________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન એકાદશીને અપૂર્વ પ્રભાવ લેખક: પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિજયજી, પાંજરાપેલ, અમદાવાદ,
વિશ્વવંદ્ય દેવાધિદેવે ભવ્ય પ્રાણિઓના કલ્યાણને અર્થે અહર્નિશ ઉપદેશી રહ્યા છે કે હે મહાનુભાવો ! પ્રતિદિન ધર્મારાધના કરે. તે કરવાને માટે જે અશક્ત હે તે પર્વના દિવસે તે અવશ્ય ધર્મારાધન કરજો! આવાં પર્વો પણ પ્રતિવર્ષ અનેક સંખ્યામાં આવે છે. તેથી તેની આરાધના કરવા માટે પણ અશક્ત પ્રાણિઓએ ત્રણ પર્વની આરાધના તે ગમે તે ભોગે કરવા કટિબદ્ધ થવું જોઈએ. વૃદ્ધ પુરુષોનું પણ એમ જ કહેવું છે કે બાર મહિનામાં ત્રણ પર્વની આરાધના તે અવશ્ય કરવી જોઈએ. ભલે પથારી વશ હે, કે ભલે મરણની અંતિમ દશામાં પડેલા હે !
આ ત્રણપવી તે-પ્રથમ સંવત્સરી (ભાદરવા સુદ ચોથ)ને, બીજે જ્ઞાનપંચમી. (સૌભાગ્ય પંચમી-કાર્તિક સુદ પાંચમ)નો અને ત્રીજે મૌન એકાદશી (માગશર સુદ અગિઆરસ)નો દિવસ છે. બાર મહિનાના ત્રણ સાઠ દિવસોમાં આ ત્રણ દિવસ રત્ન સમાન છે. મૌન એકાદશીની વિશેષતા એ છે કે-તે દિવસ તીર્થકર ભગવંતનાં દેઢ કલ્યાણકાની આરાધનાનો અમૂલ્ય સમય છે. શ્રી નેમિનાથ જેવા બાલબહાચારી પ્રભુએ કૃષ્ણ મહારાજા જેવા ક્ષાયિક સમ્યકત્વના ધણીને બતાવેલ એ અપૂર્વ દિવસ છે. આ મૌન એકાદશીના કયાણકગર્ભિત શુભાશીર્વાદનું પદ નીચે પ્રમાણે છે.
अरस्य प्रवज्या नमिजिनपतेानमतुलं તથા મહેકમ શાખા યોજના . बलक्ष्यैकादश्यां सहसि लसदुदाममहसि अदः कस्याणानां क्षिपतु विपदः पञ्चकमिदम् ॥१॥
અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુની દીક્ષા, એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન, અને ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ પ્રભુને જન્મ, દીક્ષા, અને વલસાન,-ઉછળતું છે મોટું તેજ જેમાં એવી માગશર સુદ એકાદશીમાં થયેલાં આ પાંચે કયાણુકે વિપત્તિને દૂર કરનારાં થાઓ.”
આ શ્લોકમાં જે પાંચ કલાકે બતાવ્યાં છે તે આ ભરતક્ષેત્રની વર્તમાન ચાવીશીને આશ્રયીને બતાવ્યાં છે. એટલે પાંચ ભરત અને પાંચ રાવત એમ દશે ક્ષેત્રમાં થયેલાં કલ્યાણક ભેગાં કરીએ ત્યારે કુલ પચ્ચાસ કલ્યાણક થાય છે. અને ત્રણે કાળનાં એટલે વર્તમાન-ભૂત-ભવિષ્યનાં ભેગાં કરીએ ત્યારે દોઢસો કલ્યાણ થાય છે. માટે જ આ દિવસને શ્રેષ્ઠતમ ગણવામાં આવ્યો છે. આ દિવસે કરેલે ઉપવાસ દઢસે ઉપવાસના ફને આપનારે થાય છે. તથા અહોરાત્રિપૂર્વક માત્ર ભણવા-ગણવા સિવાય મૌન રીતે કરેલે ઉપવાસ મહાન ફલને દેનારે થાય છે.
આ મૌન એકાદશી વ્રત અગિયાર વર્ષ અને અગિઆર મહિને પૂર્ણ થાય છે. પ્રાંતે બારમા વર્ષે ઉજમણું કરવાનું હોય છે. તેમાં અગિયાર જાતના પકવાન, અગિયાર જીતનાં ફલ, અગિયાર જાતનાં ધાન્ય, અગિયાર જાતની સુંદર વસ્તુ વગેરે મૂકવાની હેય છે. જન્યથી અગિયાર શ્રાવકનું વાત્સલ્ય, સંધપૂજા, અગિયારે અંગને લખાવાયાં વગેરે વગેર કરવાનું હોય છે.
For Private And Personal Use Only