SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮૬]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૯ એક સમયે બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવંત દ્વારિકા નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. ઉદ્યાનપાલકે શ્રીકૃષ્ણ મહારાજાને ખબર આપી, એટલે તે પરિવાર સહિત ભગવંતના વંદનાથે ત્યાં આવ્યા, અને વંદન-નમસ્કારાદિ કરી ગ્ય સ્થાને બેસી બોલ્યાઃ હે સ્વામિન ! ત્રણસોને સાઠ દિવસમાં સારભૂત એ એક દિવસ બતાવ, કે જેનું દાન શીલ અને તપ કરવાની શકિતથી હીન એ હું પણ આરાધના કરી શકું. ત્યારે ભગવાને કહ્યું: માગશર સુદ અગિયારસનું અવશ્ય આરાધન કરે. જેમ દરેક પર્વમાં પર્યુષણ પર્વ મુખ્ય છે, તેમ દરેક દિવસોમાં આ દિવસ મુખ્ય છે. માટે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સર્વેએ આ દિવસે મૌનવ્રત, તપશ્ચર્યા, દેવવંદન, ગરણું ગણવું ઈત્યાદિ કરવું જોઈએ. આ રીતે મૌન એકાદશીને મહિમા સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યાઃ “હે પ્રભો ! પૂર્વે કોઈએ આ એકાદશી આરાધી હતી ? અને આરાધનારને ક્યા ફલની પ્રાપ્તિ થઈ હતી ? આથી શ્રીનેમિનાથ ભગવંતે સુત્રત શ્રેષ્ઠીનું કથાનક નીચે પ્રમાણે કહી સંભળાવ્યું. ધાતકી ખંડમાં ઇષકાર પર્વતથી પશ્ચિમ દિશામાં વિજય નામનું નગર છે. ત્યાં પૃથ્વીલ નામને રાજા રાજ્ય કરે છે. તેને શીલાદિગુણશાલિની ચન્દ્રાવતી નામે રાણી છે. આ જ નગરમાં સુપુત્ર કરી સહિત, જિનેન્દ્ર ભક્તિમાં લિન એવો સુર નામનો વિયેવૃદ્ધ ધનવાન શ્રેષ્ઠી છે. તેનું શરીર દુર્બળ અને ક્ષીણ થઈ જવા છતાં તેની ધર્મભાવના જાગતી જીવતી તેના હૃદય સરોવરમાં રાજહંસની માફક રમ્યા કરે છે. એકદા તે શ્રેષ્ઠીએ ગુરુભગવંત પાસે આવી પૂછયું: “હે ગુરુવર્ય! હવે મારાથી વિશેષ ધર્મનું આરાધન થતું નથી. માટે કૃપા કરી મને એ કાઈ માર્ગ બતાવો કે મારા કમને ક્ષય થાય.” ગુરુભગવંતે એકાદશીવ્રત કરવાનું કહ્યું. શ્રેષ્ઠીએ હતી કહી તે વાત સ્વીકારી. ઘેર આવી તે વ્રતનો પ્રારંભ કર્યો. અગિયાર વર્ષ અને અગિયાર માસે તે વ્રત વિધિપૂર્વક પૂર્ણ કરી બારમે વર્ષે ઉદ્યાપન કર્યું. ઉદ્યાપન દિવસથી પંદરમે દિવસે અકસ્માત પેટમાં એકદમ શલનો વ્યાધિ ઉત્પન્ન થયા. અને શેઠ મરણ પામ્યા. શેઠનો જીવ ધર્મપ્રભાવે અગિયારમા આરણ્ય દેવલોકમાં એકવીશ સાગરેપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાં દૈવિક વૈભવ ભોગવી, એકવીશ સાગરોપમની સ્થિતિનું આયુષ્ય પૂર્ણ કરી, સ્વર્ગમાંથી ચળી સૌર્યપુરમાં સમૃદ્ધિશાળી વ્યવહારીને ત્યાં તેની પ્રીતિમતી નામની પ્રિયાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવથી માતાને વ્રતની અભિલાષાઓ થવા લાગી. પૂર્ણ સમયે માતાએ પુત્રરત્નને જન્મ આપે. નાલરથાપવાને માટે જે ખાડો ખોદવામાં આવ્યો તેમાંથી પુષ્કળ નિધાન નીકળ્યું. આ વાત જોત જોતામાં સર્વત્ર ફેલાઈ ગઈ દમ્પતીને આવું પુણ્યવંત પુત્રરત્ન પ્રાપ્ત થવાથી ઘણો જ આનંદ થશે. બારમે દિવસે પિતાએ જ્ઞાતિબંધુઓને ભોજનાદિ કરાવી, સૌની સમક્ષ, એ પુત્ર તેની માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતાને વ્રતની ઈચ્છા થઈ હતી તેથી, એ પુત્રનું સુવ્રત એવું નામ પાડયું. પાંચ ધાવ માતાઓથી લાલન પાલન કરાતો સુવ્રત બીજના ચંદ્રમાની માફક વધવા લાગ્યા. પુત્ર આઠ વર્ષની ઉમ્મરનો થયો એટલે માતા-પિતાએ તેને પુરુષની બહાંતેર કલાઓમાં નિપુણ બનાવવા તથા ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત કરાવવા ઉપાધ્યાયને ત્યાં સે. થોડા જ સમયમાં બુદ્ધિનો ભંડાર એ તે પુત્ર બહેતર કલા તથા ધાર્મિક સંસ્કારોથી અલંકૃત થયો. પુત્રે યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો એટલે માતાપિતાએ ઉગ્ર For Private And Personal Use Only
SR No.521596
Book TitleJain_Satyaprakash 1943 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy