________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૂતન વર્ષની નવી વાત
લેખક શ્રીયુત મેહનલાલ દીપચંદ શેકસી. શ્રી જૈન સત્ય પ્રકાશ માસિક એ રાજનગર મુનિસંમેલનની સ્મૃતિનું જીવંત સંભારણું છે. આસમાની-સુલતાનના વિવિધ રંગી પડછાયા વચ્ચે એણે આઠ વર્ષને પ્રવાસ પૂરો કરી દીધો છે. આછા-પાતળાં સાધને, જાતજાતની અગવડો, જૈન સમાજનું જ બોજ અવનવી ચર્ચાઓથી ડહોળાતું વાતાવરણ, જગતભરમાં પ્રસરી રહેલી યુદ્ધની ભીષણ આંધિ અને નાણાકીય સ્થિતિ માટે સતત્ ચિંતા હોવા છતાં, સાચે જ માસિકે પિતાના ધ્યેય માટે શક્ય પ્રયત્ન કર્યા છે એટલું જ નહીં પણ જૈન-જૈનેતર જનતામાં પોતાની સુંદર છાપ પાડી છે, અને પિતાની અગત્ય પુરવાર કરી આપી છે.
આઠમા વર્ષની અંત સુધીના ૯૬ અંકમાં જે ત્રણ વિશેષાંક આપ્યા છે એ કોઈ પણ સાહિત્યપ્રેમીને આનંદ ઉપજાવે તેવા હેઈ લાયબ્રેરી અને પુસ્તકાલયના શણગાર રૂપ છે.
એ ઉપરાંત અંક ૪૩ જૈન ધર્મમાં પણ માંસાહારને સ્થાન છે એવી ખૂણે-ખાંચરેથી ટાણે-કટાણે બહાર આવતી હવાને મૂળથી ઉચછેદન કરતી સામગ્રીના સંગ્રહરૂપ છે. અને અંક ૮૫ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની પ્રતિભા અને સરસ્વતી ઉપાસના સબંધમાં સુંદર પ્રકાશ પાડનાર લેખોથી અલંકૃત કરાયેલ છે. એ અંક વાંચ્યા પછી હરકોઈ તટસ્થ દ્રષ્ટિવાળા અભ્યાસને સહજ લાગે કે આવા પ્રતિમા સંપન્ન અને સમર્થ વિદ્વાનને, ગુજરાત સબંધી નવલકથાઓ લખનાર શ્રી. મુનશીજીએ કપિત પાત્ર “મંજરી'ને સોગ ક૯પી પોતાની કલમને હલકી પાડી છે એટલું જ નહિ પણ કપનાના પ્રદેશમાં ઉડવા જતાં હદ ઉપરાંતની છૂટ લઈ એતિહાસિક નવલકથાના આશયને ઉણપ પહોંચાડી, સાહિત્યના સુંદર ક્ષેત્રને કાબરચીતરૂં બનાવી મૂકયું છે.
આ આગળ પડતા અંકની વાત થઈ. એ ઉપરાંતનાં પૃષ્ટમાં જે મસાલો ભરવામાં આવ્યું છે એ નવનવી વાતોથી ભરપૂર છે. એમાં જૈનધર્મ કે એના સાહિત્ય અથવા તો મૌલિક તત્વ પર થયેલા આક્ષેપના રદિયા પણ છે, શોધ
For Private And Personal Use Only