SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - -- -- [ ૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ દંડનાયકની જરૂર છે. સજજનની આખમાં તેજ છે, બેલી ઉપરથી ખાનદાન અને વ્યવહારદક્ષ પણ લાગે છે. તેમજ બહાદુર પણ હશે જ.” ઉદાયન–“હાં, તે ઠીક છે, એને જ દંડનાયક બનાવો. બાપુ, મને પણ આ વ્યક્તિ લાયક જ લાગે છે. ” | દરબારમાં સિદ્ધરાજ જયસિંહે સજજન મહેતાની દઢ પ્રતિજ્ઞાની પ્રશંસા કરી, અને સાથે જ જાહેર કર્યું કે સજજન મહેતાને સોરઠના દંડનાયક નીમવામાં આવે છે. મહેતા મંત્રી અને દંડનાયક પદના અધિકારી બની સિરાષ્ટ્રમાં આવે છે. ત્યાંનાં શુભ કાર્યો અને તેમની કાર્યદક્ષતાનું અવલોકન આપણે આ જ માસિકના અંક ૯૫-૯૬ માં કર્યું છે. અને સત્યનો જય જ થયો. તેમની પ્રતિજ્ઞા ફળી અને તે ઉચ્ચ અધિકારના સ્વામી બન્યા. [૫] પાપનું ફળ આજે ઘણે વર્ષો સજન મહેતા પિતાની જન્મભૂમીમાં આવ્યા છે, તે કેવળ એક રાજ્યાધિકારી તરીકે જ નહિ પણ વતનના સપુત તરીકે. ગુર્જર રાષ્ટ્રના એક તેજસ્વી નક્ષત્ર માફક પ્રકાશમાન સજજન શેઠને ગામ લેકેએ ખૂબ જ પ્રેમથી સત્કાર્યા. સજજન શેઠે દંડનાયક બન્યા પછી જન્મભૂમીમાં મકાન બનાવ્યાં હતાં, જમીન સંભાળી લીધી હતી અને તેમના કુટુમ્બીઓ-ભાઈઓ એ બધું સંભાળતા હતા. મહેતાજીના ગ્રામપ્રવેશ વખતે આખુ ગામ સામે ગયું હતું. ઢેલ ત્રાંસાં વાગતાં હતાં. કુમારીકાઓ મંગળગીત ગાઈ રહી હતી. ત્યાં રસ્તા ઉપર એક ઝાડ નીચે એક રોગી બેઠો હતો. તેના શરીર ઉપર માંખો બમણતી હતી. તે દુાખથી પીડાતો હતો. ગામવાળા એને જોઈ હે ચઢાવી આગળ ચાલતા થયા. ત્યાં તે મહેતાજી સકુટુમ્બ ત્યાં આવ્યા. જાણે કોઈ દેવતા આવ્યો હોય એવા એ ભવ્ય લાગતા હતા. ત્યાં બધાની વચ્ચે પેલે રેગી દોડી આવ્યો. દૂરથી મહેતાજીને પગે પડી આંખમાં આંસુ લાવી બોલ્યોઃ સત્યને જય અને પાપના ક્ષય”. જય હે સજજન મહેતાને. બાપુ, મને ન ઓળખ્યો? હું જ તમારા ઘર-ખેતરને આગ લગાડનાર પાપીઓ ! પાપનું ફળ ભોગવવા હજી જીવત અને તમારાં ઘર-ખેતર બાળ્યાં તેનું ફળ ભોગવું છું. બાપુ, મેં પાપ કરવામાં પાછું નથી જોયું. તમે સત્યના અવતાર તે જીત્યા અને હતું એથી ઘણું પામ્યા. અને હું તો મારાં ઘોર પાપનુ ફળ ભોગવું છું.” મહેતાજી પણ આ જોઈ કમકમી ઊઠ્યા. તેના શરીરમાંથી પરૂ વહ્યું જતું હતું. તેના પગનાં આંગળાં ગળી ગયાં હતાં. એનું દુઃખ જોઈ શેઠને થયું “ કર્મ ન છૂટે રે પ્રાણાયા.” શેઠ બોલ્યા : “ભાઈ, હું તે તને તારા પાપની માફી આપું છું. કર્મરાજા પાસે મારું કે તારું કેઈનું નથી ચાલતું, છતાંયે તને હું દુઃખ નહિ આપું, તું મારે ઘેર રહેહું તારી દવા કરાવીશ. તારી બધી વ્યવસ્થા કરીશ. તું ગભરાઈશ નહિ. હમણાં જ તારી વ્યવસ્થા કરું છું. પણ ત્યાં તો રેગી દોડ નાઠા અને “પાપને ક્ષય ” બોલતા બોલતા ચાલ્યો જ ગયો. તેના પગ હેતા ઉપડતા છતાં ગયો. સજજન મહેતાની ઉદારતા અને મહાનુભાવતાની બધાએ પ્રશંસા કરી. અને કર્મનાં ફલ કેવાં ભેગવવા પડે તે પણ રોગીયાથી સમજ્યા. સજજન મહેતા અમર થઈ ગયા. N. For Private And Personal Use Only
SR No.521594
Book TitleJain_Satyaprakash 1943 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy