________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ઉમાપતિવિધિસ” –આ વિશેષણને ઉદ્દગમ, વિકાસ અને ઇતિહાસ
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી પ્રાચીન રાજવંશી તામ્રપ, દાનશાસન, શિલાલેખો, ખતપત્રો અને અરજીઓને પરિશીલનથી એક નિર્ણય ઉપર ચોક્કસ આવવું પડે છે કે –અમુક શબ્દો તેમાં લખવાની શરૂઆત થયા પછી તે શબ્દો તેમાં એક રવૈયારૂપે લખાતા જ રહે છે. ઉમાપતિવરસધાણા પણ એ જ રીતે લખાતે એક શબ્દ છે.
વલ્લભીવંશના રાજાઓ પૈકીના કેટલાક રાજઓ જૈન અને બૌદ્ધધમાં હતા, છતાં તે દરેકના તામ્રપત્રોમાં તેઓને “મમાહેશ્વર” તરીકે સંબોધ્યા છે. એ જ રીતે ગુજરાતના રાજાઓ પૈકીના કેટલાએક વૈષ્ણવ જૈન અને ઇસ્લામ ધર્મને માનનારા થયા છે, છતાં કેટલાએક લેખોમાં વિક્રમની બારમી સદી પછીના ગુજરાતના રાઓને ઉમાપતિવરસધાવા કે તે જ અર્થવાળા વિશેષણથી સંબોધવામાં આવ્યા છે.
રામાવલી તપાસીએ તો ચાવડા વંશના રાજાઓ, સોલંકી વંશના મૂળરાજ, ચામુંડરાય, દુર્લભરાજ, ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ, કુમારપાળ, અજયપાળ અને લઘુ મૂળરાજના દાનપત્રોમાં કે લેખમાં આ વિશેષણ નથી મળતું જ્યારે બીજા ભીમદેવથી માંડી મેગલ બાદશાહ ઔરંગઝેબ સુધીના રાજાઓનાં કેટલાએક દાનપત્ર–ખતપત્રોમાં આ વિશેષણ સ્પષ્ટરૂપે લખાએલ મળે છે. * રાજવંશી લેખમાં ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ માટે–પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, ત્રિભુવનગંડ, અવંતીનાથ, બર્બરકજિષ્ણુ, સિદ્ધચક્રવર્તિ, વગેરે વિશેષણો-બિરદ વપરાયાં છે. ગુર્જરેશ્વર કુમારપાળ માટે તત્કાલીન ગુજરાતના ૧ તામ્રપત્ર અને ૧૩ શિલાલેખમાં મહારાજાધિરાજ, નિજભૂજવિક્રમરણાંગણનિતિશાકંભરીભૂપાલ, પ્રૌઢપ્રતાપ, અવન્તીનાથ અને ચક્રવતિ તથા પાશુપતાચાર્ય ગંડભાવબહસ્પતિની પ્રભાસપાટણવાળી પ્રશસ્તિમાં તેજેવિશેષાદયી, અચિત્ત્વમહિમા, બલ્લાલધરાધિપ-જાંગલનરેશવિજેતા અને ગેલેક્સેકપમ વિશેષણ મળે છે. તે જ લેખમાં મહાબલ ભેજ માટે ઘરમાર વિશેષણ છે. રાજા અજયપાળ માટે પણ તત્કાલીન લુણુપસાકના લેખમાં માહેશ્વરનું બિરુદ છે. પણ તેઓમાંના કોઈને માટે તે તે કાળના રાજવંશી શિલાલેખોમાં માતાજી પ્રસાર વિશેષણ નથી મળતું.
આ વિશેષણ રાજવંશીય લેખ પૈકીના બીજા ભીમદેવના દાનપત્રમાં પહેલપહેલાં આપણને નજરે પડે છે. અને ત્યારથી આ વિશેષણ રાજવંશી લેખમાં દાખલ થએલ છે.
૧ જુઓ “જૈન સત્ય પ્રકાશ વર્ષ ૪ અંક ત્માં છપાએલ “ગુર્જરેશ્વર કુમારપાળ” લેખ.
૨ જુઓ આ. ગિરજાશંકર વલ્લભજી . A. M. M. A. s. સંપાદિત “ગુજરાતને ઐતિહાસિક લેખસંગ્રહ.”
For Private And Personal Use Only