________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીને ઓળખ્યા અને જૈનધર્મ અંગીકાર કર્યો. આજે પણ તેઓના પ્રભાવથી અવંતી પાર્શ્વનાથ તરીકે અવંતી (ઉજજૈન) મશહૂર છે.
ત્યારબાદ આચાર્યશ્રી ત્યાં રહ્યા. અને રાજાના ઉપદેશથી લાખો પ્રતિમા ભરાવી, ગામેગામ અનેક જૈનમંદિર બંધાવ્યાં તથા જીર્ણોદ્ધાર કરાવ્યા. તથા શ્રી સિદ્ધસેનસૂરિજીની આગેવાની નીચે રાજાએ શ્રી શત્રુંજય મહાતીર્થની, મોટા સંધસહિત કગણું નાણું ખર્ચા, યાત્રા કરી અને અનેક ધર્મોન્નતિનાં કાર્યો કર્યા.
વિક્રમરાજાના પાંચ પ્રશ્નો
લેખક–પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય પદ્મસૂરિજી
અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત થી જૈનેન્દ્રશાસનમાં જેમ ચોથા આરામાં ભરત ચક્રવર્તી, સગરચક્રવર્તી વગેરે જેન રાજાઓ થઈ ગયા, તેમાં પાંચમા આરામાં પણ ઉદાયી રાજા, નવનંદ રાજા, ચંદ્રગુપ્ત રાજા, બલભદ્ર, બિંદુસાર, સંપ્રતિ, મહામેઘવાહન ખારવેલ, વિક્રમાદિત્ય, શાલિવાહન વગેરે ઘણું જેન રાજાઓ થઈ ગયા. વિક્રમાદિત્ય રાજા શ્રી સિદ્ધસેન દિવાકરની વાણી સાંભળીને જૈનધર્મી બન્યા, ત્યારથી રાજા વિક્રમ શ્રી સિદ્ધસેન દિવાકરજીને ધર્મગુરુ તરીકે માનીને પરમ ઉલ્લાસથી શ્રી જિનધર્મની આરાધના કરવા લાગ્યા. એક વખત ગુરુમહારાજ શ્રી સિદ્ધસેન દિવાકરે રાજા વિક્રમને ધર્મોપદેશ દેતાં જણાવ્યું કે–
कायव्यो हरिसो ण सुक्खसमय पुण्णावहारो जओ, खेओ णेव करिज दुक्खसमए पावावहारो जओ । णो णिच्चा सुहृदुम्क्खभोगदियहा सेवंति धम्म तओ,
धम्मिट्ठा सुहिणो तहेव दुहिणो ते णिट्ठसिद्धी जओ ॥१॥ ભાવાર્થ–“હે રાજન ! દુનિયામાં બે પ્રકારના છે આપણે જોઈએ છીએઃ ૧-કેટલાક જીવો સુંદર મહેલમાં રહે છે, રેશમી વસ્ત્રો પહેરે છે, મનમાન્યા અલંકારથી શરીરને શોભાવે છે, મિષ્ટાન્ન ભોજન ખાય છે, અસાધ્ય કાર્યને સાધે છે, દુર્જય શત્રુઓને જીતે છે, રાજ્યાદિની સાહિબી પણ ભોગવે છે, પિતાના અતુલ બાહુબલે કરીને દેવોને પણ વશ કરે છે, વિનીત સ્ત્રી-પુત્ર–કર વગેરે પરિવારની સંપૂર્ણ અનુકૂલતા પામે છે. અને ૨-કેટલાક છો-રહેવાને સ્થાન, પહેરવાને વસ્ત્ર, ખાવાને ભોજન વગેરે કશું મેળવી શકતા નથી, ને વિવિધ પ્રકારનાં દુ:ખને ભોગવે છે. આ બંને પ્રકારની વિવિધતામાં મુખ્ય કારણ પિોતે પૂર્વે કરેલાં પુણ્ય અને પાપ છે. એટલે જે જીવોએ ભૂતકાળમાં દેવપૂજ, દયા, પરોપકાર, દાન, દ્રિયદમન, શીલ, તપ વગેરે પુણ્યનાં સાધનો સેવ્યાં હોય તેઓ વર્તમાન કાલમાં સુખમય દિવસો ગુજારે છે. અને જેમણે જીવહિંસા, અસત્ય, ચેરી, કુશીલતા, માંસાહાર, રાત્રિભોજન, નિંદા, કષાય, કલહ વગેરે પાપનાં સાધનો સેવ્યાં હોય, તેઓ વર્તમાન કાલમાં જુદી જુદી જાતનાં દુઓને ભેગવતાં દિવસો પસાર કરે છે. આ બંને પ્રકારના જીવોમાં સુખી આત્માઓએ સુખના સમયમાં ફૂલાવું નહિ, ને દુઃખ આત્માઓએ દુઃખના સમયમાં
For Private And Personal Use Only