ગાથાઓ છે, અને તૃતીય કારમાં ૭૦ ગાથાઓ છે. પ્રથમ કાંડમાં માત્ર “નય સમ્બન્ધી ખૂબ વિશદ ચર્ચા કરીને નયવાદનું નિરૂપણ કર્યું છે. દ્વિતીય કાંડમાં પાંચ (મતિ-સુત-અવધિ-મનપર્યવ-કેવલ ) જ્ઞાનને લગતી ચર્ચા કરી છે. અને તૃતીય કાંડમાં સેય તત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 3યતત્ત્વની સામાન્ય ચર્ચા સાથે એમાં પદે પદે અનેકાંતવાદનું ખૂબ જ સૂક્ષ્મદષ્ટિએ ઝીણવટથી વર્ણન કરેલ છે. આ ગ્રન્થ ઉપર ભિન્ન ભિન્ન વિદ્વાનોએ અનેક ટીકાઓ રચેલી છે. વેતામ્બરાચાર્ય શ્રી મલવાદિએ આના ઉપર ટીકા બનાવેલી છે, પરંતુ તે ઉપલબ્ધ નથી. દિગમ્બરાચાર્ય શ્રી સુમતિએ આ ગ્રન્થ પર ટીક રચેલી છે. તે પણ હાલમાં ઉપલબ્ધ નથી. માત્ર આના ઉપર હવેતામ્બરાચાર્ય રાજગછીય પ્રદ્યુમ્નસૂરિશિષ્ય તર્ક પંચાનન શ્રી અભયદેવસૂરિકત “તત્ત્વબોધવિધાયિની' નામની ટીકા હાલ ઉપલબ્ધ છે. આ ટીકા સહિત સંમતિતર્ક ગુજરાત પુરાતત્વમન્દિર (અમદાવાદ) તરફથી પં. સુખલાલજી તથા પં. બેચરદાસજીના નિવેદનપાઠાન્તર-ટિપ્પણદિ સહિત વિક્રમ સંવત ૧૯૮૦ માં પુસ્તકાકારે બહાર પાડેલ છે, જેના પાંચ વિભાગ પાડેલા છે. ત્યાર પછી પરમપૂજ્ય આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સંસ્થાપિત શ્રી જૈન ગ્રન્ય પ્રકાશક સભા તરફથી પ્રતાકારે આ સમ્મતિતકને પ્રથમ ભાગ ટીકા સહિત બહાર પડેલ છે. બીજો ભાગ પ્રેસમાં છપાય છે. પ્રાયઃ ચાર વિભાગમાં સપૂર્ણ થશે. આનું સંપાદનકાર્ય પૂજ્યપાદ આચાર્ય વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજ શ્રી શિવાનંદવિજયજીએ કરેલું છે. આ ટીકાનું પ્રમાણલગભગ પચીસ હજાર શ્લેક જેટલું છે. આ ટીકાનું બીજું નામ “વાદમહાર્ણવ હશે એમ કેટલાક કલ્પના કરે છે.
(૩) દ્વાત્રિશત્ કાત્રિશિકાએ–શ્રી સિદ્ધસેન દિવાકરે બત્રીશ બત્રીશીઓ સંસ્કૃતમાં બનાવેલી છે. એકેક બત્રીશીમાં બત્રીશ કનું પ્રમાણ હેવાથી તે બત્રીશી તરીકે સંધાય છે. ન્યાયાવતારના બત્રીશ શ્લોકનો પણ એક બત્રીશીમાં સમાવેશ કરેલ છે. હાલ ન્યાયાવતાર સહિત માત્ર એકવીશ બત્રીશી ઉપલબ્ધ છે, જે છપાઈને બહાર પડી ચૂકી છે. ગૂઢ ગંભીરાર્થવાળી આ બત્રીશીઓની રચના ધણી મનહર છે. અનુષ્કુY, ઉપજાતિ,
૧ વધુ માટે જુઓ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ' પૃ. ૧૧૨–૧૧૩
૨. વિશેષ માટે જુઓ “સમ્મતિતર્કપ્રકરણ”નું ૫. સુખલાલજી તથા પથા પ. બેચરદાસજીનું સંપાદકીય નિવેદન.
For Private And Personal Use Only