________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] શ્રી સિદ્ધસેન દિવાકર અને વિક્રમાદિત્ય [ ૨૮૩ છોડ્યું છે. કંચન અને કથીર, શત્રુ અને મિત્ર, મણિ અને માટી, સુખ અને દુઃખ એ દરેક અમારે મન તે સરખું જ છે. વળી અમે હંમેશાં ભિક્ષા માગી આહાર કરવાવાળા, જીર્ણ વસ્ત્ર પહેરવાવાળા અને પૃથ્વી ઉપર શયન કરવાવાળા છીએ.
આવા નિર્લોભી ગુરને જોઈ, સમ્રાટ જિનમતની પ્રશંસા કરવા સાથે પરમ ભક્તિવાળા થયો. તે વખતે આચાર્યો aષ્કારનગરનું જિનમંદિર તેની પાસે કરાવ્યું.
ત્યારબાદ એક વખત “નમુત્યુ” બોલતાં આચાર્યશ્રીને એવો વિચાર થઈ આવ્યો કે આ સૂત્રો પ્રાકૃતમાં કેમ બનાવ્યાં? આ સૂત્રને સંસ્કૃત ભાષામાં ઉતારવા જોઈએ. આ ઈચ્છાથી ત્યાંથી વિહાર કરી પ્રતિષ્ઠાનપુરમાં ગયા. ત્યાં પૂજ્ય ગુરુમહારાજને પિતાના વિચાર કહ્યા. (આવા મહાન યુગપ્રધાન પ્રાભાવિકશિરોમણિ છતાં પણ ગુરુની આજ્ઞા સિવાય કંઈ પણ કરવા તૈયાર થયા નહિ, તે જૈન શાસનની ઉત્કૃષ્ટતા દેખાડી આપે છે. “ITv ઘ” એ તેમનો મુદ્રાલેખ છે.) ત્યારે ગુરુ મહારાજે કહ્યું-સિદ્ધસેન ! આવા દુવિચારે તેં કેમ કર્યા, આથી તેં મહાન પાપને બંધ બાંધ્યો છે. જિનઆજ્ઞામાં અતિચાર લાગે છે. કહ્યું છે કે
बालस्त्रीमुढमूर्खाणां नृणां चारित्रकाक्षिणाम् । __ अनुग्रहार्थ तत्त्वज्ञः सिद्धान्तः प्राकृतः कृतः ॥ ભવભીરુ એવા સિદ્ધસેન દિવાકરસૂરિજીએ પ્રાયશ્ચિત્ત માગ્યું ત્યારે ગુરુમહારાજે “બાર વર્ષ ગુપ્ત વેષમાં રહ્યા બાદ એક મહાન રાજાને પ્રતિબોધ કરી જૈનધર્મ પમાડવો” એ પ્રમાણેનું પ્રાયશ્ચિત્ત આપ્યું.
આવા મહાન આચાર્ય હોવા છતાં ગુરુમહારાજની આજ્ઞાને શિરોમાન્ય ગણી વંદન કરી ત્યાંથી અવધૂતના વેશમાં નીકળી પડ્યા અને મહાઇટવીમાં બાર વર્ષ વ્યતીત કરી એક રાત્રે જેનાં દ્વાર બંધ છે એવા મહાકાળના મંદિરમાં પોતાની દિવ્ય શક્તિ વડે પ્રવેશ કર્યો અને પ્રતિમા તરફ પગ રાખી નિશ્ચિતપણે સુઈ ગયા. પ્રભાતના સમયે જ્યાં પૂજારીઓ દ્વાર ઉઘાડી જુએ છે તો અવધૂતને ઉપર પ્રમાણેની સ્થિતિમાં જે. ત્યારે પૂજારીઓએ કહ્યું કે–હે અવધૂત! આ પ્રતિમા તફ પગ કરાય? આ તો પરમકૃપાળુ પિનાકપાણિ પરમેશ્વર કહેવાય! એમની પૂજા કરે. પણ તેને કાંઈ પણ ઉત્તર મળ્યો નહિ, ત્યારે સમ્રાટ પાસે ફરિયાદ લઈ ગયા. સમ્રાટે તેને ફટકા મારી ઉઠાડવાનું કહ્યું ત્યારે પૂજારીઓ તેને ફટકા મારવા લાગ્યા, પણ તેની તે અવધૂતને કંઈપણ અસર ન થતાં તે ફટકા અંતઃપુરમાં સમ્રાટની રાણુઓને લાગવા લાગ્યા. આ બધો કેળાહળ જોઈ સમ્રાટ તે અવધૂત પાસે આવી સમજાવવા લાગે કે–આપ આ પૂજ્ય પિનાકપાણિ પરમેશ્વરની સ્તુતિ કરો. અવધૂતે કહ્યું કે, સમ્રાટ આ તમારા ભગવાન મારી સ્તુતિને સહન કરી શકશે નહિ. છતાં સમ્રાટને અત્યંત આગ્રહ થવાથી અવધૂત તે જ સમયે સ્વરચિત “કલ્યાણુમંદિર સ્તોત્ર'થી સ્તુતિ કરવા લાગ્યા. પણ મૂર્તિ તે સહન નહિ કરી શકવાથી તેમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા અને અગિયારમા કે “મિ દુકમૃતઃ' ઇત્યાદિ બોલવાથી લિંગ ફાટયું અને તેમાંથી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. . આ બનાવ જોઈ લોક અત્યંત આશ્ચર્ય પામ્યા. એ અવધૂતે કાને ધર્મને ઉપદેશ આપ્યો અને રાજા અમાત્ય વગેરેએ પહેલાં પણ પિતાને એક વખત જ્ઞાનથી મુગ્ધ કરનાર
For Private And Personal Use Only