________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવંતીપતિ વિક્રમાદિત્ય
લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી હેમેંદ્રસાગરજી, પ્રાંતીજ
મહારાજા વિક્રમાદિત્ય ઉજજયિની નગરીમાં મહાપ્રતાપી, પરદુઃખભંજન રાજા થઈ ગયો. જે પરદુઃખભંજન હેય તેનાં જ વરસે માનવજાતિ પાછળથી ગણ્યા કરે છે. મહારાજા વિક્રમાદિત્ય એવો જ પરદુઃખભંજન રાજા હતો માટે જ કે એને સંવત આજે પણ ગણી રહ્યા છે. ગઈ કાર્તિક સુદિ એકમથી વિક્રમની બેહજારની સાલ શરૂ થઈ છે. છેલ્લા કેટલાંક વર્ષથી રોગ, મહામારી, મોંઘવારી, લડાઈ, વગેરેથી કંટાળી ગયેલી પ્રજા આજે જાણે આશ્વાસન લઈ રહી છે કે હવે બે હજારની સાલ આવી છે અને સેંકડો પૂરો થાય છે તેથી થોડા વખતમાં સર્વ પ્રકારની વ્યાધિથી પ્રજા મુક્ત થશે. - વિક્રમરાજા જૈનધર્મ પાળતો હતો એવું ઘણું જૈન ગ્રંથે ઉપરથી જાણી શકાય છે, એટલું જ નહિ પણ તિર્વિદાભરણ' ગ્રંથમાં વિક્રમનાં નવ રત્ન ગણાવેલાં છે, એમાં પણ ‘ક્ષપણુક' જૈન મુનિને ગણાવે છે.
धन्वन्तरिः क्षपणकोऽमरसिंह-शंकु-वैतालभट्ट-घटखपुर-कालिदासाः। ख्यातो वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥
મહારાજા વિક્રમાદિત્યની સભામાં ધન્વન્તરિ વગેરે જે નવ રત્નો મુખ્ય હતાં તેમાં એક “ક્ષપણુક–જૈન સાધુ-ને પણ ગણેલ છે. આ ક્ષપણુક-જૈન મુનિ તે ભગવાન સિદ્ધસેન દિવાકર સમજવા. બ્રાહ્મણોએ રચેલા “પંચરાત્ર’ અને બીજા સંસ્કૃત ગ્રંથમાં તથા બોદ્ધોએ રચેલા “અવદાનક૯૫લતા” અને બીજા ગ્રંથમાં જૈન મુનિઓને “ક્ષપણુક શબ્દથી સંબેધવામાં આવ્યા છે. આથી એટલું તે ચેકસ થાય છે કે ઉજયિની નગરીના મહારાજા વિક્રમની સભાનાં નવ રત્નોમાં જૈન મુનિ-ક્ષપણુક-શ્રી સિદ્ધસેન દિવાકરનું પણ સ્થાન હતું.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૪૭૦ વરસે વિક્રમ સંવત શરૂ થયાનું જૈન ગ્રંથ ઉપરથી સાબિત થાય છે. મહારાજા વિક્રમના સમયમાં સિદ્ધસેન દિવાકર ઉપરાંત આર્યમંગુ, આર્યવૃદ્ધવાદી વગેરે મહાસમર્થ જૈનાચાર્યો હયાત હતા. તે સમયમાં તિરંગોલા’ નામની અદ્દભુત નવલકથા શ્રી પાદલિપ્તાચાર્યે રચી છે. સિદ્ધસેન દિવાકર મહાપંડિત અને મહાતાર્કિક હતા અને જન્મ બ્રાહ્મણ હતા. સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી જ વિક્રમ રાજાએ શત્રુંજય મહાતીર્થને સંધ કાર્યો હતો. લગભગ વિક્રમના સમયમાં જ સૌરાષ્ટ્રના મહુવા ગામના જાવડશાહ અને ભાવડશાહે પણ શત્રુંજય મહાતીર્થને સંઘ કાઢવાનું ગ્રંથમાંથી મળી આવે છે. વિક્રમરાજા પછી ૫૧૦ વરસે એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૯૮૦ વરસે સૌરાષ્ટ્રના વલભીપુર પાટણમાં જૈન આગમ પુસ્તકારૂઢ થયા.
ભરૂચમાં આર્ય ખટપુટાચાર્ય વગેરે જેનધર્મના મહાપ્રતિભાશાલી મહાપુરુષો વિક્રમ રાજાના સમકાલીન હતા. એક હકીકત જેનધર્મને લગતી ખાસ જાણવા જેવી એ છે કે વિક્રમાદિત્યની રાજસભામાં અને સંસ્કૃત સાહિત્યમાં જે સ્થાન કાલિદાસનું ગણાયું છે, મહારાજા હર્ષની સભામાં જે સ્થાન બાણભટ્ટનું ગણાયું છે તેવું જ ઉચ્ચ સ્થાને મહારાજા સિદ્ધરાજ
For Private And Personal Use Only