________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
= નવમું વર્ષ ==
“શ્રી જૈન સત્ય પ્રકાશ” આ અંકે નવમા વર્ષમાં પ્રવેશ કરે છે.
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમસ્ત મુનિસમુદાયના પ્રતિનિધિરૂપ જે મુનિસમેલને શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની સ્થાપના કરી હતી તે સમસ્ત પૂજ્ય મુનિસમુદાયને સમિતિ “શ્રી જૈન સત્ય પ્રકાશ” દ્વારા સંતુષ્ટ કરી શકી છે અને તેમને ચાહ મેળવી શકી છે એ અતિ હર્ષની વાત છે. - પૂજ્ય મુનિસમુદાયના સમિતિ પ્રત્યેના આ ચાહ અને મમતાનું જ એ ફળ છે કે દરેક ગચ્છ અને દરેક સમુદાયના પૂ સમિતિને મદદ આપવાને શ્રી સંઘને કે સદગૃહસ્થને ઉપદેશ આપી સમિતિને સમૃદ્ધ બનાવે છે, તેમજ “શ્રી જૈન સત્ય પ્રકાશનાં પૃષ્ઠોને ઉપયોગી લેખથી સમૃદ્ધ બનાવવા માટે પણ દરેક ગચ્છ અને દરેક સમુદાયના પૂજ્ય તરફથી લેખસામગ્રી મળતી રહે છે.
અમદાવાદમાં મુનિસમેલન વિ. સં. ૧૯૦ ની સાલમાં મળ્યું હતું. અને “શ્રી જૈન સત્ય પ્રકાશનું પ્રકાશન તે પછી એક વર્ષે એટલે વિ. સં. ૧૯૯૧ માં કરવામાં આવ્યું હતું. આ સમિતિ અને આ માસિકને વિચાર આવતાં મુનિસમેલનને એ અભૂતપૂર્વ, ભવ્ય, પુનીત પ્રસંગ નજર સામે ખડે થાય છે. આથી એમ કહી શકાય કે “શ્રી જૈન સત્ય પ્રકાશ ના નવા વર્ષને પ્રારંભ એ મુનિસમેલનના વાર્ષિક સંભારણારૂપ છે.
આ નવમા વર્ષની મહત્વની વાત તે માસિકને ૧૦૦ મે ક્રમાંક વિક્રમવિશેષાંક' તરીકે પ્રગટ કરવાની અમારી યોજના છે. અમને આશા છે કે વિદ્વાને અને ધનવાને બન્ને તરફથી આ અંકને સમૃદ્ધ બનાવવામાં અમને સંપૂર્ણ સહકાર મળશે.
- નવ વર્ષ જેટલું જીવન એ એક માસિક માટે બહુ મોટી વાત ન ગણું શકાય. સમસ્ત મુનિસમુદાયના પ્રતિનિધિરૂપ અને સમસ્ત શ્રીસંઘની સંપત્તિરૂપ આવું માસિક તે અમર થવું જોઈએ, એમ અમને લાગે છે.
શ્રમણપ્રધાન સમસ્ત શ્રી સંઘની મમતા અને કૃપાદ્રષ્ટિથી આ માસિક આર્થિક ચિંતામાંથી મુક્ત બની પોતાનું જીવન અમર બનાવે એમ ઈચ્છીએ.
શ્રી સંઘ અને શાસનની સેવાના મનોરથ સેવતા અને નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ.
–તંત્રી.
For Private And Personal Use Only