________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वीरशासन - जयन्ती - महोत्सवना नामे
' अनेकान्त 'ना सम्पादकनो श्वेताम्बरोमां विचित्र प्रचार
[તંત્રીસ્થાનેથી]
દિગંબર જૈન સંપ્રદાયમાં શ્રાવણ વદિ ૧ ના દિવસને, ભગવાન મહાવીરસ્વામીએ પ્રથમ દેશના આખ્યાના દિવસ તરીકે માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી આ દિવસને મહાત્સવના દિવસ તરીકે ઉજવવા માટે વિશેષ પ્રચાર અને પ્રયત્ન થઈ રહ્યા છે, અને તેમાં મુખ્યત્વે શ્રી જુગલકિશારજી મુખ્તારના વીરસેવામંદિર, સરસાવાને આગળ પડતા ભાગ છે.
કોઇ સપ્રદાયવાળાએ પોતાને પવિત્ર લાગતા દિવસ પેાતાને યાગ્ય લાગે તે રીતે ઉત્સવ–મહાત્સવ તરીકે ઉજવે તેમાં કોઈ ને કશું જ કહેવાપણું ન હાઈ શકે. પણ જ્યારે આવા ઉત્સવ–મહાત્સવના પ્રચારના હેતુ પેાતાના સાથી સ’પ્રદાયવાળાઆને બનાવી જવાના કે તેમને આંખે પાટા બાંધી કુવામાં ઉતારવાના પ્રયત્ન જેવા લાગે ત્યારે તેની સામે ચેતવણીને! સૂર કાઢીને એ સ'પ્રદાયને સાવધાન બનાવવું જરૂરી થઈ પડે છે.
જૈન શ્વેતાંબર સંપ્રદાય માને છે કે ભગવાન મહાવીરસ્વામીને વૈશાખ શુદિ દશમના દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે જ દિવસે તેમણે સમવસરણમાં એસી ધર્મદેશના આપી. પણ એ પ્રસંગે કેવળ દેવા જ હાજર હાવાથી અને મનુષ્યેાની ગેરહાજરી હેાવાથી, એ દેશના અફળ ગઈ. એટલે બીજા દિવસે ભગવાને મધ્યમા નગરીમાં જઇ ધર્મદેશના પ્રવર્તાવી અને તે સફળ થઈ.
દિગંબર સંપ્રદાય એમ માને છે કે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા
પછી દિવસ સુધી ભગવાનની વાણી ન ખરી, તેથી ભગવાને ૬૬ દિવસ સુધી મૌન પાળ્યું અને ત્યાર પછી શ્રાવણ વદિ ૧ ના દિવસે રાજગૃહી નગરીના વિપુલાચલ પર્વત ઉપર ભગવાને પ્રથમ દેશના આપી. અને આ કારણે શ્રાવણુ વિષે ૧ ના દિવસને દિગંખર જૈના મહાન્ દિવસ તરીકે માને છે.
આ વર્ષે, દિગંબર જૈના અને ખાસ કરીને જીગલિકશારજી મુખ્તારનું વીસેવામ ંદિર, આ દિવસ બહુ મેટા ઉત્સવરૂપે ઉજવાય અને સ્થાનકવાસી તેમજ શ્વેતાંબર અને સંપ્રદાયના જૈને તેમાં ભાગ લે તે માટે પ્રચાર અને પ્રયત્ન કરી રહ્યા છે.
પેાતાના સાથી સંપ્રદ્યાયના ઉત્સવ–મહેાત્સવના પ્રસંગે બીજા સંપ્રદાયવાળા તેમાં પેાતાના સહયાગ આપે તેમાં કશું જ અનુગતું નથી. પણ આ શ્રાવણુ વિંદ ૧ ના ઉત્સવમાં સ્થાનકવાસીઓ અને શ્વેતાંબરાને ભાગ લેવા માટે દ્દિગંબરે તરફથી જે રીતે પ્રચાર થઈ રહ્યો છે તે જોતાં એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે તેમના આ પ્રયત્નના મુખ્ય આશય એ જ છે કે-શ્વેતાંબરા, ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન પછી બીમ્ન જ દિવસે સફ્ળ દેશના આપી-એ પેાતાની જિનભાષિત પ્રાચીનતમ આગમામાં પ્રરૂપેલી વાતને ભૂલી જાય અને દિગમ્બર
For Private And Personal Use Only