________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬ ]
શ્રી :જૈન સત્ય પ્રકાશ
[ કમાંક ૧૦૦-૧-૨
થતાં વારે ચંદ્રને બહુ જ માર માર્યો. તેથી મરણ પામીને તે ચંદ્ર વેપારી સુપાત્ર દાનના પ્રભાવે તે અવંતીનગરીના રાજા ગંધર્વસેનના પુત્રપણે ઉત્પન્ન થયે. અનુક્રમે મોટી ઉંમરે તું વિક્રમાદિત્ય રાજા થયો. તું ગર્ભમાં હતા, ત્યારે તારી માતાએ સૂર્યનું સ્વપ્ન જોયું હતું તેથી તારા નામમાં આદિત્ય શબ્દ જોડીને વિક્રમાદિત્ય નામ તારા પિતાએ પાડયું. પાછલા ભવમાં જે રામ અને ભીમ નામના બંને મિત્રો હતા તે મરણ પામીને અનુક્રમે રામ તે ભટ્ટમાત્ર પ્રધાન થે, ને ભીમમિત્ર તે અગ્નિવેતાલ થયા. પૂર્વના સ્નેહને લઈને તે બંનેની ઉપર સ્નેહ રાખે છે, ને તે પણ તારી ઉપર નેહ રાખે છે. આ કારણથી અગ્નિવેતાલ તને મદદ કરે છે ને ભઢમાત્ર તારે પ્રીતિપાત્ર બન્યો છે. હવે ચંદ્રને મારનાર વીર નામને વેપારી ઘણાં કાલ સુધી કરેલા અજ્ઞાન કષ્ટના પ્રતાપે ખપેર નામને પરાક્રમી ચેર થયે. તારી પુણ્યાઈ પ્રબલ હોવાથી, તું તે બલવાન ચેરને પણ હણી શકયે. તથા પાછલા ભવમાં એક કસાઈ બકરાને મારતો હતો, તે બકરાને તે બચાવ્યો, તે દયાને પ્રતાપે તું લાંબા આયુષ્યને પાપે એટલે સો વર્ષના આયુષ્યવાળો થયો. દુઃખી આત્માઓ પોતાના કર્મના જ પ્રતાપે દુઃખી થાય છે. પણ દયાળુ ભવ્ય છે તેવા દુઃખિયા જીવોને બચાવવાથી લાંબું આયુષ્ય પામે, એમાં તો નવાઈ શી? પણ ૧ આરોગ્ય, ૨ અપૂર્વ શરીરનું તેજ, ૩ શરીરનું મજબૂત બંધારણ, ૪ વિશિષ્ટ બલ, ૫ ઉત્તમ સૌભાગ્ય, ૬ નિર્મલ યશ, ૭ ભાગ સામગ્રી, ૮ અખૂટ લક્ષ્મી, ૯ હુકમે તરત માને એવો પરિવાર વગેરે અનેક લાભ દયા પાળવાથી થાય છે.
આ પ્રમાણે પાંચે પ્રશ્નોને ખુલાસો મળવાથી રાજા વિક્રમે બહુ જ રાજી થઈને ગુરુ મહારાજને વિનયથી કહ્યું કે-હે ગુરુદેવ ! હું ચાહું છું કે આપ જેવા ગુરુદેવ, શ્રી વીતરાગ જેવા પ્રભુ, ને તેમને પ્રરૂપેલે ધર્મ અને ભવભવ મળજો! ગુરુ મહારાજે રાજા વિક્રમના ધાર્મિક ગુણોની અનુમોદના કરતાં જણાવ્યું કે હે રાજન ! હવે તમારે રાજ્યની ચિંતાથી દૂર રહી પરલોકસાધનમાં પ્રયત્નશીલ થવું. કારણ કે જિંદગી ઘણી ખરી ચાલી ગઈ. હવે થોડી જ બાકી છે. માટે તમારે યોગ પ્રવૃત્તિ સુધારવા પ્રયત્ન કરો. ૧ મનોયોગ સુધારણા -વચનગ અને કાયયોગની ક્રિયા મનોગને આધીન છે, માટે આઠે કર્મબંધના કરણાંથી બચી શકાય તેવી વિચારણું કરવી. ૨ વચનગ સુધારણું માટે સામાને હિતકારી લાગે તેવાં પ્રિય વચને પ્રમાણસર (ખપ પૂરતાં) બોલવાં, અસભ્ય કે અસત્ય વચન ન બોલવાં. હસતાં બાંધેલા કર્મો રોતાં રેતાં પણ ભોગવવાં જ પડે છે, એમ સમજીને હાસ્યાદિને ત્યાગ કરે. ૩ કાગની સુધારણા માટે કાયાથી ખપ પૂરતી નિર્દોષ પ્રવૃત્તિ કરવી. દરેક કામ કરતાં યતનાને ઉપયોગ રાખવો, તથા આત્મરમણતાનો સાક્ષાત્કાર કરવા માટે અનિત્ય આદિ બાર ભાવના તેમજ પચીસ ભાવનાઓને અહર્નિશ ભાવવી અને દિન પ્રતિદિન વધુ ને વધુ ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન થવું. આ પ્રમાણે વિક્રમાદિત્ય રાજા શ્રી ગુરુ મહારાજની હિતશિક્ષાને અનુસાર વધારે ધાર્મિક પ્રવૃત્તિ કરે છે, ને કરાવે છે. રાજ્યચિંતાને ભાર ઓછો કરીને તે તમામ કામ પિતાના પુત્ર વિક્રમચરિત્રને ભળાવે છે, ને પોતે આત્મદષ્ટિ સતેજ કરી પરમ નિવૃત્તિમાં રહે છે. ભવ્ય છે અહીં જણાવેલા પાંચ પ્રશ્નોના ઉત્તર વગેરે બીનાનું રહસ્ય હૃદયમાં ઉતારીને રાજા વિક્રમાદિત્યના જીવનમાંથી ઉચિત સદ્દગુણોને ગ્રહણ કરી દાનાદિ ધર્મની આરાધના કરી અવ્યાબાધ મુક્તિના સુખ પામે, એ જ હાર્દિકે ભાવના.
For Private And Personal Use Only