________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 2 ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ वड दातार दान गुण विक्रम, संघपति जोगीसाह सुतन्न । सोम गयउ धनद समझावा, धरमइ काय न खरचइ धन्न । सं. ८॥ बिंब प्रतीठ संघ करि बहुला, लाहणि साहमी सवले लाहि । ख्याति धगी खरतर गच्छि कीधी, वडहथ लीधउ वारउ वाहि ॥ सं. ९ ॥ प्रागवंश बिहुं पखि पूरउ, रूडउ गुरु गच्छ उपरि राग । सानिध करे सोम सद्गुरुनई, सुन्दर जस दीपई सोभाग ॥ सं. १० ॥ इतिश्री सोमजी निर्वाणवेलीगीतं सम्पूर्ण कृतं विक्रमनगरे ।
समयसुन्दरगणिना । शुभं भवतु । સિદ્ધહેમકુમારસંવત” લેખક-પૂજય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી, ન્યાયતીર્થ.
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ના દશમા પર્વ (શ્રીમહાવીરચરિત્ર)માં બારમા સગમાં, જ્યાં હેમચન્દ્રાચાર્ય ભગવાન મહાવીર દેવના મુખથી પોતાના અને મહારાજા કુમારપાલના જીવનને વિશિષ્ટ હેવાલ કહેવરાવે છે તે વર્ણનના પ્રસંગમાં ૭૭ મે ફ્લેક–
दाय दायं द्रविणानि विरचय्याऽनृणं जगत् ।
અરવિતિ રિન્ય ર સંઘત્રમાત્મિનઃ | કહે છે કે “રાજા કુમારપાળ ધન આપી આપીને જગતને ઋણમુક્ત બનાવી પૃથ્વીમાં પિતાને સંવત્સર ચલાવશે.”
આ સંવત્સર બીજે કઈ નહિ, પણ એ “સિદ્ધહેમકુમારસંવત” છે. અને એ શ્રી કુમારપાળ રાજા તરફથી પ્રવર્તાવેલો છે. આ પ્રકારને સંવત્ પ્રવર્તાવવાની હેમચન્દ્રાચાર્યની ઉત્કટ ઈચ્છા હતી, અને પોતાના ગુરુ (દેવચન્દ્રસૂરિ)ની આગળ પણ એમણે એ કાર્ય સિદ્ધ થાય એ માર્ગ બતાવવાની પ્રાર્થના કરી હતી. જો કે ગુરએ તો એ પ્રાર્થનાની અવગણના કરેલી, છતાં એ “સંવત્સર' ચલાવવાની ભાવના પૂરી થયેલી, અને એ “સિદ્ધહેમકુમારસંવત્ ”એ નામે ચાલેલો.
[ોંધ-“શ્રી જૈન સત્ય પ્રકાશના કમાંક ૯૩ માં પરમ પૂજ્ય મુનિમહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે શ્રી સિદ્ધાચલજી તીર્થ ઉપરની ચામુખજીની ટ્રકમાંની એક ધાતુપ્રતિમાને લેખ પ્રકાશિત કરી સૌ પહેલાં “સિદ્ધહેમકુમારસંવત ' વિષે સૌનું ધ્યાન દેરેલું. ત્યારપછી ક્રમાંક ૯૪ માં પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજીએ (ન્યાયતીર્થ) શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત “અભિધાનચિંતામણિ” કેષમાં ઉલ્લેખ ટાંકીને “સિદ્ધહેમકુમાર સંવત 'ની વાતને પુષ્ટિ આપી હતી. એ બે લેખના અનુસંધાનમાં જ આ લેખ પણ સિદ્ધહેમકુમાર સંવત ’ના અસ્તિત્વની પુષ્ટિ કરે છે. આ સંબંધી વિશેષ જ્ઞાતવ્ય વિદ્વાને હજી પણ પ્રગટ કરે એમ અમે ઇચ્છીએ છીએ,
તંત્રી.]
For Private And Personal Use Only