________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી માનસાગરજીવિરચિત
“સિહલકુમાર-ચોપાઈ”નો પરિચય લેખકઃ પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિસાગર, સાહિત્યાલંકાર, રાજનાંદગામ (C. P)
પ્રાચીન જૈન ગુર્જર સાહિત્ય અત્યન્ત સમૃદ્ધ છે. અને એ વિદ્યાવિલાસી જૈન મુનિઓને આભારી છે, જેમણે પોતાની માતૃભાષામાં પોતાના ધર્મના સૂક્ષ્માતિસૂક્ષ સિદ્ધાન્તો અતિ સરલતાથી સર્વસાધારણની જ્ઞાનવૃદ્ધિ માટે રજુ કર્યા. જૂની ગુજરાતી ભાષાનું સાહિત્ય બે ભાગમાં વિભાજિત થઈ શકે છે. ગદ્યમાં અને પદ્યમાં. ગદ્યમાં મૌલિક સાહિત્ય બહુ ઓછું છે, અને જે છે તેમાં ઘણે ભાગ અનુવાદિત છે, જેમકે ટબાઓ, બાલાવબોધ આદિ. પદ્યમાં પણ અમુક વિષયોના ગ્રન્થોના ભાવાનુવાદે અવશ્ય મળે છે, છતાં પણ મૌલિકતા વાળા રાસાઓ આદિની સંખ્યા પણ વિશાળ છે. અને એવા પ્રતિભાસંપન્ન અનેક કવિઓ થઈ ગયાં છે, જેમને ફાળે આ દિશામાં અદ્વિતીય છે. એમનાં કાવ્યો પણ એવાં છે કે જેમાં સાહિત્યશાસ્ત્રનાં તમામ લક્ષણો ચરિતાર્થ થાય છે. “ અર્થે રસાત્મિજં વાન્ ” કાવ્યને આત્મા રસ છે. રાસાએ નવે રસથી પૂર્ણ રહે છે. કોઈ કઈ રાસાઓમાં તો એટલો બધે રસ ઉભરાઈ જાય છે કે, વાંચનારથી રાસનું વાંચન છોડાતું જ નથી. ઉદાહરણ તરીકે નેમવિજ્યજીને “શીલવતીનો રાસ”.
આવી કવિતાને મુખ્ય વિષય ધર્મ–દાન, શીલ, તપ, ભાવના હોય છે, તે પણ ઇતર વિષયની કવિતાઓ પણ વિસ્તૃત પ્રમાણમાં મળે છે, જે તેમનું કવિત્વવૈવિધ્ય સૂચવે છે. કેઈને કદાચ એવી કલ્પના ઉઠે કે-જૈન મુનિઓએ ગુજરાતી ભાષામાં રચના કરવાનું એ પણ કારણ હોય કે તેઓ સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાથી કદાચ અનભિજ્ઞ હેય. પણ એ કલ્પના બરાબર નથી. આવા કવિઓ ભાષાવિશારદે હોવા છતાં તેમણે લેકભાષાને અપનાવવાનું ખાસ કારણ એ જ કે તેનાથી સર્વસાધારણને જ્ઞાન થઈ શકે છે. સામાન્ય જનસમાજને વિદ્વદ્દગ્ય સાહિત્ય સમજવામાં કઠિનાઈ અવશ્ય જોગવવી પડે છે. ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમબુદ્ધ જેવા મહાન પુરુષોએ પણ પોતાને દિવ્ય સિદ્ધાંતોનો પ્રચાર તત્કાલીન લેકભાષામાં કર્યો હતો. જોકભાષાથી જ સર્વ સાધારણને સમજ પડે છે. અને પ્રચાર માટે એ જ ભાષા કામ આપી શકે છે. 1 કવિતા એવો સરસ પ્રભાવ પાડી શકે છે, જે કદાચ ગદ્ય ન પાડી શકે. મનુષ્યતર પ્રાણીઓ પણ કવિતામાં એટલાં મસ્ત બની જાય છે, કે પિતાનું વૈર સુદ્ધાં ભૂલી જાય છે. કવિતામાં પ્રચારિત સિદ્ધાને અત્યન્ત અસરકારક નિવડે છે તેનું કારણ એ છે કે કવિતામાં સંગીત વિદ્યાને છૂટથી ઉપયોગ કરી શકાય છે. વળી યાદ કરનારને ગદ્ય કરતાં પદ્યાત્મક કૃતિ અધિક સરળ થઈ પડે છે. આ બધાં કારણોથી જ જૈન મુનિઓએ પિતાના રાસાએ કેવળ છંદ-વૃત્તિમાં જ નહીં, પણ ભિન્ન રાગ રાગિણીઓમાં નિર્માણ કર્યા છે, જે તે તે સમયને સંગીતશાસ્ત્રને વિકાસ સૂચવે છે.
For Private And Personal Use Only