SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ–વિશેષાંક ] સમ્રાટ વિક્રમાદિત્ય [ ૧૫ પં. સુખલાલજી તથા પં. બેચરદાસજી પણ સાફ સાફ લખે છે કે – વિદ્યાભૂષણ (સ્વ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ)ની કાળગણનામાં બીજે દેશ એ છે કેતેઓ નવરત્નવાલા કને અતિહાસિક પ્રમાણ માની કાલિદાસાદિ નવે વ્યક્તિઓને સમકાલીન માને છે. પણ આ પ્રમાણે આ નવે વ્યક્તિઓને સમકાલીન માનવા માટે કશે પૂરાવો નથી. -(સમ્મતિતર્ક પ્રકરણની પ્રસ્તાવના, પૃ. ૩૯) શ્રી રઘુનાથ ત્રિભુવન બ્રહ્મભટ્ટ લખે છે કે-વિદ્વાનો એમ કહે છે કે આ નવમાનાં એકે સમકાલીન નથી—(મુંબઈ સમાચાર દીપત્સવી અંક પૃ. ૭૧) આ સ્થિતિમાં જ્યોતિર્વિદાભરના નવરત્નોવાલા ક ઉપર આપણે બહુ મદાર બાંધી શકીએ તેમ નથી જ, છતાં પણ વિશેષ વિચારણું માટે તેને સામે રાખી તેમાં બતાવેલ વરાહમિહિર કાલિદાસ અને ક્ષપણુક માટે કૈક સર્વતોમુખી વિચાર કરી લઈએ. ૧ વરાહમિહિર–પં. શંકર બાલકૃષ્ણ દીક્ષિત લખે છે કે – या (ज्योतिर्विदाभरण) ग्रंथा प्रमाणे विक्रमसंवताच्या आरंभाच्या सुमारास कोणी वराहमिहिर असल्यास तो पंचसिद्धांतादिकांच्या कर्ताहून निराला असला હિ. –(ભારતીય જ્યોતિશાસ્ત્ર પૃ. ૨૧૨) અર્થાત્ નવરત્નવાલા કને સાચો માનીએ તો વરાહમિહિર એ માનવા પડશે ૧. વિક્રમની પહેલી સદીમાં થએલ અને ૨. પંચસિદ્ધાંતિક આદિ ગ્રંથ નિર્માતા. દીક્ષિતજીએ બીજા વરાહમિહિરને જે પરિચય આપ્યો છે તેનો સાર નીચે મુજબ છે વરાહમિહિર તે આદિત્યદાસ બ્રાહ્મણને પુત્ર હતો, જેને સૂર્ય તરફથી વરદાન મળ્યું હતું. તેને જન્મ શાકે ૪૧૨ (વિ. સં. ૫૪૭) અને મરણ શાકે ૫૦૯ (વિ. સં. ૬૪૪)માં મનાય છે. તેણે લાટાચાર્ય સિંહાચાર્ય યવનાચાર્ય આર્યભટ્ટ પ્રદ્યુમ્ન અને વિજયનંદીના ગ્રંથનું પરિશીલન કરીને પંચ સિદ્ધાંતિક વિવાહપટલ બહતસંહિતા બ્રહદ્જાત લઘુજાતક અને યાત્રાગ્રંથે બનાવેલ છે, જેમાંના છેલ્લા ચાર ગ્રંથ ઉપર ઉત્પલભટ્ટે શાકે ૮૮૮ આસપાસમાં બનાવેલ ઉત્પલ ટીકાઓ મળે છે. તેમણે પંચસિદ્ધાંતિક ગ્રંથમાં ગણિતનું આરંભવર્ષ શાકે ૪ર૭ (વિ. સં. ૫૬૨) સૂચવ્યું છે. તેમાં સૂચવેલ ગ્રહસ્થિતિ તે વખતે દિલ્લીમાં હતી, એ ચેકસ વાત છે. --(ભારતીય જ્યોતિશાસ્ત્ર પૃ. ૨૧૦ થી ર૧૬) ૨. પૌલશ રમક વશિષ્ઠ સૌર અને પિતામહ એ પાંચ સિદ્ધાંતોના આધારે પંચસિદ્ધાંતિક ગ્રંથ બનાવેલ છે. ૩. ભૂલવું ન જોઈએ કે વસિષ્ઠસિદ્ધાંત અને રામસિદ્ધાંત પણ બે બે જાતના છે (ભા. જે. શાસ્ત્ર પૃ. ૧૫૪, ૧૫૫, ૧૮૭). સૂર્યસિદ્ધાંત પણ બે જાતના છે૧ પંચસિદ્ધાંતક્ત, અને ૨ લાટકૃત (પૃ. ૧૮૦). આર્યભટ્ટ પણ બે થયા છે તે કલિ સં. ૭૬૦૦ શાકે કર૧ માં, અને ૨ શાકે ૮૭૫ લગભગમાં. આથી સૂર્યાસહાંત પણ બે બન્યાં છે. (પૃ. ૧૯૦, ૧૯૪, ૨૩૦) વગેરે વગેરે. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy