________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૬ ] : શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ પ્રસ્તુત ચાપાઈ–અત્ર જે તદ્દન અપ્રકટ એપાઈને પરિચય કરાવવામાં આવે છે તે સિંહલકુમાર પાઈ છે. તે ૧૮ મા શતકના ઉત્તરાર્ધમાં ગુજરાતી ભાષામાં ગુતિ છે. પ્રસંગોપાત્ત સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓને પણ કવિએ છૂટથી ઉપયોગ કર્યો છે.
સિહંલકુમાર ચૌપાઈને મુખ્ય વિષય તેમનું ચરિત્ર વર્ણવી દાનની મહત્તા પ્રદર્શિત કરવાનો છે, પ્રથમ હાલમાં સિંહલદેશની તત્કાલીન સંસ્કૃતિની થોડી ઝલક આપી છે. ત્યાંના લેની રિતીઓની ખૂબી બતાવી છે. બીજી ઢાલમાં સિહલકુમારે પ્રાપ્ત કરેલ વિદ્યાઓનું વર્ણન ભાવવાહી ભાષામાં કરેલ છે. તુરાજ વસંતઋતુનું વર્ણન આપ્યું છે, જે ગુજરાતી વર્ણનાત્મ દૃષ્ટિએ અત્યન્ત મહત્ત્વનું છે. ત્રીજીથી પાંચમી ઢાલ સિહલકુમારના લગ્નના વર્ણનથી ભરપૂર છે. સાથે સાથે તે દેશના લગ્ન સંબંધી રીત-રિવાજોનો પણ ઉલ્લેખેલ છે. સંગીત શાસ્ત્ર પર પણ ઘેડ પ્રકાશ પાડ્યો છે. કવિએ વચમાં લગ્ન પ્રસંગે ગવાતાં સંગીતને ઉલેખ કરેલ છે તે અપૂર્ણ લાગે છે. ભૈરવ રાગના ભેદ સંબંધી જે અભિપ્રાય કવિએ જ્ઞાપન કરેલ છે તે પણ વિચારણીય છે. તેમને મત છે: ભૈરવ ત્રણ જાતના થાય છે. પરંતુ વસ્તુતઃ ભૈરવના પાંચ ભેદ છે. ૧ ભૈરવ, ૨ આનંદભરવ, ૩ શિવભૈરવ, ૪ બંગાલભૈરવ, ૫ અહીર ભરવ. ૬ થી ૧૩ ઢાલ સુધી કુમારના પૂર્વભવનું ચમત્કારિક વર્ણન આપ્યું છે સાર માત્ર એટલું જ છે કે દાન આપવાથી કુમાર આટલા ઊંચ કુલમાં જનમ્યા, અને ક્રમશઃ દીક્ષા અંગીકાર કરી નિરતિચારપણે ચારિત્રનું આરાધન કરી, માસક્ષમણદિ ઉગ્ર તપ કરી મોક્ષપુરીમાં ગયો. ૧૪-૧૫ ઢાલમાં માતા-પિતાનો વિયોગ બહુ જ માર્મિક ભાષામાં વર્ણવ્યો છે. આમાં માતા-પિતાને ધન્યવાદ આપવાની સાથે લોકોને ઉદ્દેશી કવિ કહે છેઃ ધન્ય છે એવાં માત-પિતાને કે જેમણે આવા રત્નને ઉત્પન્ન કરી સ્વકલ્યાણની સાથે પરકલ્યાણ કરાવ્યાં. પછી માત-પિતા વૈરાગ્યપૂર્વક જીવન પાલન કરી અંતે દીક્ષા અંગીકાર કરે છે. સોળમી ઢાળમાં કવિએ પોતાને પરિચય કરાવ્યો છે, જે પાઠકે સન્મુખ છે.
સાખી, ચોપાઈ, દૂહા, સોરઠા, ઢાળે અને સંસ્કૃતના કલેકે બધાં મેળવી ૩૨૨ માં સમાપ્ત કરવામાં આવી છે. સેરઠ, ભૈરવ, કાલિંગડ, ગાડી, ધન્યાશ્રી આદિ રાગોને પણ ઉપયોગ દૃષ્ટિગોચર થાય છે. ઘણે ઠેકાણે દેહા, સેરઠા, એવાં છે કે જેમને લક્ષણે સાથે સમન્વય કરવું મુશ્કેલ લાગે છે.
કવિ અને તેમની અન્યકૃતિઓ-મુનિ શ્રી માનસાગરજ સાગરગથ્વીય મુનિ શ્રી છતસાગરના શિષ્ય છે. એમની બીજી બે કૃતિઓ ગુર્જર સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે. વિક્રમસેન ચોપાઈ, રચના સંવત ૧૭૨૪ અને ૨ કાન્હડ કઠિયારા રાસ, રચના સંવત ૧૭૪૬, પદ્માવતીનગર મારવાડમાં. આ બન્ને કૃતિઓની નોંધ સાક્ષર શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ પોતાના “જૈન ગૂર્જર કવિઓ પૃ. ૨૨૦-૨૪ માં લીધી છે. અહીં આદિ અંત ભાગે સહિત જે “સિહલકુમારપાઈ નો પરિચય કરાવવામાં આવે છે, તે અન્ય ક્યાંય અદ્યાવધિ પ્રકટ થઈ નથી. અર્થાત્ સર્વ પ્રથમ “શ્રી જૈન સત્ય પ્રકાશ' દ્વારા પ્રગટ થાય છે.
પ્રસ્તુત કૃતિ મુનિશ્રીએ વિ. સં. ૧૭૪૮ માં રાયપુર નામના નગરમાં નિર્માણ કરી. આ રાયપુર કયું? અને કયાં આ આવ્યું ? એ એક પ્રશ્ન છે.
For Private And Personal Use Only